શરીર માટે ઉત્તમ અને ગુણકારી એવાં કાળા તલનાં અદ્ભૂત ફાયદાઓ અને કચરિયું બનાવવાની રીત

દેખાવમાં તલ ભલે નાના હોય પણ તલ ખાવાનાં ફાયદાઓ ખૂબ જ મોટા છે. ઠંડીની ઋતુમાં તલ ખાવાથી શરીરને ઉર્જા મળે છે. તલ બે પ્રકારના હોય છે – કાળા અને સફેદ. પરંતુ તેમાંથી કાળા તલ ખુબ જ શ્રેષ્ઠ હોય છે.

તલની અંદર પ્રોટીન, કેલ્શીયમ અને લોમ્પ્લેક્ષ વધારે પ્રમાણમાં મળી આવે છે. તલના સેવનથી માનસિક રોગ અને તણાવ દૂર થાય છે. પચાસ ગ્રામ તલ દરરોજ ખાવાથી કેલ્શિયમની આવશ્યકતા પૂર્ણ થાય છે.

કાળા તલ ખાવાના અદ્ભૂત ફાયદાઓ

● કાળા તલનાં સેવનથી શક્તિ/ઉર્જા પ્રાપ્ત થાય છે.
● કાળા તલમાં રહેલ એન્ટિ-ઓક્સિડેન્ટ કેન્સરની કોશિકાઓને વધતી અટકાવે છે. કેન્સરની બીમારીમાં ઘણી રાહત મળે છે.
● તલનું સેવન હ્ર્દયની માંસ-પેશીઓને સ્વસ્થ રાખવામાં લાભદાયી છે.
● નાના બાળકોનાં વિકાસ માટે તલના તેલનું માલિશ કરવું ખૂબ જ ફાયદાકારક છે. માલિશ કરવાથી બાળકને તંદુરસ્ત ઉંઘ પ્રાપ્ત થાય છે.
● દરરોજ એક મોટી ચમચી જેટલાં તલ ખાવાથી દાંત સાફ અને મજબુત થાય છે.
● કાળા તલનું સેવન કરવાથી વાળ ખરતા અટકે છે અને વાળ વધું મજબૂત અને કાળા બને છે.
● દરરોજ બે ચમચી કાળા તલ ચાવીને ખાવ અને ઠંડુ પાણી પીવો. નિયમિત આનું સેવન કરવાથી મસા ઠીક થઈ જાય છે.
● બાળક સુતી વખતે પથારીમાં પેશાબ કરતું હોય તો પીસેલા કાળા તલને ગોળ સાથે ભેળવીને લાડુ બનાવો અને બાળકને રોજ રાત્રે એક લાડુ ખવડાવી દો.
● તલ અને સાકરને પાણીમાં ઉકાળીને પીવો જેનાંથી ઉધરસ દૂર થઈ જશે.
● એક ચમચી કાળા તલ ચાવીને તેની ઉપર નવશેકુ પાણી પીવાથી પેટનો દુ:ખાવો ઓછો થઈ જાય છે.
● તલના તેલમાં હીંગ અને સુંઠ નાંખીને ગરમ કરેલા તેલની માલિશ કરવાથી કમરનો દુ:ખાવો, સાંધાનો દુ:ખાવો અને કોઈ પણ અંગ જકડાઈ ગયું હોય તો તેમાં રાહત થાય છે.
● તલના તેલમાં થોડુક સિંધાલુણ ભેળવીને મોઢાના ચાંદાની અંદર લગાવવાથી તે જલ્દી મટી જાય છે.
● ફાટેલી એડીઓમાં ગરમ તેલની અંદર સીંધાલુણ અને મીણ ભેળવીને લગાવવાથી ફાયદો થાય છે.
● કાળા તલને પીસીને માખણની સાથે ભેળવીને નિયમીત રીતે ચહેરા પર લગાવવાથી રંગ સાફ થાય છે અને ચહેરા પરના ખીલ અને કાળા ડાઘ દૂર થાય છે.
● કાળા તલનું સેવન કરવાથી ડાયાબીટીસની બીમારીમાં પણ રાહત થાય છે.
● કાળા તલનો મુખવાસ ખાવાથી મોં ની દુર્ગંધ દૂર થાય છે.
● કાળા તલના સેવનથી હાડકા મજબૂત થાય છે.
● ગર્ભવતી મહિલા અને શિશુ માટે કાળા તલનું સેવન ખુબ જ લાભદાયી છે.

શિયાળામાં બનતી સાનીને ‘શક્તિનો રાજા’ કહેવામાં આવે છે. સાની ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્ય-વર્ધક ખોરાક છે. ચાલો જાણીએ, સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી એવાં કાળા તલની સાની (કચરિયું) બનાવવાની રીત.

સાની બનાવવા માટે જરૂરી સામગ્રી

કાળા તલ – 100 ગ્રામ
ગોળ – 100 ગ્રામ
કાળા તલનું તેલ – 2 ચમચી
ખાવાનો ગુંદર – 2 ચમચી
કાજુ – 2 ચમચી
ખજૂર – 2 નંગ
છીણેલું ટોપરૂ – 2 ચમચી
ટૂટી-ફૂટી – 2 ચમચી

સાની બનાવવાની રીત
સૌથી પહેલા તલને મિક્ષચરમાં ક્રશ કરી લો. ત્યારબાદ તેમાં તલનું તેલ ઉમેરી ફરી એકવખત મશીન શરૂ કરો. તેલ અને તલ બરાબર મિક્ષ થઈ જાય પછી એમાં ખજૂર અને છીણેલું ટોપરૂ નાખીને ફરી એકવાર મિક્ષર શરૂ કરી લો. હવે, આ મિશ્રણને એક બાઉલમાં કાઢીને હાથ વડે બરાબર મિક્ષ કરો.

એક કડાયામાં થોડું તેલ લઈને એમાં ખાવાનો ગુંદર તળી લ્યો. હવે, મિશ્રણને એક પ્લેટમાં પાથરીને એનાં પર સૌથી પહેલા તળેલો ગુંદર પછી કાજુ, ટૂટી-ફૂટી અને ટોપરૂ નાખીને ગાર્નિંશ કરો. તૈયાર છે ‘શક્તિનો રાજા સાની.’

સંકલન – ઈલ્યાસભાઈ

ગુજરાતના સૌથી લોકપ્રિય ફેસબુક પરિવાર “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં જરૂર લખજો, જે હંમેશા અમારા માટે પ્રેરણાદાયી બની રહેશે.

Leave a Reply

error: Content is protected !!