શિયાળામાં સીતાફળ ખાતા પહેલા આ વાંચી લેજો – ખુબ જ મહત્વની પોસ્ટ

હાલ સીતાફળની સીઝન ચાલી રહી છે, એટલે બજારમાં તમને ઠેર-ઠેર ઢગલો સીતાફળ જોવા મળશે. સ્વાદમાં મીઠા-મધુર સીતાફળ લગભગ દરેક લોકોને ભાવતા હોય છે. સીતાફળનું સેવન કરવાથી શરીરને ઘણાં સ્વાસ્થ્ય લાભ થાય છે. સીતાફળ ત્વચા અને પેટ બંને માટે ખૂબ લાભદાયી છે.

સીતફળ એ એક મીઠું અને ઘણાં બધાં બીજવાળુ ફળ છે. તેના વૃક્ષને સીતાફળી કહેવાય છે. સીતાફળનું વૈજ્ઞાનિક નામ ‘એનોના સ્ક્વોમાસા’ (Annona squamosa) છે. આ ફળ મૂળ અમેરિકાના ઉષ્ણ કટિબંધીય ક્ષેત્રનું મનાય છે. ભારતમાં સીતાફળ જુદા-જુદા નામથી ઓળખાય છે જેમ કે,  આર્તીકમ, શરીફા, સીતા પળમ્, કસ્ટર્ડ એપલ વગેરે.. કેરળમાં તેને અથાચક્કા કહે છે.

સીતાફળમાં કેલ્શિયમ, લોહ, ફોસ્ફરસ, વિટામિન-સી, થાયામિન, રિબોફ્લેવીન અને નિએસીન સારા પ્રમાણમાં રહેલા છે.

ચાલો જાણી લઈએ કે, સીતાફળના સેવનથી શરીરને શું ફાયદાઓ થઈ શકે?

હ્ર્દયને સ્વસ્થ રાખે

જેમનું હૃદય નબળું પડી ગયું હોય, હૃદયનાં ધબકારા વધી જતાં હોય, હૃદયમાં ગભરામણ થતી હોય, હૃદયની માંસપેશીઓ શિથિલ થઈ હોય તેમને માટે પણ સીતાફળ ફાયદાકારક છે. સીતાફળ હૃદયની માંસપેશીઓનું બળ વધારી હૃદયની ક્રિયાને કુદરતી બનાવે છે.

ત્વચા માટે ફાયદાકારક

સીતાફળમાં વિટામીન-E ભરપૂર માત્રામાં હોય છે, જે ત્વચાને સ્વસ્થ રાખવામાં ઉપયોગી નીવડે છે, સીતાફળ તમારી ત્વચા ઉપર એજિંગની અસર જલ્દીથી થવા દેતું નથી. આ સિવાય સીતાફળ વાળ માટે પણ ફાયદાકારક છે.

શરીરને શક્તિ આપનાર

શરીરમાં અશક્તિ જણાતી હોય, રોગ પછી શરીર નિર્બળ થઈ ગયું હોય, કામ કરતા થાક લાગતો હોય તો સીતાફળનું સેવન કરવાથી અશક્તિ દૂર થાય છે અને બળ વધે છે.

સીતાફળ ઉત્તમ પિત્ત અને દાહ શામક ફળ છે.

જેમને અવારનવાર એસિડિટી-અમ્લપિત્ત, હાથ-પગના તળિયામાં બળતરા, આંખો અને છાતીમાં બળતરા થતી હોય તેમણે રોજ રાત્રે એક પાકેલું સીતાફળ છત પર ઝાકળમાં મૂકવું અને બીજે દિવસે સવારે નરણાં કોઠે ખાઈ જવું. પિત્તની બધી તકલીફો શાંત થઈ જશે.

સીતાફળ અનેક બીમારી દુર ભગાડે

● સીતાફળનું સેવન અસ્થમાથી બચાવી રાખે છે.
● સીતાફળમાં કોપર અને ફાઈબરની માત્ર હોવાથી તે પાચન શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે.
● બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે.
● સીતાફળના પાનનો રસ કે ઉકાળો ડાયાબિટીસના રોગી માટે સારો છે.
● સીતાફળ ખૂબ ઠંડા છે. તે ઉલ્ટી રોકનાર છે.
● સીતાફળ વજન વધારવા માટે ઉપયોગી છે.

સીતાફળનો ઉપયોગ કરતા સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

પાચન શક્તિ નબળી હોય, શરદી હોય અને બેઠાડું જીવન હોય તેમણે સીતાફળનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો જોઈએ. જો પચે નહીં તો સીતાફળ લાભને બદલે નુકસાન કરે છે. વળી, સીતાફળ બહુ ખાવાથી વાયુ કરે છે અને શરદી થઈને તાવ આવે છે. રોજ એક થી બે પાકા સીતાફળ ખાવા સ્વાસ્થ્યને માટે અનુકૂળ રહે છે.

સંકલન – ઈલ્યાસભાઈ

ગુજરાતના સૌથી લોકપ્રિય ફેસબુક પરિવાર “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં જરૂર લખજો, જે હંમેશા અમારા માટે પ્રેરણાદાયી બની રહેશે.

Leave a Reply

error: Content is protected !!