શિયાળો આવે અને ગુજરાતીઓ ના ઘરે મસાલેદાર અડદિયા પાક બને જ બને !

અડદિયા એ ગુજરાતમાં શિયાળામાં ખવાતો લોકપ્રિય પાક છે, અડદમાં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે, આયુર્વેદમાં અડદને ગરમ પ્રકૃતિનું કઠોળ ગણવામાં આવે છે, વળી તેમાં ગરમ ગણાતા વસાણા પણ નાખવામાં આવે છે, માટે શિયાળાની ઋતુમાં તો અડદિયા ખાવા જ જોઈએ, તો ચાલો આજે આપણે અડદિયા બનાવીશું

શિયાળામાં ગુજરાતીઓ અડદની દાળમાંથી ગુણકારી અડદિયા બનાવે…તેને કેવીરીતે બનાવાય તેની વાત કરીએ.

પહેલા તેની સામગ્રીનું લીસ્ટ જોઈ લઈએ

 •     ૫૦૦ ગ્રામ અડદની દાળ
 •     ૪૦૦ ગ્રામ  ઘી
 •     ૫૦૦ ગ્રામ  ખાંડ
 •     ૧૦૦ ગ્રામ  કાજુ
 •     ૧૦૦ ગ્રામ બદામ
 •     ૧૦ નંગ એલચી , ૫ નંગ લવિંગ ,૮ થી ૧૦ નંગ તજ , નાનો ટુકડો સુંઠ
 •     ૧૦૦ ગ્રામ ગુંદ
 •      ૧   કપ  દૂધ

ચાલો બનાવીએ અડદિયા…

 •   અડદનો લોટ મોટા વાસણમાં લો .
 •   દૂધ જરા ગરમ કરી તેમાં એક ચમચો ઘી નાંખીને હલાવો .
 •   હવે આ મિશ્રણ ને લોટમાં નાંખો અને બંને હાથ વડે લોટમાં મિલાવો
 •   ઘણું મહત્વનું કામ તમે કરી લીધું  હવે મોટા લોયામાં ઘી ગરમ કરવા મૂકો.
 •   ગરમ ઘીમાં અડદનો લોટ નાંખી ધીમે ધીમે હલાવો .
 •   ગેસ ધીમો રાખી હલાવવું .
 •   લોટનો કલર એકદમ લાલાશ પડતો થાય એટલે ગેસ બંધ કરાવો.
 • ખાંડ એક તપેલી માં લઇ ખાંડ  ડૂબે તેટલું પાણી નાંખી ગેસ પર મુકવું.

 •   એ પણ ધીમા તાપે કરવું
 •   ચાસણી તૈયાર થઇ ગઈ છે એ જોવા માટે જરા ચાસણી લઇ તાર બને છે કે નહી જોવું. તાર      તૂટે નહી તેવો બને એટલે ચાસણી તૈયાર .
 •   ચાસણી ને બાજુ પર રાખી દો.
 •    હવે સુકું પીસવાના જાર માં ગુંદ , ફોલેલી એલચી , તજ ,લવિંગ ,સુંઠ (નાની કરી ને)નો    બારીક ભૂકો કરી લો .
 •    આ ભૂકા ને  સેકાયેલા લોટ માં નાંખી દો .
 •    બદામ અને કાજુ ના નાના ટુકડા કરી લોટ માં મિલાવી દ્યો.
 •   છેલ્લે  ચાસણી નાંખી ને હલાવો .

આ તૈયાર થઇ  ગયો અડદિયો…!

ઓહ એને સરસ રીતે વાળી લ્યો . તેને ડબ્બા માં ભરી લો .

ઘરે બનાવેલા અડદિયા નો સ્વાદ અનેરો હોય છે . ખાસ વાત એકે ઘણા લોકો ગુંદ ને ઘી માં તળીને લોટ માં મિલાવતા હોય છે .પણ તળેલો ગુંદ દાંત માં ચોટે એટલે અહી બધાં મસાલા સાથે ભૂકો કર્યો છે

અડદિયા ને ગરમ કરી ને પીરસીએ તો તાજે તાજો અડદિયો ખાતા હોય તેવું લાગે છે.અડદિયા ખાઈ ને સ્વાસ્થ્ય સારું કરીએ.

સાભાર – ઘરકાભોજન બ્લોગ

ગુજરાતી રેસીપી તમે લોકપ્રિય ગુજરાતી ફેસબુક પેઈજ ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર વાંચી રહ્યા છો.

Leave a Reply

error: Content is protected !!