શું તમે પણ અન્ડરવેર ને બીજા વસ્ત્રોની સાથે જ ધોવો છો? – વાંચો શું થઇ શકે છે?

ભારતીય લોકો જેટલા રોમેન્ટિક અને શોખીન છે એટલાં જ શરમાળ પણ છે. સામાન્ય રીતે આપણે અન્ડરવેરની ખરીદી થી લઇને અન્ડરવેરને ધોઈને સૂકવવા સુધી શરમ-સંકોચ અનુભવીએ છીએ. જો કે, આંતર-વસ્ત્ર પણ આપણાં બાહ્ય કપડા જેવા જ અને આપણાં શરીરનાં રક્ષણ માટે જ છે. તેથી કોઇપણ પ્રકારનાં સંકોચ વગર શરીરની અનુકૂળતા મુજબ યોગ્ય અન્ડરવેરનો ઉપયોગ કરવો જોઈએ. તો ચાલો જાણીએ આંતર-વસ્ત્ર પહેરવાનાં ફાયદા અને આંતર-વસ્ત્ર ધોવાની સાચી રીત.

આંતર-વસ્ત્ર પહેરવાનાં ફાયદા
● શરીરની આંતરિક સ્વચ્છતા માટે અન્ડરવેર પહેરવા જોઈએ.
● અન્ડરવેર પહેરવાથી બાહ્ય કપડાનું ફિટીંગ અને શરીરનો શેપ જળવાઈ રહે છે.
● અન્ડરવેરથી પરસેવાની સમસ્યા ઓછી થાય છે.

અન્ડરવેર ધોતી વખતે ખાસ ધ્યાન રાખો

સંશોધન મુજબ આપણાં રોજિંદા કપડાંની સાથો-સાથ અન્ડરવેર ધોવા જોઈએ નહીં. કારણ કે, આંતરિક વસ્ત્ર આપણા શરીરના એવા ભાગ સાથે જોડાયેલ હોય છે જ્યાંથી આપણે મળ-મૂત્ર ત્યાગીએ છીએ. એવામાં તે કપડામાં ઇન્ફેકશન-જીવાણુ હોવાની શક્યતા વધું હોય છે.

જો રોજિંદા પહેરવાના કપડા સાથે અન્ડરવેર ધોઈએ તો એનું ઇન્ફેકશન-જીવાણુ આપણાં રોજિંદા કપડાને અસર કરી શકે, જેનાથી ચામડીનાં રોગ, દુર્ગંધ અને ચેપી રોગ થવાનો ભય રહે છે. વળી, નાના બાળકો અને વૃદ્ધ લોકોની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે જેથી એમને ઈન્ફેક્શન થવાની શક્યતા વધી જાય છે. તેથી જ્યારે પણ અન્ડરવેર ધોવો ત્યારે એને બીજા કપડાથી દુર રાખીને ધોવો. જેથી ઘરમાં બધાંનું સ્વાસ્થ્ય જળવાઈ રહે.

આંતર-વસ્ત્ર ધોવાની સાચી રીત
● અન્ડરવેરને આપણાં રોજિંદા કપડાથી દૂર રાખીને ધોવા
● અન્ડરવેરને પહેલા ગરમ પાણીમાં પલાળી દો.
● અન્ડરવેરને કાઢ્યા બાદ બને એટલાં જલ્દી ધોઈ નાખવા જોઈએ. વધારે દિવસ પડ્યા રહેવાથી દુર્ગંધ આવશે.
● ઘરમાં કોઈ બીમાર હોય તો તેમના કપડા અને અંડર ગારમેન્ટ સૌથી જુદા ધોવા જોઈએ જેનાથી એક બીજાના કપડામાં જંતુઓ લાગવાનો ડર ન રહે અને ઈન્ફેકશનથી બચી શકાય.
● અન્ડરવેર કપડાને ધોઈને તડકે સૂકવવા જોઈએ.
● યોગ્ય સાબુ અને પાવડરનો ઉપયોગ કરો.

સંકલન – ઈલ્યાસભાઈ

ગુજરાતના સૌથી લોકપ્રિય ફેસબુક પરિવાર “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં જરૂર લખજો, જે હંમેશા અમારા માટે પ્રેરણાદાયી બની રહેશે

Leave a Reply

error: Content is protected !!