સૂર્ય દેવને જળ અર્પણ કરવાની સાચી પદ્ધતિ વાંચો – નહિ તો થઇ શકે છે ઘણા નુકશાન

મહાભારતમાં કથા છે કે, કર્ણ નિયમિત સૂર્યની પૂજા કરતો હતો અને જળ અર્પણ કરતો. સુર્યની પૂજા વિશે ભગવાન રામની કથા પણ મળી આવે છે, શ્રી રામ પણ સૂર્ય દેવને જળ અર્પણ કરતા. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે, સૂર્ય દેવને જળ ચઢાવવું જોઈએ. સૂર્ય દેવને જળ અર્પણ કરવાથી ઘણાં ફાયદા થાય છે, પણ જળ અર્પણ કરવાની સાચી પદ્ધતિ પણ જાણી લેવી જોઈએ.

સૂર્ય દેવને જળ અર્પણ કરવાની સાચી પદ્ધતિ

પ્રાચીન કાળથી જ ભારતીય ઋષિ-મુનિ સૂર્યોદય સમયે સૂર્યની પૂજા-અર્ચના અને જળ અર્પણ કરતા આવ્યાં છે. તેઓ સૂર્ય દેવને પોતાના બન્ને હાથ વડે તાંબાનાં પાત્રથી જળ ચઢાવતા. સૂર્ય બધાં જ ગ્રહોનાં રાજા છે. ઋગ્વેદમાં કહેવામાં આવ્યું છે કે — सूर्यात्मा जगत स्तस्थुषश्च ऋग्वेद 1/११५।

સૂર્યોદય સમયે સૂર્યના પહેલાં કિરણો સાથે જળ અર્પણ કરવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

સૂર્યોદય પહેલા સ્નાન કરી લેવું જોઈએ અને ત્યારબાદ ઉગતા સૂર્યની સામે આસન પાથરીને એનાં પર ઉભા રહો. તાંબાનાં વાસણમાં પવિત્ર જળ લેવું. રક્ત ચંદન યુક્ત લાલ ફુલ, ચોખા વગેરે તાંબાનાં વાસણમાં રાખો. સૂર્ય જળ આપતા સમયે તમારુ મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. બન્ને હાથ વડે તાંબાનું વાસણ પકડીને જળ ચઢાવવું જોઈએ અને સૂર્ય સામે પાણીની ધાર એવી રીતે કરવી કે, એ પાણીની ધારમાં સૂર્યનાં કિરણો દેખાય.

ત્યારબાદ બન્ને હાથ વડે જળ અને જમીનને સ્પર્શ કરી કપાળે, આંખે અને કાન અને ગરદન નો સ્પર્શ કરી ભગવાન સૂર્ય દેવને પ્રણામ કરો.

સૂર્ય દેવને જળ અર્પણ કરતા સમયે નીચે મુજબ મંત્ર જાપ કરવો.

ॐ ऐहि सूर्य सहस्त्रांशों तेजोराशे जगत्पते। अनुकंपये माम भक्त्या गृहणार्घ्यं दिवाकर:।।
ॐ ह्रीं ह्रीं सूर्याय, सहस्त्रकिरणाय। मनोवांछित फलं देहि देहि स्वाहा :।।
ऊँ सूर्याय नमः।
ऊँ घृणि सूर्याय नमः।
‘ऊं भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात।
જળ અર્પણ બાદ જમણા હાથની આંગળી દ્રારા ચારે-બાજુ પાણી છાંટો. પોતાનાં સ્થાન પર જ ત્રણ વખત ફરીને પરિક્રમા કરવી જોઈએ. અંતમાં આસન ઉઠાવીને એ સ્થાનને વંદન કરો.

જળ અર્પણ સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબત

જે રસ્તા પર માણસોની આવન-જાવન હોય એવી જગ્યા પર પાણી ન ચઢાવવું. સૂર્ય દેવને જે જળ અર્પણ કર્યે એ જળ આપણાં પગને ન અડકે એનું ખાસ ધ્યાન રાખવું. બની શકે તો જળ ધારા નીચે એક ખાલી વાસણ મુકી દેવું જોઈએ અને પછી એ પાણી કોઈ ફુલ-છોડને આપી દેવું. જળ અર્પણ વિધી જ્યાં કરો એ જગ્યા સ્વચ્છ અને પવિત્ર હોવી જોઈએ.

સૂર્ય દેવને જળ અર્પણ કરવાનાં ફાયદા 

● જેની કુંડળીમાં અશુભ ગ્રહોનો પ્રભાવ હોય એમણે કાયમી સૂર્ય દેવને જળ અર્પણ કરવાથી અવશ્ય લાભ થશે.
● સવાર-સવારમાં કૂણો સૂર્ય પ્રકાશ મળવાથી વિટામિન-ડી પ્રાપ્ત થશે.
● નોકરી-ધંધામાં કોઈ સમસ્યા હોય તો સૂર્ય પૂજા કરવાથી બધી મુશ્કેલીનો નાશ થાય છે.
● સ્વાસ્થ્ય લાભ માટે સૂર્ય ઉપાસના કરવી જોઈએ.
● કોઈપણ પ્રકારનાં ચામડી રોગમાં આદિત્ય હ્ર્દય સ્તોત્રનો પાઠ કરવાથી ફાયદો થાય છે.
● સૂર્ય દેવને જળ અર્પણ કરવાથી સૂર્ય દેવની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે.
● નિયમિત સૂર્ય દેવને જળ અર્પણ કરવાથી સૂર્ય દેવ પ્રસન્ન થાય છે અને ધન, ઉત્તમ સ્વાસ્થ્ય, દિર્ઘાયુ, સંતાન-સુખ, મિત્ર, માન-સન્માન, યશ, સૌભાગ્ય અને વિદ્યા પ્રદાન કરે છે.

સંકલન – ઈલ્યાસભાઈ

Leave a Reply

error: Content is protected !!