સોનું ખરીદતા હો તો આ જરૂર વાંચજો – તમારું સોનું નબળી ગુણવતાનું હોઈ શકે છે

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

સરકાર આવતા વર્ષથી સોનાના દાગીનાના વેચાણ માટે હૉલમાર્ક સર્ટિફિકેશન જરૂરી કરવાના છે. ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને આ માહિતી આપી. પાસવાને કહ્યું કે તમામ સોનાની પ્રોડક્ટ્સ પર જાન્યુઆરીથી હૉલમાર્ક સર્ટિફિકેટ હોવું જોઇએ. મોટાભાગે ભારતીય લોકો સોનાની શુદ્ધતાને કેરેટના હિસાબથી સમજે છે, આથી સોનાના દાગીના પર 916 માર્કની સાથે કેરેટ વેલ્યુ પણ નોંધાશે.

ગ્રાહક બાબતોના મંત્રીએ આ વાત બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ દ્વારા આયોજીત કોન્ફરન્સ ઑન વર્લ્ડ સ્ટાન્ડર્ડ્સ ડે ના અવસર પર કરી. તેમણે કહ્યું કે દેશમાં વેચાનાર સોનું 14, 18, અને 22 કેરેટનું હશે. પાસવાનના મતે અત્યારે લોકો જે સોનાના દાગીના ખરીદે છે, તેની ગુણવત્તા જાણી શકતા નથી.

પાસવાને કહ્યું કે કેટલીક જ્વેલરીમાં હૉલમાર્કનો ઉપયોગ કરાય છે, પરંતુ તેનાથી ગ્રાહકોને સ્પષ્ટપણે જ્વેલરીની ગુણવત્તા ખબર પડતી નથી. આ સિવાય ગ્રાહક બાબતોના મંત્રી પાસવાન એ કહ્યું કે પ્રસ્તાવિત નિયમોની અંતર્ગત હૉલમાર્કમાં જ્વેલરીમાં પ્રયોગ થયેલા સોનાના કેરેટ પણ નોંધાશે.

સોર્સ: સંદેશ

Leave a Reply

error: Content is protected !!