હમણાં જેની ધરપકડ થઇ એ સાઉદી પ્રિન્સ ની ગ્લેમરસ દીકરી લાગે છે બીજી કિમ કાર્દશિયન

તાજેતરમાં જ જે સાઉદી અરેબિયાના પ્રિન્સ ની ધરપકડ કરવામાં આવી છે એવા અલ વાલીન બિન તલાલ સાઉદી અરેબિયાના સૌથી અમીર વ્યક્તિ ગણાય છે. એક સમાચાર મુજબ, વિદેશોમાં તે સાઉદી રોયલ ફેમિલીનો ચહેરો છે. ફોર્બ્સના મળેલા રીપોર્ટ અનુસાર, તલાલ 28 અબજ ડોલરના માલિક છે. તે આરબ જગતના પણ સૌથી ધનિક વ્યક્તિ છે. તલાલ દુનિયાભરમાં પોતાની રોયલ લાઇફસ્ટાઇલ માટે ઓળખાય છે.

પ્રિન્સ તાલાલ ખુબ જ હોંશિયાર બિઝનેસમેન છે
તલાલને હોંશિયાર બિઝનેસમેન પણ માનવામાં આવે છે. તેમની વેન્ચર કેપિટલ કંપની કિંગડમ હોલ્ડિંગની પાસે ટ્વિટર, એપલ, સિટીગ્રુપ અને ઇ-બે જેવી દુનિયાભરની જાણીતી કંપનીઓમાં હિસ્સેદારી છે. આ બધી કંપનીઓના કિંગડમ હોલ્ડિંગની પાસે અંદાજે 5-5 ટકા શેર છે. દુનિયાભરમાં મશહૂર બેનક્યૂ સાઉદી ફ્રાન્સીમાં તેમની પાસે 31 ટકા હિસ્સેદારી છે. તલાલના પિતા 1960 ના દશકમાં સાઉદી અરેબિયાના નાણાં પ્રધાન હતા. 2008માં સિટી ગ્રુપ જ્યારે મંદીનો માર વેઠી રહ્યું હતું ત્યારે તલાલ તેમાં પોતાની હિસ્સેદારી વધારી રહ્યા હતા. મંદી પછી જ્યારે સિટી ગ્રુપ રિવાઇવ થયું તો પ્રિન્સની સંપતિમાં ઝડપથી વધારો થયો.

પ્રિન્સ તાલાલનો પરિવાર હમેશા ચર્ચામાં રહ્યો છે
– સાઉદી પ્રિન્સ તલાલ ઘણી જ લકઝરી લાઇફસ્ટાઇલના શોખીન ગણાય છે.
– તેમણે અત્યાર સુધી 4 લગ્ન કર્યા છે. તેમની ચોથી વાઇફ પ્રિન્સેસ અમીરા ઘણી ઘણી જ ગ્લેમરસ છે.
– જો કે હવે તે અલગ થઇ ગયા છે. પ્રિન્સ તલાલની પુત્રી પ્રિન્સેસ રીમ પોતાના ગ્લેમર માટે આખા સાઉદી અરેબિયામાં ફેમસ છે.
– સોશ્યલ મીડિયામાં રીમને બીજી કિમ કાર્દશિયન કહેવાય છે. રીમ પ્રોફેશનલ ફોટોગ્રાફર છે.
– તે સાઉદી અરબની રાજધાની રિયાધ ઉપરાંત પેરિસમાં પણ રહે છે.
– સાઉદી જેવા કટ્ટર ઇસ્લામિક દેશની પ્રિન્સેસ હોવા છતાં રીમ ખુલ્લા વિચારોની ગણાય છે

 

Leave a Reply

error: Content is protected !!