માત્ર 15 વર્ષના છોકરાંએ બનાવ્યું એવું મશીન કે, લાખો લોકોના જીવ બચી જશે

काम इतनी शांति से करो कि सफलता शोर मचा दे.

જી હા મિત્રો, ઉપર રહેલ વાક્ય આકાશ મનોજ નામના એક બાળકને એકદમ લાગુ પડે છે. એણે એવું મશીન બનાવ્યું છે કે, બધી બાજુ એની ચર્ચા છે…ચાલો વધું જાણીએ.

મિત્રો, તમે આવા વાક્ય અવાર-નવાર સાંભળ્યા હશે કે,

“અરે ! હમણાં તો પેલા ભાઈ મારી સાથે જ હતાં, જરીક વારમાં તેઓને શું થઈ ગયુ? શું થયુ કે ગુજરી ગયા ?”

“ગઇકાલે જ અમે સાથે જમ્યા એક દિવસમાં શું થઈ ગયું ?” આવા શબ્દો દ્રારા આપણે આપણાં સગા-સંબંધીઓનાં મૃત્યું માટે દુઃખ વ્યકત કરતાં હોઈએ છીએ.

હકીકત એવી છે કે, હાલની ઝડપી દુનિયામાં સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ વધી રહી છે. શરીરમાં વધતી જતી કેટલીએ સમસ્યાઓને હંમેશા આપણે અવગણતા હોઈએ છીએ. આપણું શરીર વધતી તકલીફોના સંકેત તો આપણને આપતું જ રહે છે પણ આપણે તેને સમજી નથી શકતા અને ત્યાર પછી સ્થિતિ ગંભીર બની જાય છે. શરીરમાં આવી કેટલીએ સમસ્યાઓ છાની-માની આવે છે જેની જાણ આપણને ખૂબ મોડે થાય છે. આવી જ એક ગંભીર સમસ્યા છે ‘સાઈલેન્ટ હાર્ટ એટેક.’

હ્ર્દય હુમલાની ઘટનામાં 35-40 ટકા કીસ્સા સાઇલેન્ટ હાર્ટ એટેકના હોય છે. આ સાઈલેન્ટ હાર્ટ અટેકને કારણે ખબર જ નથી પડતી કે, જીવતો-જાગતો માણસ ક્યારે ઈતિહાસ બની ગયો…

આ સમસ્યાથી બચવા માટે તામીલનાડુના વતની એવા 15 વર્ષની ઉંમરના આકાશ મનોજ નામના એક ભારતીય બાળકે એવુ મશીન બનાવ્યું છે જે સાયલન્ટ હાર્ટએટેકને ઓળખી અને આગાઉથી એની જાણ કરી શકે.

આકાશ મનોજ પોતાની શોધ વિશે જણાવે છે કે, એક સ્વસ્થ દેખાતો વ્યક્તિ જેમાં હાર્ટ એટેક સાથે જોડાયેલા કોઈ જ લક્ષણ ન દેખાતા હોય છતાં પણ તે સાઇલેન્ટ હાર્ટ એટેકનો શિકાર બની શકે. આકાશનાં દાદા સાથે આવું જ થયું હતુ.

સંશોધન માટે આકાશને પ્રેરણા મળી

આકાશને એના દાદા સાથે ખૂબ મનમેળ હતો. દાદાજીને હાઇ બ્લડપ્રેસર અને ડાયાબીટીસ હતુ પણ તબીયત ખૂબ સારી હતી. એકવખત આકાશના દાદાનું અચાનક આવેલા હદયરોગના હુમલાને કારણે અવસાન થયુ. હાર્ટએટેક સાવ અચાનક આવ્યો આથી યોગ્ય સારવાર આપવામાં આવે તે પહેલા જ દાદાનું અવસાન થયુ. દાદાની વિદાયથી આકાશ દુ:ખી થયો.

હાર્ટએટેક માટેના બાહ્ય લક્ષણો જેવા કે છાતીમાં દુ:ખાવો થાય, ડાબા હાથમાં દુ:ખાવો થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે..વગેરેને કારણે માણસને એટેકની ખબર પડી જાય અને કદાચ સમયસર સારવાર મળી જતા માણસ બચી પણ જાય. પણ ઘણી વખત આવા બાહ્ય લક્ષણો જોવા મળતા નથી પણ હ્ર્દય ચોક્કસ પ્રકારના સિગ્નલ આપતું હોય છે જો હ્ર્દયના આ શાંત સિગ્નલને ઓળખી શકાય તો માણસની સમયસર સારવાર થઇ શકે અને એનો જીવ બચાવી શકાય.

આકાશ મનોજ નાનો હતો ત્યારથી એને મેડીકલ સાયન્સના પુસ્તકો વાંચવા ખૂબ ગમતા હતા. જ્યારે એ 8માં ધોરણમાં ભણતો હતો ત્યારે 13 વર્ષની વયે એ મેડીકલ સાયન્સના જર્નલ વાંચવા માટે બેંગ્લોરની નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સની લાઇબ્રેરીમાં નિયમીત રીતે જતો હતો.

10માં ધોરણમાં અભ્યાસ કરનારા આ છોકરાને મેડીકલ સાયન્સમાં પહેલેથી રસ પડતો હોવાથી એણે આ બાબતે સંશોધન શરુ કર્યુ. આકાશ મનોજનું એક ધ્યેય હતુ કે મારે એવુ સાધન બનાવવું છે જે સાયલન્ટ હાર્ટએટેકને ઓળખી અને એની જાણ કરી શકે. સામાન્યમાં સામાન્ય માણસ પણ એનો ઉપયોગ કરી શકે એવું સસ્તુ પણ બનાવવું છે જેથી લાખો લોકો એનું અમૂલ્ય જીવન બચાવી શકે.

આ મશીનથી કેટલાં સમય પહેલાં સાઇલેન્ટ હાર્ટ અટેકની જાણ થાય છે?

આકાશે ખૂબ મહેનત કરીને એક ચીપ તૈયાર કરી છે. આ ચીપને હાથના કાંડા પર અથવા તો કાન પર લગાડવાની. ચીપમાં રહેલ પોસીટીવ ઇલેક્ટ્રીકલ તરંગો હ્ર્દયમાંથી ઉત્પન્ન થતા FABP3-પ્રોટીન નામના નેગેટીવ પ્રોટીનને પોતાના તરફ ખેંચે જ્યારે નેગેટીવ પ્રોટીનની માત્રા વધી જાય ત્યારે તે પેલી કાંડા પર લગાવેલી ચીપ પરથી ખબર પડી જાય. આ સાયલેન્ટ હાર્ટએટેક આવવાના લક્ષણો છે જો 6 કલાકમાં માણસને યોગ્ય સારવાર આપી દેવામાં આવે તો એનું અમૂલ્ય જીવન બચાવી શકાય. આકાશનું આ યંત્ર 6 કલાક પહેલા સાઇલેન્ટ હાર્ટ એટેકની જાણ આપી દે છે. 15 વર્ષના આ બાળકે શોધેલા ‘સાયલેન્ટ હાર્ટએટેક’ને ઓળખનારા આ યંત્રનું પરીક્ષણ ચાલી રહ્યુ છે.

આ મશીનની કિંમત કેટલી હશે ?

2018 સુધી આ ડિવાઈઝ માત્ર 900 રૂપિયામાં લોકો માટે ઉપલબ્ધ થવાની આશા છે. આકાશ ઇચ્છે છે કે ભારત સરકાર તેને મંજૂરી આપે કારણ કે પ્રાઇવેટ સેક્ટરમાં જવાથી તેનું આટલું મહત્ત્વ નહીં રહે. તે ટુકં જ સમયમાં આ યંત્રના પેટન્ટ માટે નોંધણી કરાવશે.

વર્ષ 2013માં તેણે નાસા સ્પેસ સેટલમેન્ટ કોન્ટેસ્ટમાં પણ ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિ ભવનના કાર્યક્રમ હેઠળ ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજીના BIRAC એ આ પ્રોજેક્ટ માટે આકાશને 1 લાખ રૂપિયાની સ્કોલરશિપ આપી છે. આકાશ AIIMS માંથી કાર્ડિયોલોજીનો અભ્યાસ કરવા માગે છે.

अगर किसी चीज़ को दिल से चाहो तो पूरी कायनात उसे तुमसे मिलाने में लग जाती हैं.

દોસ્તો ! આ અનોખુ યંત્ર કેટલાયને નવજીવન આપશે. આ નાનકડા છોકરાંને કરોડો સલામ.

સંકલન – ઈલ્યાસભાઈ

Leave a Reply

error: Content is protected !!