‘મારો પુત્ર શહીદ નથી,ફરજ પર ગયો છે,હવે પાછો નહિં ફરે’: શહીદના પિતાના શબ્દો

મારોપુત્ર ફરજ ઉપર ગયો છે, તે ક્યારેય પાછો નહીં ફરે એવું 2008માં મુંબઇ ખાતે 26/11ના હુમલામાં મહત્ત્વની ભૂમિકા અદા કરનાર ગોપાલસિંહ ભદોરિયાના પિતા મુનિમસિંહ ભદોરિયાએ divyabhaskar.com સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. ગોપાલસિંહ ભદોરિયા ફેબ્રુઆરી 2017માં જમ્મુ ખાતે એક મિશનમાં શહીદ થયા હતા. 26/11ના ઓપરેશનના ચાર દિવસ બાદ ઘરમાં પ્રસંગ હતો. દિકરો પ્રસંગમાં આવશે કે નહીં તે ચિંતામાં તેના પિતા અને કુટંબીજનો બે દિવસ સુધી ટી.વી.ની સામે બેસી રહ્યાં હતાં. શહીદ ગોપાલસિંહ ભદોરિયાએ વડોદરા જિલ્લાના ડભોઇમાં રહીને તેમનું ધોરણ ૧૨ સુધીનું ભણતર પૂરું કર્યું હતું.

કેપ્ટને ગોપાલને કહ્યું હતું કે અબ આગેકા તુમ સંભાલના

2008માં મુંબઈમાં થયેલા આતંકી હુમલામાં આતંકીઓ સાથેની મૂઠભેડમાં અને બચાવ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવનાર ગોપાલસિંહ ભદોરિયા ફેબ્રુઆરી 2017માં જમ્મુમાં શહીદ થયા હતા. તેના પિતા સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે, કેપ્ટન ઉન્નીક્રિષ્નનના નેતૃત્વ હેઠળ કરાયેલા 26/11 મુંબઈ હુમલાના ઓપરેશનમાં ગોપાલસિંહ ભદોરિય કેપ્ટન ઉન્નીક્રિષ્ન્નન સાથે હતા. બચાવ કામગીરી દરમિયાન કેપ્ટન ઉન્નીક્રિષ્ન્નન ઘાયલ થવાથી ગોપાલ તેમને ઉંચકીને નજીકની એમ્બ્યુલન્સ સુધી લઈ ગયા હતા. કેપ્ટને ગોપાલને કહ્યું હતું કે અબ આગેકા તુમ સંભાલના.

ડભોઇમાં રહીને તેમનું ધોરણ ૧૨ સુધીનું ભણતર પૂરું કર્યું

ગોપાલસિંગ ભદોરિયાએ વડોદરાના ડભોઇમાં રહીને તેમનું ધોરણ ૧૨ સુધીનું ભણતર પૂરું કર્યું હતું. 26/11 ના હુમલા વખતે તેઓ એન.એસ.જી કેમ્પમાં ટ્રેનિંગ લઈ રહ્યા હતા. ઘરમાં લગ્નનો માહોલ હોવાથી તેમણે ઘરવાળાને જાણ કરી હતી કે, તેઓ ઓપરેશનમાં છે. પિતાને ફોન કરીને કહ્યું હતું કે હું દેશ માટે છું, મારી ચિંતા કરશો નહીં. ગોપાસિંહ ભદોરિયા ફેબ્રુઆરી 2017માં જમ્મુના કુપવાડા ખાતે ચાર આતંકીઓને ઠાર કરીને શહીદ થયા હતા.

સોર્સ: દિવ્યભાસ્કર

Leave a Reply

error: Content is protected !!