મિસ વર્લ્ડ 2017 માનુષી છીલ્લરનો આ વાઈરલ થયેલો વિડીયો જોવાનું ચૂકશો નહિ

માનુષીનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

માનુષી છિલ્લરે મિસ વર્લ્ડ 2017નું ટાઈટલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. 17 વર્ષ બાદ પહેલી વાર કોઈ ભારતીય સુંદરીએ આ બહુમાન મેળવ્યું છે, ત્યારે 20 વર્ષની આ ભારતીય સુંદરીનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

દીપિકાના સોંગ પર કરી રહી છે ડાન્સ

આ વીડિયોમાં માનુષી દીપિકા પાદુકોણના સુપરહિટ સોંગ ‘નગાડા સંગ ઢોલ બાજે..’ પર ડાન્સ કરી રહી છે. આ સોંગ રામ-લીલા મૂવીનું છે, અને માનુષીએ આ સોંગ પર કરેલા ડાન્સનો વીડિયો હવે વાયરલ થયો છે.

દીપિકાના સ્ટેપ્સને ડિટ્ટો કોપી કર્યા

આ વીડિયોમાં માનુષીએ પોતાની ડાન્સિંગ સ્કીલ્સ પણ બતાવી છે. મિસ ઈન્ડિયાનું ટાઈટલ પણ જીતી ચૂકેલી માનુષી આ વીડિયોમાં અન્ય ગર્લ્સ સાથે દીપિકાના સ્ટેપ્સને ડિટ્ટો ફોલો કરી રહી છે.

ટ્રેઈન્ડ ડાન્સર છે માનુષી

https://www.youtube.com/watch?v=8lHSyPQ04Fc

ટ્રેડિશનલ ઈન્ડિયન આઉટફીટમાં સોહામણી લાગતી માનુષીનો આ ડાન્સ જજીસને જ નહીં, તેના ચાહકોને પણ ડોલાવી દે તેવો છે. ઘણા ઓછા લોકોને એ વાતની ખબર હશે કે માનુશી કુચિપુડી ડાન્સમાં નિપૂણ છે, અને તે કૌશલ્યા રેડ્ડી તેમજ રાજા-રાધા રેડ્ડી પાસેથી તે ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ પણ શીખી છે. માનુષી 18 નવેમ્બરના રોજ મિસ વર્લ્ડ બની હતી. આ ખિતાબ જીતનારી તે છઠ્ઠી ભારતીય સુંદરી છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર માણેલી આ પોસ્ટ જો તમને ગમી હોય તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરો.

Leave a Reply

error: Content is protected !!