ખંભાળિયાનું મિલન રેસ્ટોરન્ટ કે જ્યાં સ્ટાફ ને વર્કર્સ નહિ પરિવાર ગણવામાં આવે છે

તમે કોઈએ સાંભળ્યું છે કે કોઈ રેસ્ટોરન્ટ રવિવારે અને બધાજ તહેવારોના દિવસે બંધ રહેતી હોય ?
(ધમ-ધોકાર ચાલતી હોવા છતાં પણ)

ખંભાળિયા જેવા નાના ગામમાં આ રેસ્ટોરન્ટ આવેલી છે, નામ છે ‘મિલન ‘.

અમે છેલ્લા ૧૨ વરસથી વરસમાં ૩-૪ વખત દ્વારકા જઈએ તો વળતા ખંભાળિયા જઈએ જ મિલન માં જમવા માટે .
પરંતુ ૯૯ % રવિવાર જ હોય અથવા તહેવાર હોય અને મિલન બંધ હોય એટલે ત્યાં ‘મપારા’ કરીને એક બીજી રેસ્ટોરન્ટ છે ત્યાં જમી લઈએ.
(મપારા પણ સારી રેસ્ટોરન્ટ છે )

પરંતુ આ વખતે ગુરુવાર હોવાથી ‘મિલન’ ખુલ્લું હતું તો જમવાનો મોકો મળી ગયો..

જમ્યા પછી ખાલી ડીશ ઉપાડતા એક કાકાને અમે પૂછ્યું કે માલિક કોણ છે?? અમારે મળવું છે .

એ કાકા કઈ બોલ્યા વિના જતા રહ્યા .
થોડી વારમાં અમારું જમવાનું પત્યું એટલે અમારી બાજુમાં આવીને એ કાકા બેઠા અને પૂછ્યુ કે
“બોલો શું કામ હતું ? હું જ માલિક છું”

અમે એમની સામે જોયા જ કર્યું .

એ કહે “સાચું કહું છું,
હું જ છું બોલો ?”

” કાકા વરસોથી જોતા આવીએ છે ”
મિલન રવિવારે અને તહેવારના દિવસે કેમ બંધ જ હોય??
કેમ આવું ?
અને કેટલા માણસો જમે રોજ અહીં ?”

કાકાએ વાતો કહી એ . .

” રવિવારે અને બીજા તહેવારોએ ગામના બધા લોકો આનંદ માણતા હોય અને
મારા દીકરાઓ (નોકરો) અહીં કામ કરે એ મને ન ગમે..

એમને પણ ઘર-પરિવાર હોય. એમને પણ આ બધી મજા માણવાનું મન હોય.
અહીં રોજના
1000 થી 1200 લોકો જમવા આવે.

સવારે 11 થી 3.30 અને
સાંજે 7 થી 10.30
આ અમારો સમય .

નોકરો મારા દીકરા જેવા છે. જે પણ કામમાં
થોડી અવ્યસ્થા જણાય કે
જરૂર લાગે, ત્યાં હું જોડાઈ જાઉં, પછી ભલે એંઠી ડીશ લેવાનું કામ હોય તો પણ..

એક
વાસણ સાફ કરતા છોકરાને કાકાએ બુમ પ|ડીને બોલાવ્યો.
“બેટા તારો પગાર કેટલો છે? કહે જોઉં, આ ભાઈને”

છોકરાએ 350 રૂ રોજ કહ્યું અને જતો રહ્યો ( !! )

“હું રેસ્ટોરન્ટ આ લોકો માટે જ ચાલવું છું
મારા માણસોને
350 થી લઈને 1100 રૂ રોજ આપું છું”

(જે ખુબ જ વધુ કહેવાય)

અને, બંને સમય અહીં જ જમવાનું.
રેસ્ટોરન્ટમાં ગ્મે તેવો મોટો માણસ જમવા આવે તો ટેબલ રીઝર્વ નથી રાખતા, આવે અને જગ્યા હોય તો બેસી જવાનું .

અહીં બપોરે 3.30 પછી અને રાત્રે 10.30 પછી
જેટલા પણ બાવા કે ભિખારી કે વટેમાર્ગુ આવે
એમને ફ્રીમાં જમાડીએ અને ઉપરથી દક્ષિણા પણ આપીએ .

મારા બે દીકરાઓ છે, બંને ખુબ સુખી છે, રાજકોટમાં રહે છે.

દીકરાઓ વારંવાર કહેતા હોય છે કે
“બાપુજી, હવે 75 વરસે શું કામ આટલી મહેનત કરો છો ?“

તો હું પ્રેમથી કહું:
“બેટા, આ નહિ કરું એ દિવસે મારું જીવન પૂરું સમજજો.
મને મોજ આવે છે આમાં”

વાહ નટુકાકા

Leave a Reply

error: Content is protected !!