જુનુ ગુજરાત, રુડું ગુજરાત, મારુ ગુજરાત – દુર્લભ ફોટા સાથેની માણવા જેવી સફર

આઈ શ્રી “મોગલ માઁ” નું મંદિર

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં, ભગુડા ગામે આવેલું છે. જે “મોગલધામ” તરીકે ઓળખાય છે. પ્રસ્તુત ફોટોમાં “માઁ મોગલનું” જૂનું સ્થાનક છે, હાલમાં ભગુડા ખાતે અદ્ભૂત મંદીર બની ગયું છે.

ભાવનગરના ‘તળાજા’ તાલુકામાં પ્રકૃતિના ખોળે ભગુડા ગામ આવેલું છે. ખુલ્લા હરિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગુડા ગામમાં “આઈ મોગલ” બેઠી છે. આ ગામ જ્યાં ‘આઈ મોગલ’ હાજરાહજૂર છે. આ સ્થાન સાથે ઘણી પાવનકારી ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે. દેશ વિદેશથી આવતા હજારો-લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ એટલે ભગુડા ‘માઁ મોગલનું’ ધામ. માત્ર ગઢવી, ચારણ કે આહીર જ નહિ, તમામ જ્ઞાતિના લોકો ‘માઁ મોગલ’ ના દરબારમાં આવે છે. માઁ પાસે માનતા માંગે છે અને માઁ તેમની દરેક માનતા પૂરી કરે છે. અહીં આવી ભક્તજનો પરમ શાંતિનો અનુભવ કરે છે.

ભગુડામાં આવતા માઇ ભક્તો પોતાના અધૂરા કામ કે તકલીફો, માતાજી દૂર કરે તે માટે “તરવેડા” માનતા હોય છે. ‘તરવેડો’ એટલે એક પ્રકારની માનતા. જેમાં માતાજીને લાપસી ધરાવવામાં આવે છે અને શણગાર અર્પણ કરવામાં આવે છે. જયારે પોતાની માનતા પૂર્ણ થાય, ત્યારે શ્રદ્ધાળુઓ તરવેડો કરતા હોય છે. એવું પણ કહેવાય છે કે ભગુડા ગામમાં ક્યારેય કોઈના પણ ઘરે ચોરી થતી નથી કારણ કે, અહીં માતા મોગલનો પાવન પ્રતાપ છે.

માનવ વસ્તીનો પહેલો વસવાટ – લોથલ

અમદાવાદથી દક્ષિણ-પશ્વિમે 80 કિલોમીટર જેટલા અંતરે આવેલા લોથલની શોધ ઇ. સ. 1954 ના નવેમ્બર માસમાં કરવામાં આવી હતી. લોથલ શબ્દનો અર્થ મૃત્યુ પામેલા થાય છે. લોથલ, કેન્દ્ર સરકાર દ્રારા રક્ષિત અને રાષ્ટ્રીય મહત્વ ધરાવતી પ્રાચીન જગ્યા છે. લોથલ ખૂબ જ જૂની સંસ્કૃતિનું સ્થળ મનાય છે. જેનો સમય ઇ.સ.પૂર્વે 2450 થી 1900 સુધીનો માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, લોથલમાં માનવ વસ્તીનો પહેલ-વહેલો વસવાટ થયો હતો. તેમજ ઇ.સ. પૂર્વે 2350માં કુદરતી હોનારતને કારણે તમામ ઘરો-આવાસો નાશ પામ્યા. બાદમાં ફરી એકવાર ઊંચા ટેકરા પર નગરનું આયોજન કરવામાં આવ્યું. લોથલમાં સુઆયોજિત નગર-વ્યવસ્થા હતી તે અહીંથી મળેલા વિવિધ અવશેષો જોઇ માલુમ પડે છે. તે સમયે મકાનો પણ વિશાળ હતા. સુવ્યવસ્થિત બજારો, રસ્તાઓ, ગટર વ્યવસ્થા, તે સમયના લોકોની સુઝબુઝનો પરિચય આપે છે. ખાસ કરીને અહીંના મકાનો ભઠ્ઠીમાં પકવેલી ઈંટોમાંથી બનાવવામાં આવ્યા હતા.

લોખંડી પુરુષ ની બાળપણની તસ્વીર

ભારત દેશને એકીકરણથી એક અખંડ રાષ્ટ્ર બનાવનાર લોખંડી પુરૂષ શ્રી વલ્લભભાઈ પટેલની નાનપણની દુર્લભ તસ્વીર અહીંયા જોઈ શકાય છે.

અમદાવાદ નું પાલડી આવું હતું

આ ફોટોમાં રહેલ દ્રશ્ય પહેલી નજરે કોઈ જૂનવાણી ગામડાનું હોય એવું લાગે પણ હકીકતમાં આ ફોટો અમદાવાદ શહેરનાં પાલડી વિસ્તારનો છે. આ ફોટો વર્ષ 1901ની સાલમાં અમદાવાદ શહેર અને વાહન વ્યવહારની સુવિધા કેવી હતી? એની સાક્ષી પુરે છે.

ગીરનાં સિંહ નો દુર્લભ ફોટો

ગુજરાતનાં ગીર ફોરેસ્ટ નેશનલ પાર્કમાં ભૂષણ પંડ્યા નામનાં ફોટોગ્રાફરે ક્લિક કરેલ પાણી પીતા સિંહ-કુટુંબનો દુર્લભ ફોટો

સોમનાથ મહાદેવ

વર્ષ 1869 નો સોમનાથ મંદીરનો ફોટો

ડ્રીમ પ્રોજેક્ટ ઘોઘા ગામની વરસો જૂની મસ્જીદ

આપણાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ સમાન ઘોઘા થી દહેજ રો-રો ફેરી સર્વિસ જ્યાં શરૂ થઈ છે, એ જ ઘોઘા ગામમાં 1400 વર્ષ પૂર્વેની આ મસ્જિદ આજે પણ ભાવનગર જિલ્લાના ઘોઘા ગામના બારવાડા મહોલ્લામાં ખંડેર હાલતમાં હયાત છે.

સંકલન: ઇલ્યાસભાઈ

ગુજરાતના સૌથી લોકપ્રિય ફેસબુક પરિવાર “જ્ઞાન સાથે ગમ્મત” પરની આ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં જરૂર લખજો, જે હંમેશા અમારા માટે પ્રેરણાદાયી બની રહેશે.

Leave a Reply

error: Content is protected !!