3 સિમ્પલ નુસખાથી પિંપલ્સના લીધે પડેલા ખાડા દુર કરવા ખુબ સરળ

Morphea એટલે ચહેરા પર પડેલા ખાડાના અનેક કારણો હોય શકે છે. પિંપલ્સ તેમાંથી એક કારણ છે. પિંપલ્સના સિવાય ઇજા થવા પર, ઈમ્યુનિટી સિસ્ટમ બગડવા પર અથવા જિનેટિક કારણોથી પણ ચહેરા પર ખાડા જેવા નિશાન થઈ જાય છે. આ તમારા લુકને સંપૂર્ણપણે ખરાબ કરી દે છે. જો તમને પણ આ સમસ્યા છે, તો કેટલાક બેસિક ટિપ્સ પોલો કરવાની સાથે જ ઘરેલૂ નુસખા અપનાવો. તો ચાલો જાણીએ કેવી રીતે આ ખાડાથી છુટકારો મેળવીશું અને ચહેરાને સુંદર બનાવી રાખી શકાય.

ક્લીન્ઝિંગ અને એક્સફોલિએટ કરો

તેના માટે નિયમિતપણે તમારી સ્કિનને કોઈ સોફ્ટ અને મેડિકેટેડ ફેસવોશથી દિવસમાં 2 વખત ધુઓ. સાથે જ વીકમાં 2 વખત સારા સ્ક્રબથી ચહેરાને એક્સફોલિએટ કરો. તેનાથી તમારી સ્કિનમાંથી ગંદકી અને ડેડ સેલ્સ નીકળી જશે અને નવા સ્કિન સેલ્સ બનવા લાગશે, જેનાથી ધીમે-ધીમે આ પરેશાની ખતમ થઈ જશે.

સ્ટીમની મદદ લો

વીકમાં 2 વખત સ્ટીમની મદદ લો. તેનાથી તમારી સ્કિનના પોર્સ ખુલી જશે અને ગંદકી તથા ઓઇલ સરળતાથી નીકળી જશે, સાથે જ એવા સીબમ જે સમયની સાથે ખૂબ હાર્ડ થઈ ચૂક્યાં હશે તે પણ નીકળી જશે અને તમારી સ્કિનમાં આવેલા સોજા ખતમ થઈ જશે તથા ખાડા ભરાવા લાગશે. એક વાટકીમાં ગરમ પાણી લો અને તેમાં કોઈ હર્બ્સ અથવા એસેન્શિયલ ઓઇલ મિક્સ કરો. હવે ટોવેલથી ચહેરો ઢાંકીને સ્ટીમ લો. હા, પરંતુ તેનાથી યોગ્ય અંતર જાળવી રાખવો નહીં તો સ્કિન ડેમેજ થઈ શકે છે.

ઘરેલૂ ફેસપેકનો ઉપયોગ કરો

તેના માટે તમે કેટલાક ઘરેલૂ પેકનો પણ ઉપયોગ કરી શકો છો. દિવસમાં 2 વખત 1 ચમચી એલોવેરા જેલ અને 1 ચમચી વિટામિન E ઓઇલ મિક્સ કરી લગાવો. તેનાથી તમારી સ્કિન ટાઇટ થશે અને ધીમે-ધીમે ખાડા ભરાય જશે. આ સિવાય, તમે ઈચ્છો તો દહીં અને લીંબુથી બનેલી પેસ્ટ પણ ઉપયોગમાં લઈ શકો છો. તેમાં રહેલું વિટામિન C સ્કિન ઈન્ફ્લેમેશનને ખતમ કરી ખાડા ભરવામાં મદદ કરે છે. 1 ચમચી દહીંમાં 3થી 4 ટીપાં લીંબુનો રસ મિક્સ કરીને લગાવો. 10 મિનિટ પછી તેને ધોઈ લો. જો સેન્સિટિવ સ્કિન હોય, તો તેનો ઉપયોગ ન કરો.

સોર્સ: દિવ્યભાસ્કર

Leave a Reply

error: Content is protected !!