શાહરુખ ખાન ની આ ૫ વાતો અને ૫ ફોટા ક્યારેય નહિ જોયા હોય

2 નવેમ્બર ૧૯૬૫ ના દિવસે જન્મેલ શાહરૂખે ૧૯૮૦ના અંતથી વિવિધ ટીવી શ્રેણીઓમાં કામ કરીને પોતાની કારકીર્દીનો પ્રારંભ કર્યો હતો. તેમણે દિવાના ફિલ્મ દ્વારા ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી તેઓ અસંખ્ય સફળ વ્યાવસાયિક ફિલ્મોનો એક ભાગ રહ્યા છે અને પોતાની ઘણી કામગીરીને લઇને પ્રશંસા પ્રાપ્ત કરી છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેમની કારકિર્દી દરમ્યાન તેમણે તેર જેટલા ફિલ્મફેર પુરસ્કાર મેળવ્યા છે, જેમાંના સાત શ્રેષ્ઠ અભિનેતા શ્રેણીના છે.

1) નામ તો સુના હોગા – શાહરૂખ ની આવેલ ફિલ્મોમાંથી ૯ ફિલ્મોમાં એનું નામ રાહુલ હતું. જેમાં દિલ તો પાગલ હૈ (1997), કુછ કુછ હોતા હૈ (1998), કભી ખુશી કભી ગમ (2001), ચેન્નાઈ એક્સ્પ્રેસ (2013) વિગેરે હતી. જયારે છ ફિલ્મોમાં એનું નામ ‘રાજ’ હતું જેમની રાજુ બન ગયા જેન્ટલમૅન (1992), દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (1995), ચલતે ચલતે (2003) અને રબ ને બના દી જોડી (2008) નો સમાવેશ થાય છે

2) ખૌફ-નાક ખાન: શાહરૂખ ખાને છ ફિલ્મો માં વિલન રોલ ભજવેલો છે જેમાં ડર અને બાઝીગર (1993), અંજામ (1994), ડુપ્લીકેટ (1998), ડોન (2006) and ડોન 2 (2011) નો સમાવેશ થાય છે

3) નાના પડદે : શાહરૂખે લગભગ સાત જેટલા ટીવી શો માં કામ કરેલ છે. જેમાં, ફૌજી (1988)સર્કસ (1989)કૌન બનેગા કરોરપતી (2007), ક્યા આપ પાંચવી પાસ (2008) અને જોર કા જટકા (2011) નો સમાવેશ થાય છે.

4) પહેલી ફિલ્મ : દિલ આશના હૈ ફિલ્મ શાહરૂખ ખાન ની પહેલી ફિલ્મ હતી, પણ એનું રીલીઝ લેઇટ થયું અને એની પહેલા દીવાના રીલીઝ થઇ ગઈ, એ રીતે દીવાના શાહરૂખ ખાન ની ડેબ્યુ ફિલ્મ તરીકે જાણીતી થઇ હતી.

5) પાયજામા પ્રેમ – શાહરૂખ ખાન ઊંઘતી વખતે પહેરવાનો નાઈટ ડ્રેસ ચોખ્ખો અને ઈસ્ત્રી કરેલ હોય એનું ખાસ ધ્યાન રાખે છે. એ માને છે કે, કોણ જાને ક્યારે સપનામાં કોણ મળી જાય.

સંકલન: ધર્મેશ વ્યાસ

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર તમે આ પોસ્ટ માણી રહ્યા છો.

Author: ભવ્ય રાવલ લેખક-પત્રકાર
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!