વેસ્ટ માંથી બેસ્ટ વિથ સુપર ટેસ્ટ – ગરમા ગરમ કાઠીયાવાડી વઘારેલો રોટલો

શિયાળામાં ડીનર માં માણવા જેવો વઘારેલો રોટલો.
ઠંડા રોટલાનો બહુ ઝીણો નહીં અને બહુ જાડો પણ નહીં એવો ભૂક્કો, હાથેથી જ મસળીને કરવો.


૨ કપ દહીંનું ઘોળવું
૧૫-૨૦ કળી લસણ, જાડું ફૂટી લેવું.
૨ મીડિયમ સાઈઝ ડુંગળી, સમારેલી
આદુનો ૧ ઈંચ જેવડો ટુકડો
૨ લીલા મરચાં
૧ સૂકું લાલ મરચું
લાલ મરચું પાવડર ૧ ચમચી
હળદર ૧/૨ ચમચી
મીઠું, સ્વાદ અનુસાર
તેલ ૨ થી ૩ ચમચા.

રીત :
જાડા તળીયાવાળી હાંડીમાં તેલ ગરમ કરો. તેમાં ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવી.
બાદમાં આદુ-મરચાની પેસ્ટ અને જાડું ફૂટેલું લસણ અને થોડી બારીક સમારેલ લીલા મરચાં ની કટકી ઉમેરી સાંતળી લેવું.


પછી તેમાં સૂકા મરચાં ને થોડું સાંતળી હળદર અને લાલ મરચું પાવડર ઉમેરી મધ્યમ આંચ પર તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળવું.
તેમાં દહીં ઉમેરી બે-પાંચ મિનીટ સુધી પાકવા દેવું. દહીં ઉમેર્યા પછી મિશ્રણ સતત ચલાવતાં રહેવું. સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દેવું.


છેલ્લે રોટલાનો ભૂક્કો ઉમેરી બરાબર મિક્સ કરી ધીમી આંચ પર બે મિનીટ સુધી પાકવા દેવું.
પ્લેટમાં રોટલો લઈ ચાહો તો દેશી માખણ મુકી કોથમરી વડે ગાર્નિશ કરી ગરમ ગરમ પીરસો.

– પ્રદીપભાઈ નગદિયા (રાજકોટ)

Leave a Reply

error: Content is protected !!