શિયાળામાં પૌષ્ટિક અને રોચક વાનગી – પાંચ ધાનનો શાકભાજી વાળો હાંડવો

શિયાળો આવી ગયો છે. ઠંડી એનું જોર પકડી રહી છે ત્યારે રોજ શિયાળુ વાનગીઓ ની રેસીપી પીરસીને ‘જ્ઞાન સાથે ગમ્મત’ તમને કંઇક નવું આપવાની કોશિશ કરે છે.

આજે માણીએ સ્વાદથી ભરપુર, પાંચ ધાનનો શાકભાજી વાળો હાંડવો

હાંડવા માટે જરૂરી સામગ્રી:

ચણા દાળ
અડદ દાળ
મગ દાળ
તુવેર દાળ અથવા મસુર દાળ
ચોખા

શાકભાજી માં

ખમણેલ ગાજર, દુધી, કોબીજ, બટેટા
સમારેલા કેપ્સિકમ, પાલક, મેથી, કોથમીર

વટાણા અને તુવેર દાણા (લીલા)

આદુ, મરચાં અને લસણની પેસ્ટ.

મીઠું

શાકભાજી વાળો હાંડવો બનાવવાની રીત:

બધી દાળ અને ચોખાને અલગ અલગ આઠ કલાક પલાળીને ગ્રાઈન્ડ (કરકરૂ) કરવુ. બધુ એકરસ થાય એમ મિક્સ કરી અંદર આદુ મરચાં લસણની પેસ્ટ નાખી ખમણેલ, સમારેલ શાકભાજી અને દાણા નાખી મિક્સ કરવું.

ફ્રાઈંગ પાનમાં તજ, લવીંગ, મીઠો લીમડો, રાય જીરું અને હીંગનો વઘાર કરી તૈયાર ખીરાને પ્રમાણમાં નાખી એક સાઈડ કડક કરી બીજી બાજુ કડક કરવું.

કોથમીર મરચાં ની ચટણી સાથે ગરમ હાંડવો મજા આવે.

રેસીપી મોકલનાર – મિતેશ પાઠક (અમદાવાદ)

Leave a Reply

error: Content is protected !!