જીયો યુઝર માટે આવ્યાં ખુશીનાં સમાચાર.. 2018 માં જીયો કંપની મચાવશે ધૂમ..

ગયા વર્ષે ગ્રાહકોને સૌથી સસ્તી ઈન્ટરનેટ સેવા આપીને જીયો ખૂબ જ લોકપ્રિય થઈ ગયુ છે. ગામડે-ગામડે દરેક ઘર સુધી રિલાયન્સ જીયો પહોંચી ગયું છે. આજ જ્યાં જુઓ ત્યાં જીયો-જીયો જ છે. જેમની પાસે 4G મોબાઈલ નહોતા એ લોકોએ પણ જીયોની સસ્તી ઈન્ટરનેટ સેવાનો લાભ લેવા માટે ખાસ 4G સ્માર્ટફોન ખરીદી લીધા. જીયોની નવી અને સસ્તી સુવિધાથી ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝમાં ખળભળાટ મચી ગયો છે. હવે આવનારા વર્ષમાં જીયો ફરી એક મોટો ધમાકો કરવા જઈ રહી છે. જે માટે તેમણે સંપૂર્ણ તૈયારી પણ કરી લીધી છે. આવતા વર્ષે જીયો પેતાની વર્ચ્યુઅલ રિયાલિટી એપ લોન્ચ કરવા જઈ રહી છે. એક અહેવાલ દ્વારા આ વાત જાણવા મળી છે. એપલ, ગુગલ, સેમસંગ, હવાઈ અને માઇક્રોસોફ્ટ જેવી જાયન્ટ કંપનીઓ માને છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ આપણું ભવિષ્ય હશે. હવે ભારતીય કંપની રિલાયન્સ જીયોએ પણ તેના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. કંપનીએ પોતાનો આ પ્લાન સફળ કરવા માટે પોતાના બે ઉચ્ચ એક્ઝિક્યૂટિવ્સને બર્મિંગહામ યુનિવર્સિટીની મુલાકાતે મોકલ્યા છે. આ યુનિવર્સિટીમાં વર્ચ્યુઅલ રિયાલિટી પ્રોફેશનલ્સને ટ્રેનિંગ આપવામાં આવે છે.

રિલાયન્સ જીયોની નવી ઓફર, 4G વાઇ-ફાઇ ડિવાઇસ પર 100 ટકા કેશબેક

રિલાયન્સ જીયોએ વાઇ-ફાઇ ડિવાઇસ પર ઓફર શરૂ કરી છે. કંપની જિયોફાઇ 4G રાઉટર ખરીદવાવાળા ગ્રાહકને 100 ટકા કેશબેક ઓફર આપી રહી છે. આ માટે કસ્ટમરે જુનુ ડેટા કાર્ડ, ડોંગલ કે વાઇ-ફાઇ હોટસ્પોટ રાઉટર્સ એક્સચેન્જ કરવું પડશે.

રિલાયન્સ જીયો ડિજિટલ સ્ટોર અને જિયો કેર સેંટર પર આ ઓફર ઉપલબ્ધ છે. કંપની બે પ્રકારની ઓફર આપી રહી છે.

પહેલા પ્લાનમાં કસ્ટમરને જુનું ડોન્ગલ અને 1,999 રૂપિયા આપવા પડશે. બદલામાં કંપની જીયો-ફાઇ ડિવાઇસ અને 2010 રૂ.વેલ્યુનું ફ્રી 4G ડેટા આપશે. આ માટે ગ્રાહકે રૂ.408 રૂ.નું રિચાર્જ કરાવવુ પડશે. જેમાં પ્રાઇમ સબસ્ક્રીપ્શન રૂ.99 પણ સામેલ છે.

જો ગ્રાહક એક્સચેન્જ કર્યા વગર જીયો-ફાઇ ડિવાઇસ ખરીદવા ઇચ્છે તો પણ 1,999 રૂપિયા આપવા પડશે. જો કે આ પ્લાન કસ્ટમરને રૂ.1005 રૂપિયાનો ફ્રી 4G ડેટા જ આપવામાં આવશે. આ માટે પણ 408 રૂપિયા રીચાર્જ કરાવવું પડશે.

જીયોની નવી છલાંગ

જીયોની યોજના છે કે તેઓ યુનિવર્સિટી એક્સપર્ટની સાથે ભાગીદારી કરીને એપ્લીકેશન લોન્ચ કરશે. આ એપ્લીકેશનને લોન્ચ કરવા માટે યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સની મદદ લેવામાં આવશે. તેઓ હાલ આ જ ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે. વર્ચ્યુઅલ રિયાલીટી એવી ટેક્નોલોજી છે જે હકીકતમાં વર્ચ્યુઅલ હોય પણ તે દેખાવે વાસ્તવિક લાગે છે. તેમાં તમને 360 ડિગ્રીનું વિઝ્યુઅલ મળે છે. જેમાં તમે તે જગ્યાએ હાજર હોવ તેવો અનુભવ થાય છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ છેલ્લી લોકસભાની ચુંટણીમાં શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઘણી બધી જગ્યાએ કરવામાં આવ્યો હતો.

જીયો પ્રાઈમ કસ્ટમર્સ માટે ફાયદો

આ ઉપરાંત જીયોએ પોતાના પ્રાઈમ કસ્ટમર માટે નવી ઓફર્સની જાહેરાત કરી છે. જે એક કેશબેક ઓફર છે જે માત્ર જીયો પ્રાઈમ કસ્ટમર્સ માટે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે 399 રૂપિયા કે તેથી વધુના રિચાર્જ પર ગ્રાહકને 2599 સુધીનું કેશબેક આપવામાં આવશે.

300 રૂપિયાનું તાત્કાલિક કેશબેક

રિલાયન્સ જીયો 399 કે તેથી વધુના રિચાર્જ પર 400 રૂપિયા સુધીનું કેશબેક વાઉચર આપશે. આ ઉપરાંત કંપનીએ ડિજિટલ વોલેટ સાથે પણ પાર્ટનરશીપ કરી છે તે હેઠળ દરેક રિચાર્જ પર 300 રૂપિયા સુધીનું ઇન્સ્ટન્ટ કેશબેક મળશે.

આ ઓફર્સ માટે કંપનીએ આગળ પડતી ઈ-કોમર્સ કંપનીઓ સાથે પણ ભાગીદારી કરી છે જે હેઠળ રિચાર્જ પર 1899નું કેશબેક વાઉચર આપવામાં આવશે. આ પાર્ટનર વોલેટમાં એમેઝોન પે, પેટીએમ, મોબીક્વિક, ફોન પે, એક્સિસ પે અને ફ્રીચાર્જનો સમાવેશ થાય છે જ્યાંથી તમે કેશબેક લઈ શકો છો.

વાઉચર રીડીમ થશે

આ ઉપરાંત રિલાયન્સ જીયો સ્પેશિયલ વાઉચર દ્વારા ઇ-કોમર્સ ભાગીદારો જેવા કે, એજિયો, યાત્રા ડોટ કોમ અને રિલાયન્સ ટ્રેન્ડ પર વાઉચર રીડીમ કરી શકાશે. જીયો પ્રાઈમ કસ્ટમર્સને યાત્રા ડોટ કોમ દ્વારા બુક કરાવેલ ડોમેસ્ટિક ફ્લાઇટ ફેરમાં 1000 રૂપિયા ઓફ મળશે. જો કે, આ ઓફર બે તરફની યાત્રા માટે રહેશે જો એક તરફની યાત્રા હશે તો માત્ર 500 રૂપિયા ઓફ મળશે.

309 માં કેબલ ટીવીની સુવિધા: અનલિમિટેડ ડેટા

– અનલિમિટેડ ડેટા હેઠળ જીયો ફોન યુઝર્સને અનલિમિટેડ ડેટાની સુવિધા મળશે.
– સસ્તા પ્લાન હેઠળ જીયો અનલિમિટેડ ધન ધના ધન પ્લાન માત્ર 153 રૂપિયામાં ઉપલબ્ધ રહેશે.
– વોઇસકોલિંગ ફ્રી હેઠળ આ ફોન પર વોઇસ કોલિંગ હમેશા ફ્રી રહેશે.
– 50 કરોડ યુઝર્સ સુધી જીયો ફોનને પહોંચાડવાની તૈયારી.
– જીયો ફોન ટીવી કેબલ હેઠળ 309 રૂપિયામાં કેબલ ટીવીની સુવિધા મળશે.
– જીયો ફોન કોઇપણ ટીવી સાથે જોડી શકાશે.
– ધન ધના ધન પ્લાનવાળા લોકોને ત્રણથી ચાર કલાક સુધી ઇચ્છીત વિડિયો જોવાની તક મળશે. પ્લાન હેઠળ 24 રૂપિયામાં બે દિવસના પ્લાન રહેશે.
– 54 રૂપિયામાં સાપ્તાહિક પ્લાન લોંચ કરાશે.
– 4G વોલ્ટ ટેકનોલોજી ઉપર આધારિત આ ફોન ફીચર ફોનને રિપ્લેસ કરશે

રિલાયન્સ જીયો ફોનની વિશેષતા જાણો
– પાંચ નંબરના બટનને થોડાક સમય સુધી પ્રેસ કરતા પહેલા સેવ નંબર પર એલર્ટ આવશે જેમાં નંબરના લોકેશન અંગે પણ માહિતી મળશે
– ફોનમાં 2.4 ઇંચના કલર ડિસ્પ્લે
– 512 એમબી રેમ અને ચાર જીબી ઇન્ટરનલ સ્ટોરેજ હશે જેને 128 જીબી સુધી માઇક્રો એસડીકાર્ડથી વધારી શકાશે
– રિલાયન્સના આ ફીચર ફોનમાં ડયુઅલ નેનો સિમ રહેશે – ટુ મેગા પિક્સ્લ કેમેરા અને વીજીએ ફ્રન્ટ કેમેરા
– 2000 એમએએચની બેટરી સાથે એફએમ રેડિયો અને બ્લુટુથ 4.1 જેવી ફીચરની સુવિધા
– ટચ સ્ક્રીન વગરના ફોનમાં અલ્ટ્રા અફોર્ડેબલ ફોરજી વોલ્ટ
– ફીચર ફોન જીયોના નેટવર્ક ઉપર ઉપલબ્ધ રહેશે
– ઇન્ટરનેટ ટિથરિંગ, વિડિયો કોલિંગ, જીયો કન્ટેન્ટ જેવી ફિલ્મો નિહાળવાની સુવિધા
– ભારતની તમામ 22 ભાષામાં ઉપલબ્ધ રહેશે
– જિયો ફોનમાં ઇમરજન્સી મેસેજ ફિચરની સાથે લોકલ પોલીસને ટૂંક સમયમાં જોડી દેવાશે
– જિયો ફોન આપના અવાજ ઉપર ઓપરેટ થશે
– આ વર્ષ બાદ જિયો ફોનથી પોતાના ખાતાથી પૈસા પણ ટ્રાન્સફર કરી શકાશે

સંકલન – ઈલ્યાસભાઈ

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ કરાયેલ આ પોસ્ટ પસંદ આવે તો બીજા મિત્રો સાથે શેર કરજો, કોપી પેસ્ટ કરીને ઉપયોગ કરતા પહેલા અમારી પરવાનગી લેવી જરૂરી છે.

Leave a Reply

error: Content is protected !!