ઠંડીમાં મોજ કરાવી દે તેવા બાજરો મેથીના પુડલા કઈ રીતે બનાવશો?

આ પુડલા ખાસ શિયાળો કે ચોમાસામાં જ બને. ઠંડીમાં ખાવાની મજા છે.

બાજરો મેથીના પુડલા બનાવવા જરૂરી સામગ્રી:

બાજરાનો લોટ
ચણાનો લોટ
ઘઉંનો લોટ
1 મેથીની ભાજી બારીક સુધારેલ
4 ડુંગળી સળી જેવી સુધારેલ
4 ટમેટા બારીક સુધારેલ
બારીક સુધારેલ લીલા મરચાં (તીખું જે મુજબ ભાવતું હોય એટલે લેવા)
લીલું લસણ બારીક સુધારેલ
હળદર, હીંગ, મીઠું, લાલ મરચું, ધાણાજીરું

બાજરો મેથીના પુડલા બનાવવાની રીત:

મેથીની ભાજી ને લીલું લસણ લઈ એમાં સ્વાદ અનુસાર મસાલા ભેળવી ચોળી નાખવું.

પછી એમાં લોટ ઉમેરવા. 3ભાગ બાજરીનો લોટ ને 1ભાગ ચણાનો ને બહુ જ થોડો ઘઉંનો લોટ લેવા. એકદમ જાડું ખીરું રાખવું. 2 કલાક પલાળી રાખવું.

પછી એમાં ડુંગળી, લીલા મરચાં ને ટામેટા ભેળવી જરૂર મુજબ પાણી ઉમેરી ખૂબ ફીણવું. ખીરું ઉત્તપમ જેવું થીક રાખવું. નોનસ્ટિક તવા કે પેન માં પુડલા ધીમી આંચ પર ઉતારવા.

એક પુડલો બનતા લગભગ 5 મિનિટ થાય જ. ગરમા ગરમ ઉતરતું જમવા બેસો. સાથે લીલી ચટણી કે સોસ પીરસો

‘જ્ઞાન સાથે ગમ્મત’ પેઈજ થકી માણી રહેલ આ રેસીપી જો પસંદ આવે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

માહિતી કોપી – પેસ્ટ કરીને કોમર્શીયલ ઉપયોગ અમારી પરવાનગી વગર કરવો નહિ

Leave a Reply

error: Content is protected !!