તમે આ રીતે જમો છો? – ખોટી રીત શરીરને કરી શકે છે પુષ્કળ નુકશાન

તમારા વજન માટે ફૂડ જેટલી જ જવાબદાર છે તેને ખાવાની રીત

જો તમે દરેક વખતે તમારા વજનને ચેક કરીને નાખુશ થતા હોવ અને તમને એમ લાગતું હોય કે આટલું ડાયેટીંગ કર્યા પછી પણ કેમ વજન નથી ઉતરતું. પરંતુ તમને નહીં ખબર હોય કે તેનું કારણ તમારી ખોરાક ખાવાની પદ્ધતિ પણ હોઈ શકે છે. આપણે જે રીતે ભોજન કરીએ છીએ તે વજન વધવા માજે જવાબદાર છે

આપણી દરેક ડિશમાં વધુ માત્રામં હોય છે કાર્બોહાઇડ્રેડ

આપણે સામાન્ય રીતે પહેલા રોટલી શાક ખાઈએ છીએ અને પછી છેલ્લે દાળભાતથી ભોજન પૂર્ણ કરીએ છીએ. પરંતુ તમને ખબર છે કે રોટલી અને ભાત બંનેમાં કાર્બોહાઇડ્રેડ ખુબ વધારે હોય છે. એટલે તેને ખાધા બાદ જ તમને પેટ ભરાયેલું લાગે છે. કેટલાકને તો ભાત ન ખાય ત્યાં સુધી જમવાનો સંતોષ જ નથી વળતો. તેની પાછળ પણ આ જ કારણ છે.

ડાયેટિંગના નામે ભૂખ્યા રહેશો તો થશે વધુ તકલીફ

જોકે ડાયેટિંગના નામે કાર્બોહાઇડ્રેડ બંધ કરી દેવું પણ યોગ્ય નથી કેમ કે તમારી હેલ્થ માટે પ્રોટિન જેટલું જ કાર્બોહાઈડ્રેડ અને ફેટ પણ જરુરી છે. ત્યારે સૌથી સારી બાબત એ છે કે તમે તમારી જમવાની થાળીને પ્લાન કરો. જેથી તમારા શરીરને જોઇતી તમામ વસ્તુ પણ મળી જાય અને તેનું કાર્બોહાઈડ્રેડનું પ્રમાણ પણ ન વધે.

આ છે જમવાની સાચી રીત જેથી નહીં વધે શરીર

આ માટે તમે તમારી થાળીમાં વધારે પ્રમાણમાં લીલાં શાકભાજી લઈ શકો છો જ્યારે રોટલી અને ભાત ખૂબ જ થોડા પ્રમાણમાં લેવા જોઈએ. તેમજ જમવાની શરુઆત ફક્ત પકાવેલા શાકભાજી, દાળ ખાવાથી કરવી જોઈએ. જેથી રોટલી અને ભાત માટે તમારા પેટમાં ખાસ જગ્યા જ નહીં વધે અને થોડી માત્રામાં ભાત ખાવાથી પેટ ભરાઈ ગયાનું લાગશે. આમ તમે વધુ પ્રોટિન અને ઓછી માત્રામાં કાર્બ ખશો જેથી બોડીમાં વધારની ફેટ જમા નહીં થાય.

સોર્સ: આઈ એમ ગુજરાત

Leave a Reply

error: Content is protected !!