૨૦૧૭ ના છેલ્લા મહિનામાં તમારી રાશી તમારા માટે શું લાવી રહી છે – જરૂર વાંચો

2017ના છેલ્લા મહિનામાં આવશે જીવનમાં આવા બદલાવ

વર્ષ 2017ની ખાટી મીઠી યાદો સાથે વર્ષનો છેલ્લો મહિનો ડિસેમ્બર આવી ચૂક્યો છે. આ વર્ષે અનેક ગ્રહોની સ્થિતિમાં આવેલા મોટા ફેરફારથી કેટલાક લોકોને લાભ થયો છે તો કેટલાકને નુકસાન. ત્યારે વર્ષનો છેલ્લો મહિનો તમને શું આપશે તે જાણવા આગળ વાંચો…

મેષઃ જીવનસાથી અથવા સાસરાપક્ષ તરફથી લાભ

ઘર-પરીવારમાં વડિલોના આરોગ્ય બાબતે ખર્ચ વધશે. જીવનસાથી અથવા સાસરાપક્ષ તરફથી લાભ મળશે. ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલ વ્યક્તી ધીમી પરંતુ સ્થિર ગતિએ આગળ વધી શકશે. આવક કરતા ખર્ચા વધી શકે છે. પરંતુ અણધાર્યા લાભ મળતા રહેવાથી કાર્યો અટકશે નહીં. મહિનાના ઉત્તરાર્ધમાં સૂર્ય રાશિ બદલીને ભાગ્ય સ્થાનમાં આવશે જે વેપારમાં ખર્ચ અથવા હાનિનો સંકેત આપે છે.

વૃષભઃ લેખન ક્ષેત્રમાં મળશે સફળતા

આર્થિક મોરચે તમને નુકસાન થઈ શકે છે. પૈસાની લેવડ-દેવડ મામલે સાવધાની રાખો. આપકો ગુપ્ત ધન અથવા અણધાર્યા લાભ મળી શકે છે. ગર્ભવતી મહિલાએ આરોગ્ય અંગે સાવધાન રહેવાની જરુર છે. રમત-ગમત ક્ષેત્રે રહેલા જાતકોને પોતાનું ભાગ્ય અજમાવવાનો અવસર મળશે. જીવનસાથી સાથે કોઈપણ બાબતે ખોટા વિવાદથી બચવું. પ્રેમ સંબંધોમાં રહેલા વ્યક્તિએ આ સમયગાળા દરમિયાન ધૈર્ય રાખવું. મહિનનાના મધ્યભાગમાં નોકરીયાત વર્ગે પોતાના અધિકારો માટે લડવું પડશે. જમીન-મકાન-વાહન સંબંધીત પ્રશ્ન ઉભા થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં વાણી પર સંયમ રાખો. જો તમે લખાણ ક્ષેત્રે કામ કરો છો તો ઉત્તમ પરીણામ મળશે. મહિનાના અંતિમ સમયમાં વેપારી કર્યોમાં સક્રિયતા વધુ રહેશે. સરકારી અથવા કાયદાકીય ગૂંચથી બચવું.

મિથુનઃ વિદ્યાર્થીઓની પ્રગતી માટે ઉત્તમ સમય

સંતાન ઇચ્છુક જાતકો માટે શુભ સમાચાર મળી શકે છે. અલબત્ત ગર્ભવતી મહિલા જાતકોએ આ સમયગાળા દરમિયાન ખાસ ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સમય છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે. પ્રિય વ્યક્તિ સાથે મલુકાતનો યોગ બનશે. વિચારોની અભિવ્યક્તિ કરતા સમયે વાણી સંયમ જાળવી રાખવો જરુરી. જીવનસાથીને પૂરતો સમય ન ફાળવી શકવાના કારણે લગ્નજીવનમાં નીરસતા આવે. સરકારી નોકરી કરતા જાતકો માટે સારો સમય. હાલ કલા, ડિઝાઇનિંગ, ફેશન જેવા ક્ષેત્રો સાથે જોડાલેય વ્યક્તિઓ માટે ઉલ્લેખનીય પ્રગતિનો સમય. જેમને શરીરના ગુપ્ત અંગોમાં રોગ, ત્વચા સંબંધી રોગ અથવા બ્લેડપ્રેશર સંબંધી ફરીયાદ હોય તેમને સાવધાન રહેવાની જરુર છે. સમસ્યા વકરી શકે છે.

કર્કઃ સંપત્તના વિવાદનું થશે સમાધાન

અચળ સંપત્તિની ખરીદીમાં સફળતા મળશે. પૈતૃક સંપત્તિના વિવાદમાં સમાધાન થશે. ઘરમાં કોઈ ઈલેક્ટ્રોનિક વસ્તુ અથવા વાહન ખરીદીના યોગ છે. વિપરિત લિંગના વ્યક્તિ પ્રત્યે આકર્ષણ વધશે અને પ્રેમ સંબંધો તરફ આગળ વધશો. જે લોકો નવા સંબંધોની શરુઆત કરવા માગે છે તેમને સાવધાની રાખવાની જરુર છે. છૂટક કામ કરતા લોકોને કમાણીના નવા રસ્તા મળશે. પ્રેમ સંબંદોમાં થોડી નીરસતા આવી શકે છે. ખેતીવાડી, જમીન મકાન, કન્સલ્ટન્સી વગેરે વ્યવસાય સાથે જોડાયેલા જાતકો માટે પ્રગતીનો સમય છે.

સિંહઃ મળી શકે છે વિદેશ જવાનો મોકો

મહિનાના પૂર્વાર્ધમાં પ્રવાસનો યોગ બની શકે છે. વિદેશ જવાનો પણ મોકો મળી શકે છે. મિત્રો અને ભાઈભાંડુઓ તરફથી સહયોગ મળશે. કાર્યમાં સફળથા મળશે. કામ પૂર્ણ થવાથી મનમાં આનંદ રહેશે. મકાન તથા વાહનનું સુખ સારુ રહેશે. જૂની ઉધારી વસૂલ કરી શકશો. શુભ પ્રસંગનું આયોજન થશે અને તેમાં જવાનું થશે રોકાણ કરેલા અથવા કોઈ જગ્યાએ ફસાયેલા પૈસા પરત મળશે. તારીખ 7-8 દરમિયાન આરોગ્યની ચિંતા કરવી. કોઈ નવી વસ્તુ ખરીદી શકશો. બીમાર વ્યક્તિની તબીયતમાં સુધાર જોવા મળશે. તમારા શત્રુ પરાસ્ત થશે. પ્રણય સંબંધમાં પડેલા વ્યક્તિને પ્રેમી પાત્રને મળવાનો પ્રસંગ બનશે. તારીખ 28,29 અને 30 દરમિયાન સુખશાંતિનો અનુભવ કરી શકશો.

કન્યાઃ કમાણી માટે નવા અવસર મળશે

પારિવારિક સંબંધોમાં સાવધાનીરાખવી. તમારી પ્રગતિને લઈને સારા સમાચાર મળશે. કમાણીના નવા અવસર મળશે. મગંળ ધન સ્થાનમાં હોવાથી આર્થિક મોરચે થોડું સાવધાન રહેવાની જરુર. વિદ્યાર્થી વર્ગે થોડુ વધુ સાવધાન રહેવાની જરુર છે. પાંચમા અભ્યાસ સ્થાનમાં કેતુ મુશ્કેલી ઉભી કરી શકે છે. પ્રેમ સંબંધોમાં પણ આવી જ સ્થિતિ છે. કોઈ નવા સંબંધની શરુઆતમાં તમારે સતર્કતા વર્તવી પડશે. મહિનાના મધ્ય ભાગ શુભ કાર્યો માટે યોગ્ય નથી. નવા ઉદ્યમ શરુ કરવામાં અવરોધ આવશે. તમે પરીવારની ખુશી માટે મોંઘી વસ્તુઓ ખરીદો અથવા વધુ ખર્ચ કરો તેવી શક્યતા છે.

તુલાઃ આવકની ગતિ ધીમી પડશે

મહિનાના આરંભમાં તમારામાં જોશ અને ઉત્સાહ રહેશે જેના કારણે તમારા કાર્યોનું પરીણામ પણ સકારાત્મક આવશે. આર્થીક નુકસાનની આશંકાના કારણે વેપાર સંબંધી નિર્ણય લેવામાં સાવધાની રાખવી. આર્થીક જરુરીયાત પૂરી કરવા માટે લોન લેવા માગતા હોવ તો ઉત્તમ સમય છે. પરંત કોઈને ઉધાર આપવાની ભૂલ કરતા નહીં. જો કોઈ જૂની મિલકત વેચવા માગતા હોવ તો અનુકૂળ સમય છે. અવિવાહિત જાતકો માટે યોગ્ય જીવનસાથી મળી શકે છે. વિદ્યાર્થી વર્ગ માટે ઉત્તમ સમય છે. મહિના અંત વેપારમાં નવું પ્રકરણ શરુ કરવા માટે હિંમત મળશે. કોઈ વિપરિત લિંગની વ્યક્તિ સાથેના સંબંધો વધુ ગાઢ બનશે.

વૃશ્ચિકઃ દાંપત્ય જીવનમાં આનંદના સમાચાર

આરોગ્ય મામલે માથાનો દુખાવો, બ્લડપ્રેશન અથવા હ્રદય સંબંધિત તકલીફ હોય તો સાવધાની રાખવી. મહિનાની શુરઆત દાંપત્ય જીવન માટે સુખમય રહેશે. તમારુ અંતરંગ જીનન પણ સારુ રહેશે. વાહન અકસ્માતનો યોગ હોવાથી વાહન ચલાવતા સમયે ખાસ સાવધાની રાખવી. વિદ્યાર્થીઓમાં એકાગ્રતા રહેવાથી એકંદરે ફાયદો થશે. પ્રિય વ્યક્તિને વધુ સમય આપી શકશો. મહિનાના અંતમાં પારીવારીક વિવાદ ઉત્પન્ન થઈ શકે છે આ માટે પરીવાર સાથેના વ્યવહારમાં નમ્રતા રાખવી. સેલ્સ, માર્કેટિંગ, કન્સલ્ટન્સી, વક્તવ્ય શિક્ષણ જેવા ક્ષેત્રોમાં સારી પ્રગતિ શક્ય બનશે.

ધનઃ વિવાહ ઈચ્છુકો માટે ખૂબ સારો યોગ

મહિનાની શરુઆતમાં શુક્રની વ્યય સ્થાનમં યુતિ છે જેના કારણે સરકારી અથવા કાયદાકીય કાર્યોમાં વધુ ખર્ચ થશે. ભોગ-વિલાસ અને મોજશોખ પાછળ ખર્ચા વધશે. જોકે બીજા સપ્તાહથી ગ્રહોની સ્થિતિમાં ફેરફાર આવશે આ દરમિયાન વેપાર-ધંધામાં સાવધાની પૂર્વક નિર્ણય લેવા. વિવાહ ઇચ્છુક આ રાશિન જાતકો માટે સારો સમય રહેશે. પ્રેમ સંબધોમાં નિકટતા વધવાની શક્યતા છે. જમીન, મકાન સંબંધિત કાર્યોમાં આગળ વધી શકશો.

મકરઃ આવક વધશે.

મહિનાની શરુઆતમા મંગળનું પરિવર્તન તુલા રાશિમાં થશે. આ દરમિયાન પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો. વિદ્યાર્થી વર્ગ અભ્યાસ પાછળ પૂરતું ધ્યાન આપે. ઘરમાં હર્ષોલ્લાસનું વાતાવરણ રહેશે. કફ, શરદી અને ઉધરસ જેવી બાબતોથી આરોગ્યનું ધ્યાન રાખવું. તારીખ 11,12 અને 13 આવકમાં વધારો કરશે. જાતકને માનસિક ચિંતા રહેશે. નવા કાર્ય શરુ નહીં કરવા સલાહ આપવામાં આવે છે. જો પહેલાથી જ શેર માર્કેટમાં રોકાણ હોય તો સાવધાની રાખવી અને હાલ રોકાણથી બચવું.

કુંભઃ નોકરીયાત વર્ગ રહે સાવધાન

ડિસેમ્બરની શરુઆતમાં શુભ ફળ મળી શકે છે. ખાસ કરીને ડિઝાઇનિંગ, ગિફ્ટ આર્ટિકલ્સ, કળા જગત સાથે સંકળાયેલ, હોટેલ, સરકારી કોન્ટ્રાક્ટ્સ અને સરકારી નોકરીમાં ઉત્તમ પ્રગતિ મળશે. ધાર્મિક પ્રવાસ શરુ કરવામાં ઉત્તમ સમય છે. લગ્નવાંછુઓ માટે વિલંબના સમચાર છે. નોકરીયાદ વર્ગને શત્રુઓથી સાવધાન રહેવાની જરુર. સાર્વજનીક જીવનમાં વધુ સક્રીય બનશો. અંતિમ સપ્તાહ તમારા માટે આશાઓથી ભરપૂર રેહશે. કામકાજના સ્થળે વિપરિત લિંગ ધરાવતા લોકો સાથેના સંબંધોમાં નિકટતા વધશે.

મીનઃ નોકરી ધંધામાં ઉત્તમ પ્રગતિનો સંકેત

તમારા પ્રોફેશનલ કર્યો ધીમી ગતીએ શરુ થશે. મહિનાના શરુઆતી દિવસોમાં વેપરામાં કોઇ ભૂલ ભરેલો નિર્ણય ન થઈ જાય તેનું ધ્યાન રાખવું. નવા સંબંધોની શરુઆતમાં સાવધાની રાખવી નહીંતર દગોબાજીનો શિકાર બની શકો છો. મહિનાના પાછલા પંદર દિવસમાં શુક્ર અને સૂર્ય તમારા કર્મસ્થાનમાં સ્થિત થઈ નોકરી ધંધામાં પ્રગતિનો સંકેત આપી શકે છે. સરકારી કામકાજ, સરકારી નોકરી, ક્રિએટિવિટીથી સંકળાયેલ જેવા ક્ષેત્રોમાં વધુ પ્રગતિ સાધી શકો છો. મહિનાના અંતિમ ચરણમાં વધુ લાલચ રાખવી નહીં અન્યથા તેનાથી મોટું નુકસાન થઈ શકે છે.

સોર્સ: આઈ એમ ગુજરાત

Leave a Reply

error: Content is protected !!