૨૦૧૮ માં શું તમારી રાશી પર થશે કુબેરની વર્ષા? – બનશો ધનવાન? – જાણી લો

નવું વર્ષ રહેશે ભાગ્યશાળી

નવા વર્ષની શરુઆત મંગળ ગ્રહના ગોચરથી થઈ રહી છે. મંગળ વૃશ્ચિક રાશિમાં પહોંચી રહ્યો છે, તુલા રાશિથી નીકળીને વૃશ્ચિક રાશિ પર મંગળ ગ્રહ 7 માર્ચ 2018 સુધી રહેશે. ગોચર મુજબ વર્ષના ત્રણ મહિના આ રાશિઓ માટે ભાગ્યવર્ધક રહેશે.

આ બે રાશિને વધુ ફળશે

આ રાશિઓના નોકરી ધંધા સાથે જોડાયેલાઓમાં શુભ પરિવર્તન બનતું દેખાઈ રહ્યું છે, પણ મંગળનો ગોચર વધુ રાશિઓ પર સકારાત્મક અસર કરતો દેખાય છે, બે રાશિઓ માટે આ વિશેષ શુભ ફળદાયી સાબિત થશે, સાથે જ વર્ષની શરુઆત આ બે રાશિઓની ધન-સંપત્તિ ખુશહાલીથી પરિપૂર્ણ રહેશે.

મેષ રાશિ

મંગળ ગ્રહનું આ ગોચર મેષ રાશિને ધનેશ યોગ આપશે, જેનાથી આ રાશિના જાતકોની ધન લાભની સ્થિતિ ઘણી સારી સાબિત થશે. ખાસ કરીને ધન-સંપત્તિના મામલામાં આ રાશિ માટે ઘણુ શુભ ગોચર રહેશે.

મેષ રાશિને ફાયદો

ઘણાં કાર્યો જે લાંબા સમયથી પેન્ડિંગ હશે, તેને પૂરા કરવામાં મુશ્કેલી આવી રહી હોય તે આ સમય દરમિયાન સફળતાપૂર્વક થતા દેખાશે. વ્યવસાયમાં નોકરીમાં પ્રગતિના શુભ સંદેશ દેખાઈ રહ્યા છે, અને જે આવનારા સમયમાં તમારી રાશિ માટે લાભકારી સાબિત થશે. આ રાશિ પર મંગળ ગ્રહ ગોચર વિશેષ ધન લાભ યોગનું નિર્માણ કરે છે.

મકર રાશિ

મકર રાશિના લાભેશના આ 2018ના વર્ષમાં ઘણાં ધન લાભના રસ્તા ખુલતા દેખાઈ રહ્યા છે. વેપાર અને વ્યવસાય સાથે જોડાયેલા જાતકો માટે આ વર્ષ ભાગ્યશાળી રહેવાનું છે. આ સિવાય અન્ય ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો પ્રયાસ કરતા રહે, સફળતા ઘણી સારી મળશે. જો તમે નોકરી કરો છો તો આ ગોચર તમને પદોન્નતિની તક આપતું દેખાઈ રહ્યું છે.

મિત્રો, આ તો વાત થઇ જ્યોતિષ શસ્ત્ર ની , તમારી રાશી જે પણ હોય, કર્મ ક્યારેય વ્યર્થ જતા નથી. એટલે મિત્રો, સારું કામ કરો, નીતિ સાથે કામ કરો, મહેનત કરો, બસ પછી ફળ મળશે જ મળશે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ ની આ પોસ્ટ ગમી હોય તો બીજીએ મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!