આ પાંચ વસ્તુઓ આરોગ્યા વગર ગુજરાતીઓનો શિયાળો નીકળે એ શક્ય જ નથી

આપણે ગુજરાતી લોકો ખાવાનાં ખૂબ જ શોખીન તો છીએ જ પણ વિવિધ ઋતુ મુજબ આપણી ખાવાની ચીજ-વસ્તુઓ પણ બદલાય છે. જેમ કે, ચોમાસામાં મજાનો વરસાદ પડતો હોય તો ભજીયા કે ચા યાદ આવે, ઉનાળામાં બરફ-ગોળા કે આઈસ્ક્રીમ યાદ આવે એવી જ રીતે શિયાળામાં તો ખાસ અમુક વસ્તુઓ ખાધા વગર તો શિયાળો અધૂરો છે.

તો ચાલો જાણીએ એવી અવનવી વસ્તુઓ વિશે કે, જેને ખાધા વગર એક પાક્કા ગુજરાતીનો શિયાળો શક્ય જ નથી…

(1) અડદિયા પાક

અડદિયા પાક ગુજરાતભરમાં ખૂબ પ્રચલિત અને લોકપ્રિય છે. સ્વાદમાં લાજવાબ, જોવામાં અદ્ભૂત, ખૂબ જ પોષણક્ષમ અને સ્વાસ્થ્ય-વર્ધક અડદિયા પાક નાના-મોટા સૌને ભાવે એવી સરસ મીઠાઈ છે. શિયાળામાં દરેક ગુજરાતી અડદિયા પાકની આતુરતાથી રાહ જોવે છે.

બેસ્ટ અડદિયા પાક ની રેસીપી વાંચવા અહી ક્લિક કરો

(2) બાજરાનો રોટલો અને રીંગણાનો ઓળો


બાજરો પાચનમાં હળવો હોય છે. બાજરો પોષક તત્વોથી ભરપૂર છે. બાજરો ખાવાથી શરીરનું તાપમાન જળવાય રહે છે. તેથી શિયાળામાં દરેક ગુજરાતી બાજરાનો રોટલો અને રીંગણાનો ઓળો તો ખાય જ. બાજરાનો રોટલો અડદની દાળ, લીલા લસણની ચટણી અને ઘી-ગોળ સાથે પણ સ્વાદિષ્ટ લાગે છે.

(3) વિવિધ જાતના વસાણાં

શિયાળામાં વિવિધ પ્રકારના વસાણાં ખાવાની ગુજરાતીઓની પરંપરા રહેલી છે. આ વસાણાની પાછળ તંદુરસ્તીના અનેક રહસ્યો રહેલાં છે. સામાન્ય રીતે વસાણા બનાવવામાં વપરાતી ચીજવસ્તુઓમાં ગરમ પદાર્થ હોય છે. તેથી શિળાયામાં તેનું સેવન કરવું શરીર માટે હિતાવહ ગણાય છે. શિયાળો આવતાં જ કચરિયાં પાકના વેચાણથી બજાર ધમ-ધમી ઉઠતુ હોય છે. આ વસાણાંમાં આદુપાક, તલનું કચરિયું, ખજૂર, ટોપરૂ, શીંગ-દાળિયાની ચીક્કી તથા અન્ય કેટલાક સુકામેવાનો સમાવેશ થાય છે. શિયાળામાં કચરિયું તેમજ સુકા મેવાથી બનતા પાકો ખોરાકમાં લેવા શરીર માટે ફાયદાકારક ગણાય છે. શિયાળામાં તલ સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. તલ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તલ અને ગોળમાંથી એન્ટિઓક્સાઈડ અને આયર્ન મળતાં હોવાથી ઠંડીમાં તેનું સેવન લાભદાયી રહે છે. જેથી તલ અને ગોળથી બનતું કચરિયું તેમજ ચીકી આરોગ્ય માટે ગુણકારી નિવડે છે.

(4) ચણી બોર, જામફળ અને આમળા

લગભગ શિયાળામાં દરેક ગુજરાતી આ ત્રણેય ખાટા-મીઠાં ફળો ખાય જ છે. એમાય જો ખેતર કે વગડામાં બોરડી પરથી બોર કે જામફળ તોડીને ખાવા મળે તો-તો મજા પડી જાય. શિયાળામાં મળતાં લાલ અને સફેદ જામફળ તેમજ આમળા પણ પોષક તત્વોથી ભરપૂર હોય છે. ત્રણેય ફળોમાં ભરપૂર વિટામિન રહેલા છે. શિયાળામાં નાના-મોટા બધાં લોકો આ ફળ દિલ ખોલીને ખાય છે.

(5) ઘી-ગોળ


શિયાળામાં દરેક ગુજરાતી સવારે ભાખરી કે રોટલી ઉપર ઘી લગાડીને જ ખાય અથવા રોટલી અને ઘી-ગોળ. શિયાળામાં આપણે મોટાભાગે એવું સાંભળતા જ હોઈએ છીએ કે, શિયાળામાં ખૂબ ખાવ, કસરત કરો અને આખું વર્ષ તંદુરસ્ત રહો. ઘી-ગોળ ઘણું સ્વાસ્થ્ય-વર્ધક અને બળ વધારનાર છે. શિયાળામાં ચોખ્ખા ઘીમાંથી બનેલ સુખડી, લાડવા અને ગુંદરપાક ગુજરાતી લોકો દાબી-દાબીને ખાય છે. મજ્જાનો શિયાળો….

ખાતે રહો જબ તક હૈ જાન,
કસરત કરો જબ તક હૈ જાન અને
હંમેશા તંદુરસ્ત રહો જબ તક હૈ જાન.

લેખક – ઈલ્યાસભાઈ

‘જ્ઞાન સાથે ગમ્મત’ ની આ પોસ્ટ તમને ગમી હોય તો જરૂર લાઈક કરજો અને દરેક ગુજરાતીઓ સાથે શેર પણ કરજો.

પોસ્ટ ને કોપી પેસ્ટ કરવાની સખ્ત મનાઈ છે.

Leave a Reply

error: Content is protected !!