તમે હાથી તો ઘણાં જોયા હશે પણ આવો દુર્લભ હાથી ક્યારેય નહીં જોયો હોય, જોઈને થઈ જશો અવાક !

કુદરત દ્રારા નિર્મિત આ સ્વર્ગ જેવી દુનિયામાં કેટલીએ વસ્તું ખૂબ જ વિચિત્ર, વિસ્મયકારી અને અદ્ભૂત છે. એક માણસ જે વસ્તું વિશે વિચારી પણ ન શકે એવી-એવી વસ્તુઓ કુદરતે બનાવી છે. જેમ ધરતી ઉપર જીવન છે એવી જ રીતે પાણીમાં પણ રંગબેરંગી જીવ સૃષ્ટિ છે. જળ સૃષ્ટિમાં એવાં-એવાં ગાઢ રહસ્યો છુપાયેલ છે કે, જેની કોઈ કલ્પના ન કરી શકાય.જાણકારી મુજબ દરિયાઇ જીવમાં સૌથી મોટો જીવ બ્લૂ વ્હેલ હોય છે. એ એવી મહાકાય હોય કે તમે વિચારી પણ ન શકો.

કેટલીક વ્હેલ તો એટલી મોટી હોય કે એનાં અંદર 10 હાથી સમાય જાય. જો કે વ્હેલ પણ એક માછલી જ છે. જો આપણે વાત કરીએ જમીન પર વસતા સૌથી મોટા જાનવરની તો એ હાથી છે. આ વાત પરથી જ તમે અંદાજ લગાવી શકો કે જળ-સૃષ્ટિ કેટલી વિસ્મયકારી છે. હાથીને સૌથી શાંત અને ચપળ જાનવર માનવામાં આવે છે પણ જો તે ગાંડો થાય તો એની સામે રહેલ મોટા-મોટા ઝાડને પણ મૂળિયા સહીત ઉખાડીને ફેંકી દે.

એશિયામાં હાથીની સંખ્યા સૌથી વધું છે. એશિયાઈ હાથી આખી દુનિયામાં પ્રસિધ્ધ છે. આજ સુધી તમે ઘણાં હાથી જોયા હશે પણ આજે અમે તમને એવાં હાથી વિશે જાણકારી આપીશું કે, જેને તમે કોઈ દિવસ જોયા નહીં હોય.

આ હાથી પોતાની સુંદરતા માટે આજકાલ ચર્ચામાં છે. તમે કાળા કાનવાળા હાથી તો ઘણાં જોયા હશે પણ શું ક્યારેય લાલ કાનવાળા હાથી જોયા છે? લગભગ નહીં જ જોયા હોય. આ વર્ષની શરૂઆતમાં ઘણાં વર્ષો બાદ લાલ કાનવાળો દુર્લભ અને સુંદર હાથી જોવા મળ્યો.

લાલ કાનવાળો એશિયાઈ હાથી આ વર્ષની શરૂઆતમાં ભારતનાં જિમ કાર્બેટ નેશનલ પાર્કમાં જોવા મળ્યો હતો. આ દુર્લભ હાથીને એક બેન્ક કર્મચારીએ પોતાની યાત્રા દરમિયાન જોયો હતો. સામાન્ય રીતે હાથીનાં કાન લાલ નથી હોતા. આવું નેચરલ પિગમેંટેશનને કારણે થાય છે. એશિયાઈ નર હાથીને ઝુંડથી એકલા રહીને ફરવાની આદત હોય છે. આવા લાલ કાનવાળા હાથી ભાગ્યે જ જોવા મળતાં હોય છે. લાલ કાનવાળા હાથીની પ્રજાતિ લુપ્ત થવાની અણી ઉપર છે. હાથીના કાન લાલ હોવા પાછળ જે-તે જગ્યા, આબોહવા અને પ્રકૃતિ જવાબદાર હોય છે.

ભારતીય હાથી વિશે જાણવા જેવી કેટલીક માહીતી

● ભારતીય હાથી દરરોજ 200 કિલો જેટલો આહાર લે છે. તેમાંથી તે માત્ર 40 ટકા જ પચાવી શકે છે.
● હાથીનું સરેરાશ આયુષ્ય 40 વર્ષનું હોવાનું માનવામાં આવે છે, પરંતુ તેનું વધુમાં વધુ આયુષ્ય 69 વર્ષનું નોંધાયું છે.
● ભારતીય પુરુષવયના હાથીની સરેરાશ ઊંચાઈ 2.75 મીટર સુધી મળી આવે છે.
● હાથણી 11 વર્ષની ઉંમરે અથવા એથી વધુ ઉંમરે પ્રજોત્પતિ માટે લાયક બને છે. ગર્ભાધાન બાદ 22 માસ પછી એક બચ્ચાને જન્મ આપે છે.
● ભારતમાં કુલ મળી 13,000 જેટલા હાથીઓની વસ્તી છે.

સંકલન – ઈલ્યાસભાઈ

નોંધ: જ્ઞાન સાથે ગમ્મત પર પોસ્ટ થયેલ આ લેખ, કોપી-પેસ્ટ કરવો નહિ

Leave a Reply

error: Content is protected !!