‘અબ મેરે પાસ ભાઈ નહીં હૈ’ – અમિતાભ બચ્ચને શ્રી શશી કપૂરની યાદમાં લખેલ લાગણી-સભર પત્ર વાંચો

મુંબઈ : બોલીવુડનાં ધુરંધર અભિનેતા શશી કપૂરનાં અવસાન બાદ આખા બોલીવુડમાં ગમગીની છવાઈ ગઈ છે. અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર ખૂબ જ ભાવુક પત્ર લખ્યો છે, જે શશી કપૂર માટે લાગણી-સભર શ્રદ્ધાંજલી છે. પત્રની શરૂઆતમાં બિગ બી લખે છે.

‘હમ જીંદગી કો અપની કહાં તક સમ્ભાલતે,

ઈસ કિંમતી કિતાબ કા કાગજ ખરાબ થા.’

શશીજી નાં મૃત્યું બાદ અમિતાભે કહ્યું, અબ મેરે પાસ ભાઈ નહીં હૈ. આ સાથે જ બિગ બી એ ટ્વિટર પર પણ એક ફોટો શેર કર્યો અને લખ્યું છે “આપકે બબુઆ કી તરફ સે શશી જી” શશી જી પ્રેમથી અમિતાભને ‘બબુઆ’ કહેતાં. અમિતાભ શશી કપૂરનાં હેર સ્ટાઈલ, એમનાં વર્તનની નકલ કરતા.

અમિતાભ બચ્ચને શશી કપૂર સાથે દીવાર, સુહાગ, ત્રિશુલ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, બોલીવુડ અને થિએટરનાં દિગ્ગજ એક્ટર શશી કપૂરનું સોમવારે લાંબી બીમારી બાદ મુંબઇમાં નિધન થયું હતું. મુંબઈનાં કોકિલાબેન હોસ્પિટલમાં તેમણે 79 વર્ષની ઉંમરે છેલ્લાં શ્વાસ લીધાં હતાં. શશી કપૂરનાં મૃત્યુંનાં સમાચાર મળતાં જ ઘણી જાણીતી હસ્તીઓએ ટ્વિટર પર તેમને શ્રદ્ધાંજલી આપી હતી.

અમિતાભે કહ્યું કે, વર્ષ 1969 માં જ્યારે તેઓ પોતાના ફિલ્મ કરિઅરની શરૂઆત કરી રહ્યાં હતાં ત્યારે એક સામાજિક કાર્યક્રમમાં તેમની મુલાકાત શશી કપુર સાથે થઈ હતી. અમિતાભે લખ્યું, “શશી કપૂર ! કહીને પોતાનો પરિચય આપતાં તેઓ એ ઉમળકાભેર પોતાનો હાથ લંબાવ્યો. તેમનાં ચહેરા પર સ્મિત અને આંખોમાં ચમક હતી. તેઓએ આવું કરવાની જરૂર નહોતી કારણ કે, દરેક જણ એમને ઓળખતા હતાં પણ આ એમની વિનમ્રતા હતી, આ એમની મહાનતા હતી.

બિગ બી એ લખ્યું, જ્યારે શશીજી એ વાત કરી ત્યારે તેમનાં અવાજમાં સજ્જનતા, મસ્તીપણું અને સૌમ્યતા હતી.

અમિતાભની દિકરી શ્વેતાનાં લગ્ન રીતુ નંદાનાં પુત્ર અને રાજ કપૂર નાં નાતી નિખીલ નંદા સાથે થયાં છે. અમિતાભે લખ્યું કે, શશી બીમાર હતાં. પોતાની પ્રિય પત્ની જેનિફરનાં મૃત્યું બાદ શશીજી ભાંગી પડ્યા અને ખૂબ જ એકલતા અનુભવી રહ્યાં હતાં. આ પહેલાં પણ હોસ્પિટલમાં માંદગી દરમિયાન કેટલીએ વાર હું તેમને મળવા ગયો હતો. સીને જગતમાં શશીજીની ખોટ કોઈ પુરી નહીં કરી શકે.

ભાવાનુંવાદ – ઈલ્યાસભાઈ

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ કરાયેલ આ લેખ પરવાનગી વગર કોપી પેસ્ટ કરવો નહિ. શેર ના ઓપ્શન્સ આપેલા જ છે, એનો ઉપયોગ કરવો.

Leave a Reply

error: Content is protected !!