બાહુબલી ના બંને ભાગમાં જે વાત નો ઉલ્લેખ નથી એવી ઘણી સિક્રેટ વાતો વાંચો

જયારે પાંચ વર્ષની શીવગામીએ પોતાના પિતાના નામ પર દેશદ્રોહનો કલંક લાગતો જોયો અને મહારાજાએ તેમને દેહાંતદંડ ફરમાવ્યો, ત્યારે તેને પ્રતિજ્ઞા લીધી કે એક દિવસ તે માહિષ્મતી સામ્રાજયનો નાશ કરીને જ રહેશે. સત્તર વર્ષની ઉમરે તેને પોતાની જૂની હવેલીમાંથી એક હસ્તલિખિત પુસ્તક મળી આવે છે. પિશાચી નામની વિચિત્ર ભાષામાં લખવામાં આવેલા આ પુસ્તકમાં કદાચ એવી માહિતી હોય જેનાથી તેના પિતા પર લાગેલું કલંક દૂર થઈ શકે કે એ નામ વધારે બગડતું અટકાવી શકાય.

બીજી બાજુ, આદર્શવાદી અને ગર્વિષ્ઠ યુવાન ગુલામ કટપ્પા પોતાની ફરજનું નિષ્ઠાપૂર્વક વાહન કરવામાં દ્રઢ વિશ્વાસ ધરાવતો હોય છે. તેના પર બગડેલા રાજકુમારની સેવા કરવાની જવાબદારી આવી પડે છે. સાથે-સાથે પોતાના સામાજિક સ્થાનને ધિક્કારતા અને સ્વાતંત્ર્ય ઝંખતા પોતાના ભાઈને પણ તેને સંભાળવાનો છે અને મુશ્કેલીમાંથી બહાર કાઢવાનો છે.

શીવાગામી પેલા પુસ્તકનું રહસ્ય પામવાનો પ્રયત્ન કરે છે એ દરમિયાન તેને જાણવા મળે છે કે માહિષ્મતીમાં કાવતરાખોરો, રાજમહેલની ખટપટો, ભ્રષ્ટ અધિકારીઓ અને ક્રાંતિકારીઓની ભરમાર છે. એક મહત્ત્વાકાંક્ષી ઉમરાવ સત્તા અને ધન માટે કંઈ પણ કરવા માટે તૈયાર છે. સિત્તેર વર્ષની યોદ્ધા સ્ત્રીના હાથ નીચેની એક ખાનગી સેના ગુલામોનો વેપાર કરવા માટે કટીબદ્ધ છે. ત્રણસો વર્ષ પહેલા પોતાને પવિત્ર પર્વતથી દૂર ધકેલી દેવા માટે જંગલોમાં વસતો એક કબીલો માહિષ્મતીને ધિક્કારતો હોય છે અને તે રાજા સાથે લડવાની તૈયારી કરી રહ્યો છે.

‘અસુર : ટેલ ઓફ ધી વેન્કવિશ્દ’, ‘રોલ ઓફ ડાઈસ’ અને ‘રાઈસ ઓફ કાલી’ના લેખક આનંદ નીલકંઠ આ વખતે લઈને આવ્યા છે ‘શીવગામીનો ઉદય’ જેમાં તેમણે અદભુત કાવતરાઓ અને અવિસ્મરણીય પાત્રો સર્જી બતાવ્યા છે. કાવતરાઓ અને શક્તિ, બદલા અને દગાની કથાથી ભરપુર એવું આ પુસ્તક ‘શીવગામીનો ઉદય’ એસ. એસ. રાજામૌલીના અતીસફળ ચલચિત્ર ‘બાહુબલી’ની સુયોગ્ય પુરોકથા બની રહે છે.

માહિષ્મતી સામ્રાજ્યની અઢળક રહયસ્મય વાતો સાથેનું આ અંગ્રેજીમાં બેસ્ટ સેલર થયેલું પુસ્તક હવે ગુજરાતીમાં પણ મળશે. ઘરે બેઠા પુસ્તક મેળવવા 7405479678 નંબર પર કોલ/વોટ્સએપ કરો અથવા ક્લિક કરો www.dhoomkharidi.com

Leave a Reply

error: Content is protected !!