પાણીમાં એક ચમચી નમક (મીઠું) નાખીને ન્હાવાથી થશે આ પાંચ અદ્દભુત ફાયદાઓ

આપણે સૌ જાણીએ જ છીએ કે, રસોઈમાં નમક સૌથી અગત્યની વસ્તું છે. નમક સામાન્ય કિંમતમાં સરળતાથી મળી રહે છે, જેનાથી ખાવા-પીવાની વસ્તુંનાં સ્વાદમાં ઉમેરો થાય છે. પણ જો ક્યારેક ભુલથી રસોઈમાં મીઠું વધી જાય તો પણ ઉપાધિ. એટલે જ લોકો કહે છે કે, ‘મીઠું સ્વાદ અનુસાર…’

મીઠાં વગર ઉંચામાં-ઉંચા પકવાન પણ એકદમ ફિક્કા લાગે. નમક વગરનું ભોજન તો દર્દીઓ પણ નથી ખાતા. ખરેખર ! નમક વગર તો આપણી જીંદગી પણ ફિક્કી જ લાગે. ભોજનમાં નમકનાં ઉપયોગથી આપણાં હાડકા મજબૂત બને છે અને નમક શરીરમાં કેલ્શિયમની પૂર્તિ કરે છે. મિત્રો, આ સિવાય પણ નમકનાં બીજા ઘણાં મહત્વના ફાયદાઓ છે. તો ચાલો જાણીએ, નમકનાં બીજા કેટલાંક ચમત્કારિક ફાયદાઓ.

(1) હાડકા સંબંધી બીમારીમાં ફાયદાકારક


ઘણીવાર લોકોને હાડકા સંબંધી બીમારીઓ થતી હોય છે અને લોકો એનાં ઇલાજ માટે પાણીની જેમ પૈસા ખર્ચતા હોય છે. એમ છતાં બીમારીનો 100% ઈલાજ થતો નથી અને લોકોને દર્દ સહન કરવું પડે છે. તો મિત્રો, હવે તમારે હાડકાને લગતી સમસ્યા માટે ડૉક્ટર પાસે નહીં જવું પડે કારણ કે, અમે તમારાં માટે લાવ્યા છીએ એકદમ મફત, ઘરેલુ અને અસરદાર ઈલાજ.
જી હા દોસ્તો, જો તમને હાડકાનાં દુઃખાવાની બીમારી હોય તો દરરોજ સ્નાન કરતા પહેલાં પાણીમાં નમક નાખી દેવું. આ એકદમ આસાન ઉપાયથી તમને બીમારીમાં ઘણી રાહત મળશે.

(2) ચામડીને લગતી બીમારીને જડમૂળથી દુર કરે.


મિત્રો, જો તમને સ્કીનને લગતી કોઈ પ્રોબ્લેમ હોય જેનાં કારણે શરીરમાં ખંજવાળ, દાગ કે ત્વચા શુષ્ક થઈ ગઈ હોય તો ગભરાવવાની જરૂર નથી. કારણ કે અમારી પાસે આનો પણ ઉપાય છે અને એનાં માટે કોઈ ખર્ચ કરવો નહીં પડે. શરીર પર જે જગ્યાએ ખંજવાળ આવતી હોય કે દાગ થયાં હોય એ જગ્યાને મીઠાંવાળા પાણીથી ધોવાથી ત્વચાની બીમારીથી તાત્કાલિક છૂટકારો મળશે.

(3) ઝેરીલા જીવ-જંતુઓનાં ડંખમાં રાહત


જો કોઈ વ્યક્તિને ઝેરીલા જીવ-જંતુઓ જેવા કે, સાપ, વીંછી, મધમાખી વગેરે ડંખ મારે તો એ જગ્યા પર મીઠાંવાળુ પાણી લગાવવાથી ઘણી રાહત થાય છે. નમક ડંખવાળી જગ્યા પરથી ઝેરને બહાર કાઢે છે અને એની અસર નાબુદ કરે છે.

(4) સાંધાની બીમારી દુર કરે


જે લોકોને સાંધામાં દુઃખાવો રહેતો હોય તેમણે પાણીમાં નમક નાખીને ન્હાવું જોઈએ. પાણીમાં નમક નાખીને ન્હાવાથી સાંધાની બીમારીમાં રાહત મળે છે. જેનાં માટે તમારે કોઈ ખર્ચ કરવાની જરૂર નથી. ઘરમાં રહેલ મીઠુ જ કારગર સાબીત થશે.

(5) ફોલ્લી કે ફોડકી થઈ હોય તો મટે છે


શરીરમાં લાલ રંગની ફોલ્લીઓ પડી હોય કે નાના-મોટા ફોડકા થયાં હોય તો ન્હાવાનાં પાણીમાં એક ચમચી મીઠું નાખી દેવું. મીઠાંનાં ચમત્કારિક ગુણથી જલ્દી ફાયદો થશે. પાણીમાં મીઠુ નાખીને ન્હાવાથી પરસેવાની દુર્ગંધથી પણ છૂટકારો મળે છે અને સ્કીન પ્રોબ્લેમ થતા અટકે છે.

સંકલન – ઈલ્યાસભાઈ

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર ની આ પોસ્ટ તમને ગમી હોય તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરો.

નોંધ: આ પોસ્ટ કોપી-પેસ્ટ કરવાની મનાઈ છે

Leave a Reply

error: Content is protected !!