હિંદુ ધર્મમાં જનોઈ ધારણ કરવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

જનોઈ ધારણ કરવાની પરંપરા વૈદિક કાળથી ચાલી આવેલી છે, તેને ઉપનયન પણ કહેવાય છે. ઉપનયન હિન્દુ ધર્મમાં જણાવવામાં આવેલા 16 સંસ્કારો પૈકી એક છે. છોકરાની ઉંમર 10થી 12 વર્ષ  થાય ત્યારે તેને જનોઈ ધારણ કરાવવામાં આવે છે.

જનોઈ પહેરનાર વ્યક્તિને કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે. જેમ કે તે નિત્ય કર્મ બાદ પોતાની જનોઈ ઉતારી નથી શકતો. આ જ કારણ છે કે આજના જમાનામાં લોકો જનોઈ પહેરવાથી બચે છે. તેને આઉટડેટેડ માને છે. પણ જનોઈ પહેરવાથી વ્યક્તિને કેટલાક લાભ થાય છે. અહીં અમે જણાવી રહ્યા છીએ જનોઈ ધારણ કરવાના લાભ વિશે.

યજ્ઞોપવિત, બટુક એટલે કે બાર વર્ષથી નાની ઉંમરના બાળકને આપવી યોગ્ય ગણાય છે. જનોઈ ધારણ કર્યા પછી મળ-મૂત્ર ત્યાગ કરતી વખતે જનોઈને જમણા કાન પર ચડાવવાનો નિયમ પણ બનાવાયો છે.

આ છે જનોઈ પહેરવા પાછળનું વૈજ્ઞાનિક કારણ

જનોઈ ધારણ કરવાના ધાર્મિક મહત્વની સાથે સાથે વૈજ્ઞાનિક કારણો પણ છે. વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો જનોઈ સ્વાસ્થ્ય અને પૌરુષ માટે અત્યંત લાભકારી હોય છે. જનોઈ ધારણ કરવાથી હદયરોગ થવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે. મેડિકલ સાયન્સ પ્રમાણે જમણા કાનની નસ ગુપ્તેન્દ્રિયો સાથે જોડાયેલી હોય છે.

મળે છે ખરાબ સ્વપ્ન અને વિચારોથી છુટકારો

મૂત્રવિસર્જન દરમિયાન જમણા કાન પર જનોઈ લપેટવાથી શુક્રની રક્ષા થાય છે. જે પુરુષોને ખરાબ સપના આવતા હોય, તેમણે સુતી વખતે કાન પર જનોઈ લપેટી લેવી જોઈએ. માનવામાં આવે છે કે આનાથી ખરાબ સપના આપવાની સમસ્યાથી છૂટકારો મળે છે.

સૂર્યને બળ આપવાનો છે હેતુ

જનોઈ ધારકે ગાયત્રીમંત્રના જાપ નિયમિતપણે કરવાના હોય છે. આની પાછળ સૂર્યને બળ આપવાનો હેતુ છે. યજ્ઞોપવિત ધારણ કરાવવાનો અર્થ ઘણો જ વ્યાપક છે જનોઈને પવિત્રતાનો પર્યાય માનવામાં આવે છે. જનોઈ ધારણ કરવી એટલે એનો અર્થ જનોઈ ધારકે નૈતિક મૂલ્યો જાળવવા અને જળવાવવા. પોતે ખોટું કરવું નહી અને પોતાની હાજરીમાં ક્યાંય ખોટુ થવા દેવું નહી. જીવનમાં નીતિ, કર્મઠતા, પ્રમાણિકતા, ધગશ, ઉત્સાહ, મહેનત, જીવ માત્રની નિર્ભયતા અને વિકાસ, દયા, કરુણા જેવા તત્વોને જીવનમાં આપનાવવાના હોય છે. માણસે માણસ તરીકેની માણસાઈ બતાવવાની છે. જનોઈ ધારકને માથે વૈશ્વિક જવાબદારી છે.

કામ-ક્રોધ પરનિયંત્રણ લાવે છે જનોઈ

પીઠ તરફ જતી એક પ્રાકૃત્તિક રેખા જમણા ખભાથી કમર સુધી સ્થિત હોય છે. આ રેખા શરીરમાં વિદ્યુત પ્રવાહની જેમ કામ કરે છે. જનોઈ પહેરવાથી તે કંટ્રોલમાં રહે છે, જેનાથી કામ-ક્રોધ પર કંટ્રોલ રહે છે.

આ પોસ્ટ અને એના ફોટો અહીંથી કોપી કરતા પહેલા બ્લોગ એડમીનની લેખિત પરવાનગી લેવી જરૂરી છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર સંકલિત આ લેખ જો તમને ગમ્યો હોય તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!