ટ્રાયલ રૂમ યુઝ કરતા પહેલા આ ૫ વસ્તુ ચેક નહિ કરો તો થઇ શકે છે તકલીફ

ગોવામાં ફેબઈન્ડિયાના સ્ટોરમાં ટ્રાયલ રૂપમમાંથી છૂપો કેમેરા પકડીને સ્મૃતિ ઈરાનીએ મોટા શોપિંગ મોલના ટ્રાયલ રૂમોમાં છૂપા કેમેરા હોવાની પોલ ખોલી નાખી હતી. જે બાદ ઘણાં શોપિંગ સ્ટોર્સના ટ્રાયલ રૂમમાં છૂપા કેમેરા પકડાયાના ફરિયાદો સામે આવી હતી. આનો મતલબ એવો નથી થતો કે, હવે શોપિંગ મોલ, સ્ટોર, લેડિઝ ટોઈલેટ જેવી જગ્યાઓ પર છૂપા કેમેરા લાગતા નથી. છૂપા કેમેરાથી સાવધાન રહેવું હોય તો આટલું જરૂર ધ્યાન રાખજો.

1. ટ્રાયલ રૂમમાં જાવ ત્યારે આટલું જરૂર ચકાસો કે તમારા મોબાઈલ ફોનમાં નેટવર્ક છે કે નહીં. શંકા જાય તો કૉલ કરી જુઓ જો કૉલ ન લાગે તો ત્યાં કેમેરા લાગ્યા હોવાની શંકા રહેલી છે.

2. ટ્રાયલ રૂમમાં છૂપાયેલા કેમેરાની જાણકારી માટે તમારા મોબાઈલ ફોનનો કેમેરા ઓન કરો. જો અહીં કો છૂપો કેમેરા લગાવેલો હશે તો તમારા કેમેરામાં એક અજીબ પ્રકારનો અવાજ આવવા લાગશે.

3. ટ્રાયલ રૂમમાં લાગેલો મિરર (અરીસો) પણ ખતરનાક હોઈ શકે છે. આ મિરર અસલી છે કે નકલી છે. એટલે કે કાચની બીજી તરફથી કોઈ તમને જોઈ શકે છે કે નહીં તે જાણવા માટે ફિંગર ટેસ્ટ કરી લો. તેના માટે તમારે એક આંગળી કાચ પર મૂકવાની છે જો આંગળીના પ્રતિબિંબ અને આંગળીની વચ્ચે ગેપ જણાય તો તે અરીસો છે પણ જો આંગળીનું પ્રતિબિંબ ન દેખાતું હોય તો સાવધાન થઈ જાવ આ અરીસો નકલી છે, તો ટ્રાયલ રૂમની તપાસ કરાવો અને ફરિયાદ પણ કરો.

4. ટ્રાયલ રૂમમાં અરીસા પર નોક (દરવાજો ખખડાવીએ તે રીતે) કરો. જો ખાલ્લી ડબ્બા જેવો અવાજ આવે તો સમજી લેવું કે અરીસો નકલી છે.

5. આ સિવાય કેમેરા ડિટેક્ટરનો પ્રયોગ કરીને પણ ટ્રાયલ રૂમમાં લગાવેલા છૂપા કેમેરાની ભાળ મેળવી શકાય છે.

સોર્સ: આઈ એમ ગુજરાત

Leave a Reply

error: Content is protected !!