ધાંગધ્રા સ્થિત શીતળા માતાના મંદિરમાં બાધા પૂરી કરવા લાખો લોકો આવે છે

ધ્રાંગધ્રાનાં ફલકુનદીનાં પટમાં ઉપર આવેલ 200 વર્ષે પૂરાણુ ઐતિહાસિક શીતળામાજીનું મંદિર આવ્યુ છે. આ મંદિરે શીતળા સાતમનો ચાર દિવસનો મેળો ભરાય છે. ત્યારે માતાજીનાં દર્શન અને બાધા પૂર્ણ કરવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડે છે. ધ્રાંગધ્રાનાં ફલકુ નદીનાં કાંઠા પર આવેલ શીતળા માતાજીના મંદિરની સ્થાપનાં રાજા અમરસિંહજી બીજાએ સવંત 1872નાં રોજ કરી હતી. આ મંદિરને ધ્રાંગધ્રાનાં પથ્થરોમાંથી બાંધવામાં આવેલ છે. આ શીતળામાતાજીનાં મંદિરમાં શિવજી, હનુમાનજી, ગણપતિદાદા સહિતનાં ભગવાનના મંદિરો આવેલા છે. ત્યારે ભૂકંપ, વાવાઝોડા, ટાઢ, તડકો અને અનેક અતિવૃષ્ટિઓ આવી છે. પણ મંદિર હજુ અડીખમ ઉભુ છે.

200 વર્ષ જૂના ઐતિહાસિક શીતળા માતાજીનાં મંદિરે શીતળા સાતમનો ચાર દિવસનો મેળો ભરાય છે. અને શિતળા સાતમે વહેલી સવારથી શીતળા માતાજીનાં દર્શન કરીને બાળકો અને પરિવારજનો નિરોગી બને તે માટે પ્રાર્થના કરે છે. આ અંગે મંદિરનાં પૂજારી બીપીનભાઈ અનંતરાયભાઈ દવેએ જણાવ્યું કે, શ્રાવણવદ સાતમે શીતળામાતાજી અને બળીયાદેવનાં દર્શન કરવાથી લોકોનું આરોગ્ય સુખમય નિવડે છે. અને માતાજીનાં દર્શનથી દોષ પણ દૂર થાય છે.

– 30 સીસી ટીવી કેમેરાની બાજ નજર

ધ્રાંગધ્રાના શિતળા સાતમનાં ચાર દિવસના મેળામાં અધિકારીઓ, પોલીસ, હોમગાર્ડ, એસ.આર.પી., 30 જેટલા સીસી ટીવી કેમેરા મેળા પર નજર રાખશે. કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

– શીતળામાતા-બળિયાદેવની સાથે સ્થાપના

શીતળા માતાજીનાં મંદિરમાં માતાજી સાથે તેમના ભાઈ બનેલા અને ભીમપુત્ર બળીયાદેવ બંનેની સ્થાપના સાથે કરાય છે. અને બંને રોગ અને દોષને મુક્ત કરનાર ગણાય છે. ત્યારે શીતળા માતાજીનાં મંદિરે માતાજી અને બળીયાદેવનાં દર્શન કરી લોકો રોગ અને દોષ મુક્ત બને છે.

માતાજીને આંખો ચડાવવાની પરંપરા

શીતળા માતાજીને આંખો (પથ્થરની) ચડાવી પરંપરા વર્ષોથી ચાલી આવે છે. ત્યારે લોકો શ્રીફળ, પ્રસાદ સાથે માતાજીને આંખો (પથ્થરની) પણ ચડાવી શીતળામાતાજીની બાધા પૂર્ણ કરે છે.

સાભાર: દિવ્યભાસ્કર

Leave a Reply

error: Content is protected !!