કારેલા -બટાકા ની ચિપ્સ – ઠંડાગાર થઈ ગયેલ વાતાવરણમા એક ક્રિસ્પી રેસિપી

આજે ‘જ્ઞાન સાથે ગમ્મત’ પર ભાવીશાબેન લઈને આવ્યા છે કારેલા બટાકાની ચીપ્સ બનાવવાની રીત.

જરૂરી સામગ્રી:

કારેલા 200 ગ્રામ
બટાકા 300 ગ્રામ .વધારે પણ લઈ શકો.
કાજુ 50 ગ્રામ
1-2 તમાલપત્ર
1 ટે.સ્પુન ખસખસ
જીરુ એક ચમચી
મેગી મસાલા મેજીક પાઉચ 1
એક ચપટી હીંગ
હળદર અડધી ચમચી
ધાણાજીરુ 2 ચમચી
લાલ મરચુ એક ચમચી
કોથમીર ઝીણી સમારેલ અડધી વાટકી
ચણાનો લોટ 4 ચમચી
તળવા માટે તેલ
મીઠુ જરૂર મુજબ

કારેલા-બટેકા ચિપ્સ બનાવવાની રીત:

કારેલાની છાલ કાઢી સમારી લેવા.બીયા પણ કાઢી લેવા.બને ત્યા સુધી કુમળા કારેલા જ વાપરવા.ન મળે તો બીજ એમાથી કાઢી લેવા.પછી મીઠુ ચોળીને 20 મિનિટ રહેવા દેવા.બટાકાની ફ્રેંચ ફ્રાઈસ જેવી સ્લાઈસ કરી લેવી.કારેલાને બે ત્રણ વખત દબાવીને પાણી કાઢી લેવુ.ત્યાર બાદ કારેલા અને બટાકાની ચીપ્સ પર ચણાનો લોટ ભભરાવવો.તેલ ગરમ થાય એટલે પેનમા નાખતા પહેલા જેટલી તળવા માટે નાખવાની હોય એટલી જ બટાકાની ચીપ્સ પર મીઠુ ભભરાવીને પછી તળવા.પહેલા બધામા મીઠુ નાખવાથી બટાકામાથી પાણી છુટતા બેસન એકસરખુ ચોંટીને નથી રહેતુ એટલે હુ આમ કરુ છુ.કારેલા ઓલરેડી મીઠાવાળા જ છે એટલે એની પર ખાલી લોટ જ ભભરાવવો ને તળી લેવા.કારેલા અને બટાકા બાદ કાજુના બે ફાડિયા કરી તળી લેવા.

બીજી એક પેનમા 2 ટે.સ્પુન તેલ મૂકી એમા 1-2 તમાલપત્ર,જીરુ અને હીંગ,હળદર નાખવા.કોથમીર,ખસખસ અને તળેલા કાજુ,બટાકા અને કારેલા એડ કરી સહેજ સાંતળવુ.લાલ મરચુ,ધાણાજીરુ અને મેગી મસાલા મેજીક ઉમેરી હલાવી લેવુ.
તો તૈયાર છે ક્રિસ્પી કારેલા બટાકા.

યમીમીઈઈઈઈઈઈ…

રેસીપી બાય – ભાવીશાબેન શાહ

Leave a Reply

error: Content is protected !!