મુકેશ અંબાણીનાં પુત્રનાં લગ્ન માટે છપાવવામાં આવી દુનિયાની સૌથી મોંઘી કંકોત્રી, કિંમત જાણીને ચોંકી જશો..

અંબાણી પરિવારની અમીરીની ચર્ચા માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં મશહુર છે. અંબાણી પરિવાર પોતાની રોયલ લાઈફ સ્ટાઈલ માટે કઈ રીતે પૈસા ખર્ચે છે એ તો તમે સાંભળ્યું જ હશે. હવે એક નવી વાત સામે આવી છે. વાત એમ છે કે, મુકેશ અંબાણીનાં દિકરાનાં લગ્ન નક્કી થઈ ગયાં છે અને એનાં લગ્ન માટે જે કંકોત્રી બનાવવામાં આવી છે એ આજકાલ ચર્ચાનો વિષય બની ગઈ છે.

તમે કલ્પના પણ નહીં કરી શકો કે લગ્ન કંકોત્રી આટલી બધી મોંઘી હશે !

હાલમાં જ ફોર્બ્સએ જે સૌથી ધનિક વ્યક્તિઓની યાદી જાહેર કરી છે તેમાં મુકેશ અંબાણી ભારતનાં સૌથી અમીર ઉદ્યોગપતિ છે. એટલે એ વાત તો નક્કી કે એમનાં દિકરાનાં લગ્ન પણ શાનદાર જ હશે. લગ્નની ધામ-ધૂમ પણ એટલી જ અનોખી હશે.

તમને જણાવી દઈએ કે, મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશ અને દુનિયામાં વિવિધ ક્ષેત્રે વેપાર કરે છે. મુકેશ અંબાણીએ છેલ્લાં 10 વર્ષોથી દેશનાં સૌથી ધનિક વ્યક્તિ તરીકેની ઓળખાણ જાળવી રાખી છે.

મુકેશ અંબાણીનાં બે દિકરા છે – અનંત અને આકાશ અંબાણી. મળતી જાણકારી મુજબ, હાલમાં અંબાણી પરિવાર આકાશ અંબાણીનાં લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. હવે જ્યારે દેશનાં સૌથી અમીર માણસનાં દિકરાનાં લગ્ન છે તો ચર્ચા તો થાય જ ને પરંતુ લગ્ન કરતા પણ વધું ચર્ચા તો લગ્ન માટે તૈયાર કરવામાં આવેલ મોંઘી કંકોત્રીની છે. કંકોત્રીની ખાસિયત અને કિંમત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સૂત્રોનાં જણાવ્યા મુજબ મુકેશ અંબાણીનાં મોટા દિકરા આકાશ અંબાણીનાં લગ્ન ડિસેમ્બર મહિનામાં થવાનાં છે.

રસપ્રદ વાત તો એ છે કે, આ લગ્ન માટે તૈયાર કરવામાં આવેલ કંકોત્રી સોનાની બનેલી છે. આ કંકોત્રીની કિંમત 1 લાખ 50 હજાર છે. કેમ ચોંકી ઉઠ્યા ને તમે ? આટલી કિંમતમાં તો ઘણાં બધાં કુંવારા લોકો પરણી જાય. આ સિવાય કંકોત્રીની ડિઝાઈન, એમાં રહેલ વિવિધ વસ્તુઓ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. જેમને આ ઈન્વીટેશન મળશે એ પણ નસીબદાર ખરાં !

સંકલન – ઈલ્યાસભાઈ

Leave a Reply

error: Content is protected !!