એવરગ્રીન શાક એટલે ભરેલા રીંગણા-બટેકા – અલગ જ ટેસ્ટ મેળવવા આ રીતે બનાવો

આમ તો આ શાક દરેક ઘર માં બનતુંજ હોઈ છે પણ આજ થોડું અલગ મારી મમ્મી સ્ટાઇલ માં

રીંગણા-બટેકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી :

૭ થી ૮ નાના રીંગણ (નાના ના હોઈ તો રેગ્યુલર પણ ચાલે )

૫ થી ૬ નાની બટાકી ( નાની ના હોઈ તો ૨ રેગ્યુલર બટાકા લેવા )

કોથમીર નાની જુડી જીણી સુધારેલી

૧૦ થી ૧૨ કળી લસણ અધકચરું વાટેલું

સેવ એક વાટકો

ધાણાજીરું ૩ ચમચી

લાલ મરચું તીખું ભાવતું હોઈ એ મુજબ

૧ નાની ચમચી હિંગ

હળદર ૧/૨ ચમચી

ગરમ મસાલો ભાવે એ મુજબ

૨ ચમચી તેલ

૧ લીંબુ ( લીંબુ તમે ઓછું કે વધુ પણ લઇ શકો )

જો ગળપણ ભાવતું હોઈ તો થોડી ખાંડ ઉમેરાઈ .અમે ગળપણ નથી નાખતા

રીંગણા-બટેકા નું શાક બનાવવાની રીત :

પેલા બધોજ મસાલો કોથમીર , સેવ, લીંબુ, મરચું , હિંગ, હળદર, ધાણાજીરું ,ગરમ મસાલો, મીઠું, લસણ ને તેલ નાખી મિક્સ કરી મસાલો ત્યાર કરી લેવો .થોડું લસણ વઘાર માં નાખવા રાખવું .

હવે રીંગણ માં ૪ કાપા કરી લેવા .

બટેકા મોટા લીધા હોઈ તો મીડીયમ સાઈઝ માં સુધારી લેવા ને જો બટાકી લીધી હોઈ તો એમાં ૪ કાપા કરી થોડી વાર વરાળે ચડાવી લેવા .

હવે ત્યાર કરેલો મસાલો રીંગણ ને બટેકા માં ભરી લેવો .

કૂકર માં ૨ મોટા ચમચા તેલ ગરમ કરી પેહલા લસણ નાખવું પછી હિંગ હળદર ને થોડું લાલ મરચું નાખી તેલ પર પેલા બટાકા મુકવા પછી એના પર રીંગણ મુકવા .

જરૂર પૂરતું પાણી નાખવું બઉ પાણી નહિ નાખવાનું અને ફુલ ગેસ પર ૨ સીટી મારવી ને પછી ૩ મિનિટ ગેસ ધીમો કરી ચડવા દેવું .


વધેલો મસાલો શાક પાર ભભરાવી દેવો …શાક ત્યાર છે.

મૈત્રીબેન દ્વારા મોકલાવેલ આ રેસીપી પસંદ પડી હોય તો જરૂર લાઈક અને શેર કરજો.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકેલ આ રેસીપી ક્રેડીટ વગર વાપરવી નહિ.

 

Leave a Reply

error: Content is protected !!