આજની શિયાળુ વાનગી – સ્વાદિષ્ટ રીંગણાઢોકળીની સરળ રેસીપી

શિયાળા માં રોજ અમે તમારા માટે કોઈ નવીન શિયાળુ વાનગીની રેસીપી લઈને આવીએ છીએ. તમારા ઉત્સાહ થી અમને કંઇક ને કંઇક નવું લાવવા માટે પ્રેરણા મળતી જ રહે છે. આજે આશાબેન ઝાલા તરફથી મળેલી આ શિયાળુ વાનગી એટલે કે “રીંગણ ઢોકળી” ની રેસીપી જોઈએ ,

રીંગણાઢોકળી બનાવવા જરૂરી સામગ્રી

રુટીન સૂકા મસાલા ….મીઠું, મરચું, ધાણા,હળદર, ખાંડ, તેલ,બાજરાનો લોટ, રીંગણા મધ્યમ સાઈઝના અને લીલું લસણ લેવા…

રીંગણાઢોકળી બનાવવાની રીત

સૌ પ્રથમ રીંગણ માં ભરવા માટે મસાલો બનાવીએ…

એક બાઉલમાં ધાણા નો ભૂકો,મરચું, મીઠું, હળદર,ખાંડ અને એક તેલ નાખી બધુ મીક્સ કરો…

( અહીં ધાણા નો ભૂકો બીજા મસાલા કરતા ૫૦ /- વધું લેવો…

દરેક વસ્તુ નો માપ નથીં લખતી એ મારી weekness છે…એટલે વાનગી હરિફાઇ મા ભાગ નથીં લેતી )

હવે રીંગણા ને ધોઈ, કોરા કરી વચમાં + કાપો કરી ઉપર બનાવેલો મસાલો ભરીને એક બાજુ મૂકો..

હવે બાજરીના લોટ મા એક ચમચી તેલ નું મોણ,ઝીણું સમારેલુ લીલું લસણ અને બધાં સૂકાં મશાલા નાખીને થેપલા જેવો લોટ બાંધવો….

હવે pics માં બતાવ્યા પ્રમાણે નાની નાની થેપલી ઓ હાથે થી ઘડીને, રીંગણામાં જે મશાલો ભર્યો એ થેપલી ઉપર લગાવો.

હવે ઢોકળિયા માં પાણી નાંખો…પાણી ઉકળવા લાગે ત્યારે રીંગણા pics મા બતાવ્યા પ્રમાણે નીચે ગોઠવો ને ઉપર ઢોકળી…

લગભગ ૨૦ મિનિટ બફાવા દ્યો….

તો તૈયાર છે રીંગણાઢોકળી…

રીંગણા ઢોકળી ને સીંગતેલ માં લસણ ચટણી કે ઉપર નો મશાલો નાખીને ખાઈ શકાય ?…અને વધેલી ઢોકળી સાંજ ની teee જોડે જામે છે….

આશાબેન ના ઘરમાં તો બધા સભ્યો ની આ ફેવરીટ વાનગી છે. તમે ટ્રાય જરૂર કરજો.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ કરાયેલી આ પોસ્ટ તમને બધાને જરૂર ગમશે. બીજા મિત્રો સાથે પણ શેર કરજો.

નોંધ: આ પોસ્ટ કોપી-પેસ્ટ કરવાની મનાઈ છે.

Leave a Reply

error: Content is protected !!