શું તમને સૂતા સમયે ઝટકા લાગે છે, જાણો તેની પાછળનું કારણ

શું તમને ઊંઘમાં ઝટકા આવે છે

દિવસભર ભારે કામકાજ બાદ દરેક વ્યક્તિ આરામથી ઊંઘ લેવાનું પસંદ કરે છે પરંતુ કેટલાક લોકોને ઊંઘમાં ઝટકાનો અનુભવ થાય છે. શું તમને પણ આવો અનુભવ થાય છે. એક સ્ટડી મુજબ 60 થી 70 ટકા લોકોને સૂતા બાદ આવા ઝટકાનો અનુભવ થાય છે. આ ઝટકા ત્યારે આવે જ્યારે વ્યક્તિ કાચી ઊંઘમાં હોય છે.

સપનામાં પડી જવાથી ઝટકા આવી શકે

આવું થવા પાછળ લોકો અલગ અલગ કારણો જણાવે છે. કેટલાકનું કહેવું છે કે તેમના શરીરમાં ઝટકા ત્યારે આવે છે જ્યારે તેઓ સપનામાં પડી ગયા હોય અથવા કોઈ મુશ્કેલીમાં ફસાયા હોય છે. એક રિપોર્ટ અનુસાર સૂતા સમયે માંસપેશિઓમાં ખેંચાણ હોવાને કારણે આપણે આવા ઝટકાનો અનુભવ થાય છે. સાથે એવું પણ જણાવ્યું કે માંસ પેશીઓમાં ખેંચાણ થવાનું કારણ સાઉન્ડ અને લાઈટ હોય છે.

ફિજિકલ એક્ટિવિટી પણ એક કારણ!

વૈજ્ઞાનિક કારણો મુજબ થાકનો અનુભવ, તણાવમાં રહેવું અથવા કેફિનનું વધુ સેવન કરવાથી સૂતા સમયે ઝટકા લાગી શકે છે. જોકે હજુ સુધી કોઈ સ્ટડી કે રિપોર્ટમાં આ વાતની પુષ્ટી થઈ નથી. હેલ્થ એક્સપર્ટસ મુજબ સાંજના સમયે કરવામાં આવેલી ફિજિકલ એક્ટિવિટી પણ ઝટકાનું એક કારણ હોઈ શકે છે.

સોર્સ: આઈ એમ ગુજરાત

Leave a Reply

error: Content is protected !!