વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્નનો ખર્ચો જોઇને હલી જશો

આ સ્થળે થયાં છે વિરાટ અને અનુષ્કાનાં લગ્ન. જ્યાં એક રાતનું ભાડું છે રૂપિયા 13.5 લાખ.

ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ લગ્ન કરી લીધાં છે. બન્નેએ ભારતથી દૂર ઈટલીનાં એક હોટેલમાં ધામધૂમથી લગ્ન કર્યા. ફોર્બ્સની રિપોર્ટ મુજબ જે હોટેલમાં આ લગ્ન થયાં છે એ હોટેલ લગ્ન જેવા પ્રસંગો માટે ખૂબ જ મશહૂર છે. જે વિશ્વની બીજા નંબરની સૌથી મોંઘી હોટેલ છે.

આ જોડીએ સોમવારે ઈટલીનાં ટસ્કનીમાં આવેલ આલીશાન હોટેલ ‘બૉર્ગો ફિનોચીતો’ હોટેલમાં લગ્ન કર્યા. ફોર્બ્સની રિપોર્ટ મુજબ બૉર્ગો, ક્રિસમસ અને નવા વર્ષ દરમિયાન લગભગ 94 લાખ રૂપિયા પ્રતિ અઠવાડિયાનાં દરે ચાર્જ વસુલે છે. એક રાત્રિનો હોટેલનો ચાર્જ ગણીએ તો એક રાતનો ચાર્જ 13 લાખ 50 હજાર રૂપિયા થાય.

આલીશાન હોટેલ વિશે :

હકીકતમાં તો બૉર્ગો 800 વર્ષ જૂનું એક ગામ છે. જોન ફીલિપ્સ નામના વ્યક્તિએ આ ગામ વસાવ્યું છે અને એ જ એનાં માલિક છે. ફ્લોરેન્સ એરપોર્ટથી બૉર્ગો વચ્ચે લગભગ એક કલાક જેટલું અંતર છે. આમાં ઓવલ સ્વીમીંગ પુલ, જીમ, સ્પા અને ટેનીસ કોર્ટ પણ છે. આ હોટેલમાં અંદાજિત 22 બેડરૂમનાં સેટ છે જ્યાં એક સમયે માત્ર 44 લોકો જ રહી શકે. એટલે જ વિરાટનાં લગ્નમાં વધારે લોકોને આમંત્રણ પણ નહોતું મળ્યું.

કહેવાય છે કે, ઈટલીનાં આ હોટેલની ખાસ વાત એ છે કે, આ હોટેલને ફક્ત ઉનાળામાં જ ખોલવામાં આવે છે પણ વિરાટ-અનુષ્કાનાં ભવ્ય લગ્ન માટે ખાસ ડિસેમ્બરમાં પણ ખોલવામાં આવી. આ હોટેલ અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ફેવરિટ હોટેલ હતી.

આ પણ ન્યુઝ છે કે લગ્ન દરમિયાન હોટેલની ચારેબાજુ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને માત્ર એ લોકોને જ પ્રવેશ મળી રહ્યો હતો કે જેમની પાસે આમંત્રણ કાર્ડ હોય. મીડિયા રિપોર્ટનું માનીએ તો બોલીવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાન, આમિર ખાન, યુવરાજ સિંહ અને સચીન તેંડુલકર જેવા દિગ્ગજોને આ વિવાહનું નિમંત્રણ આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, વિરાટ અને અનુષ્કાની પ્રેમ કહાનીની શરૂઆત એક જાહેરાતનાં શૂટિંગ દરમિયાન થઈ હતી અને 2014 પછી બન્ને ડેટ પર જવા લાગ્યા હતાં.

આજ મુબારક કાલ મુબારક
દરિયા જેટલું વ્હાલ મુબારક
તમે રહો ખુશ હરહાલ મુબારક
આ દિન તમને હરસાલ મુબારક
વિરાટ અને અનુષ્કાજીને શાદી મુબારક.

ગુજરાતનાં સૌથી મોટા ફેસબૂક પેઈજ ‘જ્ઞાન સાથે ગમ્મત’ તરફથી વિરાટભાઈ અને અનુષ્કા ભાભીને લગ્નની ખૂબ-ખૂબ હાર્દિક શુભકામનાઓ.

લેખન-સંકલન : ઈલ્યાસભાઈ

Leave a Reply

error: Content is protected !!