4 જાન્યુઆરીનું રાશિફળ: જાણો, તમારી સાથે આજના દિવસમાં શું શુભ થવાનું છે?

મેષ(Aries):

તમારી આત્મીયતા અધિક સંવેદનશીલ બનશે. માતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. વાહન ચલાવતી વખતે સાવધાન રહેવું. મહત્વપૂર્ણ કાગળો આજના દિવસે ન કરવા.

વૃષભ(Taurus):

ચિંતામાં ઘટાડો અને સ્ફૂર્તિ, ઉત્સાહનો અનુભવ થશે.પરિવાજનો પર ખાસ ધ્યાન આપવું. મિત્રો સાથે પ્રવાસનું આયોજન થશે. આર્થિક આયોજન પૂરા થશે. મનપસંદ ભોજન મળશે.

મિથુન(Gemini):

આજે તમને કાર્યમાં સફળતા મળશે, પરંતુ થોડો સમય લાગશે. આર્થિક આયોજનમાં અવરોધ સફળતા મળશે. નોકરી-વ્યવસાયમાં સહકર્મીઓનો પૂરતો સાથ સહકાર મળશે.

કર્ક(Cancer):

શારીરિક અને માનસિક શાંતિ મળશે. મિત્રો અને સ્વજનો સાથે આજનો દિવસ ખુબ આનંદ અને ઉલ્લાસ સાથે પસાર થશે.દાંપત્યજીનવમાં પ્રતિ ખાસ આકર્ષણનો અનુભવ કરશો.

સિંહ(Lio):

આજના દિવસે ચિંતિત રહેશો. ઉગ્ર દલીલો અથવા વાદ વિવાદથી કોઈની સાથે સંઘર્ષ થઈ શકે છે. કોર્ટ-કચેરીના કાર્યમાં ખુબ ધ્યાન રાખીન કામગીરી કરવી. લાગણીમાં આવીને અવિવેકપૂર્ણ કાર્ય ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.

કન્યા (Virgo):

આજનો દિવસ ખુશી આપશે, વિવધ પ્રકારના લાભ પ્રાપ્ત થઈ શકે છે. વેપારીઓ અને નોકરી કરનારા લોકોને આર્થિક લાભ થશે. બઢતી મળવાની સંભાવના રહેલી છે.

તુલા(Libra):

ગણેશજીના આશીર્વાદથી આજે તમે કાર્ય સરળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. માન-સમ્માનમાં વૃદ્ધિ થશે. કાર્યાલયમાં અધિકારીઓ તરફથી પ્રોત્સાહનથી તમારો આત્મવિશ્વાસ વધશે. વેપારીઓની આવકમાં વૃદ્ધિ થશે.

વૃશ્ચિક(Scorpio):

થાક, આળસ અને ચિંતાથી કાર્ય કરવાના ઉત્સાહમાં ઘટાડો થશે. કાર્યક્ષેત્રમાં અધિકારીઓનું નકારાત્મક વલણ તમારી અંદર હતાશા પેદા કરશે. પ્રતિસ્પર્ધિઓ અને વિરોધીઓની શક્તિ વધશે.

ધન(Sagittarius):

ક્રોધ પર નિયંત્રણ રાખવું. સરકાર વિરોધી પ્રવૃતિઓથી દૂર રહેવું. નવા સંબંધો મુશ્કેલી લાવી શકે છે. વધુ પડતા ખર્ચ પર અંકુશ લાગવવો. લડાઈ-ઝઘડાથી દૂર રહેવું.

મકર(Capricorn):

કાર્યભાર અને માનસિક તણાવથી રાહત મળશે. તમે મિત્રો, સગા સંબંધિઓ સાથે ખુશીપૂર્વ સમય પસાર કરી શકશો. વિપરીત લિંગ વ્યક્તિઓ પ્રતિ આકર્ષણનો અનુભવ થશે. ઉત્તમ વૈવાહિક જીવનનું સુખ પ્રાપ્ત થશે.

કુંભ(Aquarius):

આજે કાર્યભારમાં સફળતા સાથે યશ પણ મળશે. પરિવારના સભ્યો સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રહેશે. નોકરી વ્યવસાયમાં સહકર્મીઓ તમને મદદરૂપ બનશે. ઘરમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે.

મીન(Pisces):

હ્રદયની કોમળતા પ્રિયજનોથી નજીક લાવશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિથી દિવસ મધ્યમફળદાયી રહેશે. વિદ્યાર્થી અભ્યાસમાં સારું પ્રદર્શન કરી શકે છે. માનસિક સંતુલન અને વાણી પર સંયમ બનાવી રાખે તે જરૂરી છે.

– બેજાન દારૂવાલા

Leave a Reply

error: Content is protected !!