આ ૬ વસ્તુ ઘરમાં કે આજુબાજુ દેખાય તો કરી દો દુર – તમને કંગાળ બનાવી દેશે

આજના આ આર્થિક યુગમાં ગરીબી કોઇ અભિશાપથી કમ નથી.આજે કોઇ ગરીબ રહેવા નથી માંગતું.ભલે કહેવાય છે કે,પૈસા હાથનો મેલ છે પણ ખરેખર આજે તો જીવનનિર્વાહ કરવા માટે પૈસાની તાતી જરૂર રહેલી છે.આજે પૈસા વિના કોઇ કાર્ય સંભવ નથી.એ કડવી વાસ્તવિકતા છે કે,પૈસો આવ્યા બાદ જ પ્રતિષ્ઠા મળે છે.”નાણા વગરનો નાથિયો ને નાણે નાથાલાલ”કહેવત અનુસાર આજે માણસની સમાજમાં પણ ઇજ્જત ત્યાં સુધી જ છે જ્યાં સુધી એની પાસે પૈસો છે.

આજે ગરીબ વ્યક્તિનો કોઇ ભાવેય નથી પૂછતું.ધન-દોલત હોય તો લોકો તમને માથે બેસાડે છે.જ્યારે ગરીબ વ્યક્તિ જીવનજરૂરી ચીજો પણ નથી મેળવી શકતો.”છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહ્યલું ને શ્રીમંતોની કબરો પર ઘીનાં દિવા બળે છે.”કરસનદાસ માણેકે સમાજના વર્ગો વચ્ચે દર્શાવેલી આ ખાઇ આજે નક્કર વાસ્તવિકતા છે.અને એટલે જ તો આજે કોઇ ગરીબ બની રહેવા નથી માંગતું.ભિખારીઓ પણ અનેકાનેક ઉપાયોથી શ્રીમંત બની ગયાં છે.કારણ કે,દરીદ્રતામાં જીવનનો ગુજારો કરવો એ લોઢાના ચણા ચાવવા બરાબર છે.

આજે દરેક માણસ પૈસા કમાવવા માટે મહેનત કરે જ છે.પણ બહુ ઓછા લોકોની મહેનત રંગ લાવે છે.કેટલીક વાર માણસ ગરીબ જ બની રહે છે તેનું મુખ્ય કારણ એ હોય છે કે,આવક તો સારી એવી છે પણ પૈસો ટકી શકતો નથી!અને આની પાછળ ઘણા કારણો હોવાનું પણ જાણવા મળેલ છે.કહેવાય છે કે,આપણા ઘરમાં કે દુકાનમાં એવી વસ્તુઓ જમા થઇ જાય છે જે આપણી ગરીબીનું કારણ બની જાય છે.જો વ્યક્તિ આવી બાબતોને અવગણે તો શક્ય છે કે એ જીંદગી આખી ગરીબ જ રહે.

જાણકારોના મતાનુસાર,ઘરમાં કે દુકાનમાં રહેલી એવી કેટલીક અણજોઇતી કે કારણ વિનાની વસ્તુઓનો જો તરત નિકાલ કરવામાં આવે તો શક્ય છે કે,આર્થિક પરિસ્થિતી સુધરી જાય.અહીં તમને જણાવી રહ્યાં છીએ આવી વસ્તુઓ વિશે.

આજે જ દુર કરો આ નકામી/અણગમતી વસ્તુઓને –

(1) તમે જોયું જ હશે કે,વારેવારે ઘરમાં કે દુકાનના કોઇ અવાવરુ ભાગમાં કબુતર એનો માળો બનાવી દે છે.વાસ્તુશાસ્ત્રના મતાનુસાર,ઘર-દુકાન કે તેની આસપાસ રહેલો કબુતરનો માળો અસ્થિરતા પેદા કરનારો હોય છે.અને કહેવાય છે કે,આનાથી માણસના જીવનમાં પણ ધનની કમી વર્તાય છે.આ એક માન્યતા છે.માટે કાં તો કબુતરને માળો બનાવતા પહેલાં જ રોકવું જોઇએ અથવા તો એના બચ્ચાં ઉછરી ગયાં બાદ માળાનો નિકાલ કરવો જોઇએ.

(2) ચોમાસામાં ઘણીવાર ભેજને લીધે ઘરની દિવાલો પર ડાઘ પડી જાય છે અને દિવાલનું ઉપરનું આછું પડ પણ ઉખેડવાં માંડે છે.વાસ્તુશાસ્ત્ર કહે છે કે,આ સંકેત અશુભ છે અને દિવાલને તરત રંગ-રોગાન કરી વ્યવસ્થિત કરી દેવી જોઇએ.કારણ કે,આવી દિવાલો ઘરમાં ગરીબીને નોતરે છે.

(3) એવી માન્યતા છે કે,જો તમારા ઘરમાં મંકોડાના જાળા રહેલાં છે તો આ દુર્ભાગ્યની નિશાની છે.જે ઘરમાં મંકોડા જેવા જીવ-જંતુઓના જાળા રહેલાં હોય ત્યાં ધનની કમી વર્તાય છે.માટે ઘર કે દુકાનમાંથી આવા જાળાને તરત હટાવી દેવા જોઇએ અને આગળથી આવું ના થાય એની કાળજી લેવી જોઇએ.

(4) બધાં લોકો ઘરની સુંદરતા વધારવા અને વાતાવરણ પવિત્ર બનાવી રાખવા માટે ઘરમાં અંદરમાટીના કુંડામાં કે અન્ય કોઇ જગ્યાએ ફુલઝાડના કે શોભા વધારતા છોડ વાવે છે.જો આપના ઘર કે દુકાનમાં રાખેલા આવા છોડમાં સુકાયેલા પર્ણો દેખાય તો એ પાનને તરત જ દૂર કરી દેવા જોઇએ.આવા પર્ણોથી દોલત પર નઠારી અસર પડતી હોવાનું કહેવાય છે.

(5) મધમાખી ઘણું ભયાનક જંતુ છે.કારણ કે,જો છંછેડાયેલી મધમાખી ડંખ મારે તો ઘણું દર્દ થાય છે એના કરડવાની જગ્યાએ સોજો પણ આવી જાય છે.જો કે,છંછેડવામાં ન આવે તો મધમાખી તમને કદી કનડતી નથી.મધમાખી ઘરમાં કે આજુબાજુ મધપુડો બનાવે છે.કહેવાય છે કે,મધપુડાથી ધન ઉપર ખરાબ પ્રભાવ પડે છે.

(6) માન્યતાઓ અનુસાર,ચામાચિડીયાનું દેખાવું અશુભ છે.આ જીવ ઘરમાં રહે એ સારી બાબત નથી.કહેવાય છે કે,ચામાચિડીયાનો પ્રભાવ ધન-દોલત સહિત બીજી ઘણી બાબતો પર પડે છે.

નોંધ: આ પોસ્ટ બીજી વેબસાઈટ માં કોપી પેસ્ટ કરીને મુકવી નહિ

Leave a Reply

error: Content is protected !!