મુકેશ અંબાણીના ઘરમાંથી નીકળતા કચરાનું શું થાય છે? જાણીને નવાઈ લાગશે

સોશિયલ મીડિયા પર જે સમાચાર લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે તે વાયરલ થઇ જાય છે. એક એવા જ સમાચાર હાલમાં વાયરલ થઇ રહ્યા છે. જે જાણીને તમને નવાઈ લાગશે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે, મુકેશ અંબાણીના ઘરમાંથી નીકળતા કચરાનું શું થાય છે?  એ કચરો કઇ રીતે ઉપયોગી થઈ રહ્યો છે. હાલમાં યુ-ટ્યૂબ અને ફેસબુક પર તમામ જગ્યાએ આ વાતની ચર્ચા ચાલી રહી છે. આ પહેલા અંબાણી પરિવારનાં નોકરોની સેલરી, પરિવારની લાઈફ સ્ટાઈલ, નોકરોની ભરતી પ્રક્રિયા, એન્ટિલિયાની જાણી-અજાણી બાબતો વાયરલ થઈ ચૂકી છે. આ વખતે મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની એક વાત વાયરલ થઇ રહી છે, જેમાં કચરાની વાત કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યુ છે કે, એન્ટિલિયાનો કચરો ક્યાંય બહાર ફેંકવામાં નથી આવતો પણ એનો એક વિશિષ્ટ ઉપયોગ થાય છે.

મુકેશ અંબાણીના ઘરની ગણતરી દેશના સૌથી મોંઘા ઘરમાં થાય છે.  27 માળના આ ઘરમાં 600 નોકર રહે છે જે ઘરની દેખરેખ રાખે છે. તમામ ચીજવસ્તુઓને સિસ્ટમેટિક બનાવવાની જવાબદારી નોકરોના હાથમાં હોય છે. સ્વાભાવિક છે કે, આટલા મોટા ઘરમાં વીજળીનો ઉપયોગ પણ ખુબ મોટા પ્રમાણમાં થતો હશે. જાણવામાં આવ્યું છે કે, અંબાણી પરિવારે પોતાના ઘરમાં વપરાતી વીજળી માટે એક ખાસ સિસ્ટમ ઉભી કરી છે. અંબાણીના ઘરમાં ઉત્પન્ન થતા કચરામાંથી વીજળી પેદા કરવામાં આવે છે. જે તેના ઘર માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

પ્રાપ્ત વિગતો મુજબ જાણવા મળ્યું છે કે, ઘરમાં કોઇ ખાસ સિસ્ટમની મદદથી વિજળી બનાવવામાં આવે છે. આ પહેલાં સુકા અને ભીના કચરાને અલગ-અલગ કરવામાં આવે છે, ત્યારબાદ તેમાંથી વિજળી બનાવવામાં આવે છે.

અંબાણીની આ સિસ્ટમને લીધે કચરાનો નીકાલ પણ થઈ જાય અને વીજળીની બચત થઇ શકે છે. આખરે, એક સફળ બિઝનેસમેન તો એને જ કહેવાય કે જે દરેક વસ્તુંમાંથી પ્રોફિટ મેળવી લે. આપણે બધાએ મુકેશ અંબાણી પાસેથી શીખ લેવી જોઈએ કારણ કે, એક તરફ જ્યારે કચરાને કારણે આખી દુનિયામાં પ્રદુષણની સમસ્યા ઉભી થઈ રહી છે ત્યાં બીજી તરફ કચરાનો આવો સદુપયોગ કરવો એ સરાહનીય અને અનુકરણીય દ્રષ્ટાંત છે.

રોજ કંઇક ને કંઇક નવું પીરસતું એક માત્ર ગુજરાતી ફેસબુક પેઈજ એટલે કે ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ પોસ્ટ જો તમને પસંદ આવી હોય તો જરૂર લાઈક કરજો.

All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!