લાખો છોકરીઓનો ફેવરીટ બાહુબલી ૨૦૧૮ માં પરણી રહ્યો છે – વાંચો વધુ વિગત

“બાહુબલી”સીરીઝની લગાતાર બે બ્લોકબસ્ટર અને વિક્રમસર્જક ફિલ્મો આપીને પ્રભાસ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર છવાઇ ગયો છે.બાહુબલીમાં તેમના પ્રશંસનીય અભિનયને કારણે આજે તેમના હજારો ફેન ઊભા થયા છે.એ સાથે જ પ્રભાસની ગણતરી એક વગદાર અભિનેતાના રૂપમાં થવા લાગી છે.

હાલ એ ચર્ચાએ જોર પકડ્યું છે કે,આ વર્ષે એટલે કે ૨૦૧૮માં પ્રભાસ લગ્ન કરી શકે છે.પ્રભાસના કાકા કૃષ્ણમ્ રાજૂએ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવેલું કે,લોકો મને ઘણીવાર પૂછતા હોય છે કે પ્રભાસ લગ્ન ક્યારે કરશે.હું અત્યારે કહી શકું છું કે પ્રભાસ આ વર્ષમાં લગ્ન કરી લે તેવી શક્યતાઓ છે.

ઉલ્લેખનીય છે કે,બાહુબલી ફિલ્મ બાદ હાલ પ્રભાસ એમની આગામી ફિલ્મ “સાહો”ના શુટિંગમાં વ્યસ્ત છે.સાહો એક થ્રિલર ફિલ્મ છે.આ પિક્ચરમાં પ્રભાસની સાથે શ્રધ્ધા કપુર પણ જોવા મળશે.કહેવાય છે કે,લોકો આ ફિલ્મ પણ સુપરહિટ જવાનું જણાવી રહ્યાં છે.

એસ.એસ.રાજમૌલી નિર્દેશીત ફિલ્મ “બાહુબલી-૨” ૨૦૧૭ના વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની રહી છે.જેની નોંધ ભારતની બહાર પણ ખાસ્સી રીતે લેવાઇ છે.આ ફિલ્મમાં લીડ રોલમાં ચમકેલા પ્રભાસ માટે હવે ભારતીય સિનેમાનો ટ્રેક ઘણો પાવરફુલ બની ગયો છે.

કહેવાય છે કે,આ વર્ષે પ્રભાસ લગ્નગ્રંથિથી જોડાઇ શકે છે.આ વાત કૃષ્ણમ્ રાજુએ એક ઇન્ટરવ્યુમાં જણાવેલી.કૃષ્ણમ્ રાજુ પ્રભાસના અંકલ થાય છે અને તેઓ તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી નામના ધરાવે છે.

“બાહુબલી-૧”માં પ્રભાસની સાથે લીડ રોલમાં તમન્ના ભાટીયાએ અભિનય આપેલો જ્યારે “બાહુબલી-૨”માં પ્રભાસ સાથે અનુષ્કા શેટ્ટીની કેમેસ્ટ્રી જોવા મળેલી.આ બંને આ અગાઉ પણ ફિલ્મ આપી ચુક્યાં છે.

બિગબોસ-૧૧ સિઝનની ઘણી ચર્ચિત કન્ટેસ્ટેન્ટ અર્શી ખાનને લઇને પણ એક ખબર સામે આવી રહી છે કે તે બોલિવુડમાં પ્રભાસ સાથે આગામી સમયમાં કામ કરતી જોવા મળશે.અર્શી ખાન હવે બોલિવુડમાં પદાર્પણ કરવાની છે અને આનો શ્રેય તેમણે સલમાન ખાનને આપ્યો છે.અમુક સુત્રોના જણાવ્યા અનુસાર ખતરો કે ખિલાડીની આગામી સિઝન માટે પણ અર્શી ખાનને અપ્રોચ કરવામાં આવી શકે તેવી શક્યતાઓ છે.

બાહુબલી ફેમ પ્રભાસ આ વર્ષે લગ્ન કરવાની ઇચ્છા ધરાવે છે એમ તેમના અંકલે કહ્યું હોઇ હાલ આ ચર્ચાએ ઘણું જોર પકડ્યું છે.જો કે,કૃષ્ણમ્ રાજૂએ વધુ કોઇ વાતનો ખુલાસો કરેલો નથી.માટે લગ્ન વિશેની બાકીની બાબતો પર હજી નિરુત્તરતા છવાયેલી છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ કરાયેલ આ સમાચાર પસંદ પડ્યા હોય તો બીજા મિત્રો સાથે પણ શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!