આજકાલ ધમાલ મચાવી રહેલી આ ક્રિકેટર ની લવસ્ટોરીએ ધોનીની લવસ્ટોરીને પણ પાછળ મૂકી દીધી છે

ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધાં બાદ ટીમ ઈન્ડિયા સામે મોટી મુશ્કેલી એ હતી કે, હવે ધોનીની ખાલી પડેલ જગ્યા કેમ પુરવી ? પણ રિદ્ધિમાન સાહાએ વિકેટ-કિપર તરીકે બખૂબી પ્રદર્શન કરીને ધોનીની ખોટ જણાવા ન દીધી. તે એક કાબિલ વિકેટકિપર-બેટ્સમેન છે.

જોકે, એને હજું ધોનીની બરાબરી કરવા માટે ઘણું બધુ કરવાનું બાકી છે. પણ આજસુધી એ જેટલી પણ મેચ રમ્યો છે એ બધી મેચમાં ખૂબ જ સારૂ પ્રદર્શન કર્યું છે.

ધોનીની ખોટ પુરી કરી રહ્યો છે સાહા

એ નોંધવું જરૂરી છે કે, રિદ્ધિમાન સાહાને વિકેટ-કિપર તરીકે ધોનીની જગ્યાએ ટેસ્ટ ટીમમાં મોકો મળ્યો છે. સાહાએ પોતાની જવાબદારી ખૂબ જ સારી રીતે સંભાળી લીધી છે. વિકેટકીપીંગની વાત કરીએ, તો આ વર્ષે પુણેમાં એણે કાંગારૂઓ વિરૂદ્ધ એક શાનદાર કેચ પકડ્યો હતો, એ જોઈને બધાં આશ્ચર્યચકિત થઈ ગયા હતાં અને બધાને ધોનીની યાદ આવી ગઈ. સાહાએ ઘણી મેચોમાં જોરદાર વિકેટકીપીંગ કરીને લોકોના દિલ જીત્યા છે.

જો સાહાની બેટિંગ વિશે વાત કરવામાં આવે, તો એ એક શાનદાર બલ્લેબાજ છે અને એમની ટેક્નિક ટેસ્ટ ક્રિકેટ મુજબ બિલકુલ યોગ્ય છે. તેઓએ ઘણીવાર મુશ્કેલ સમયમાં ટીમને ઉગારી છે.

ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવી ચુક્યા છે.

સાહાએ પોતાની શાનદાર રમત દ્રારા ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની બાદ ટીમમાં અગત્યનું સ્થાન જાળવી રાખ્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં ધોનીની નિવૃતી બાદ સાહાને તક મળી હતી. ધોનીની નિવૃતી બાદ ટીમ ઈન્ડિયાને એક સારા વિકેટકીપરની જરૂર હતી જેનાં માટે દિનેશ કાર્તિક અને પાર્થિવ પટેલનાં નામ મોખરે હતાં. પરંતુ સિલેક્ટર્સ ટીમે સાહા પર ભરોસો દાખવ્યો અને સાહા એમની અપેક્ષા પર ખરો ઉતર્યો. રિદ્ધિમાન સાહા ઈન્ડિયન ટેસ્ટ ટીમમાં પોતાની જગ્યા પાક્કી કરી ચુક્યો છે.

સાહાની લવ સ્ટોરી વાયરલ થઈ રહી છે.

વાત કરીએ સાહાનાં અંગત જીવનની તો, એ ખૂબ જ રોમેન્ટિક છે. એમનાં દોસ્તોએ ખુલાસો કર્યો છે કે, વેબસાઈટ ઉપર એક છોકરીને જોઇને એનાં પ્રેમમાં પડી ગયો હતો.

સાહા ઘણાં લાંબા સમય સુધી એ છોકરીને ડેટ કરતો રહ્યો અને પછી એની જોડે જ લગ્ન કરી લીધાં. સાહાની પત્નીનું નામ દેબ્રતી છે અને તેઓ એને પ્રેમથી રોમી કહીને બોલાવે છે.

સાહાને એક દિકરી પણ છે, જેનું નામ અન્વી છે.

સાહા એકમાત્ર એવો ખેલાડી છે જેણે ટેસ્ટ ક્રિકેટ સિવાય IPL ની ફાઈનલ મેચમાં સેંચુરી બનાવી છે.

એમણે વર્ષ 2014માં કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમીને IPLની ફાઈનલ મેચમાં KKR વિરૂદ્ધ સેંચુરી કરી હતી.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર પોસ્ટ થયેલી આ સ્ટોરી લેખિત પરવાનગી વગર બીજી વેબસાઈટ પર મુકવી નહિ.

Leave a Reply

error: Content is protected !!