૨૦૧૮ વર્ષમાં આવતી તમામ એકાદશી (અગિયારસ) નું રેડી કેલેન્ડર – જરૂર સેવ અને શેર કરજો

લગભગ બધા જ ભારતીય ધર્મગ્રંથોમાં એકાદશીના વ્રતોનું મહત્વ દર્શાવાયેલ છે.એકાદશીના વ્રત કરવાથી થતા પુણ્યની ઘણી કથાઓ પુરાણોમાં વર્ણવેલી છે.ભાગવત પુરાણમાં પણ એકાદશીની વાત આવે છે.હિન્દુ સંસ્કૃતિમાં એકાદશીના વ્રતથી મોક્ષપ્રાપ્તિ થતી હોવાની વાત પણ કહેવાય છે.

સ્વામિનારાયણ અને સ્વાધ્યાય પરિવાર જેવા સંપ્રદાયોએ એકાદશીને આગળી ઓળખ આપી છે.જેને પરીણામે આજે પણ લોકો એકાદશીના મહત્વને સમજીને તેના ઉપવાસ કરે છે.એકાદશીની વ્રતકથાઓ મુજબ એકાદશીનો ઉપવાસ કરનાર ઉત્તમ પુણ્યનો ભાગી બને છે.અને અમુક શાસ્ત્રો તો એકાદશીના પુણ્યથી વર્ષોના તપોનું પુણ્ય મળતું હોવાની પણ વાત કરે છે.

આપણા મહર્ષિઓએ મનુષ્યને જીવવા માટેની રાહ બતાવી છે.પુણ્ય અને પાપ,સારા અને નરસાંના ભેદ બતાવ્યા છે અને આપણને યોગ્ય જીવન જીવવા માટે,સત્કર્મ કરવા માટે પ્રેરણા આપી છે.એકાદશીના વ્રતોનું સુચન તેઓ જ કરી ગયા છે.આપણે બધાં જાણીએ છીએ કે,કલીયુગમાં તેમના આંગળી ચીંધ્યા માર્ગે ચાલવામાં જ ભલાઇ છે!

એકાદશી એટલે અગિયારસ.વિક્રમ સંવત મુજબ એક મહિનામાં બે એકાદશી આવે છે.એક કૃષ્ણપક્ષની એકાદશી અને બીજી શુક્તપક્ષની એકાદશી.આમ,વર્ષમાં કુલ ૨૪ એકાદશી આવે છે.ત્રણ વર્ષે એકવાર આવતા અધિકમાસના વર્ષમાં કુલ ૨૬ એકાદશી આવે છે.આમાંની દરેક એકાદશીનું આગવું મહત્વ રહેલું હોય છે.

જો એકાદશીનું વ્રત કરવું હોય તો,એકાદશીના આગલા દિવસે એટલે કે દશમના દિવસે એકટાણું કરવું જોઇએ.એના પછી એકાદશીના દિવસે ઉપવાસ અને બાદમાં બારસના દિવસે પણ એકટાણું કરવાની વાત છે.આ રીતે કરાતી એકાદશીને લોકો “આખી એકાદશી” પણ કહે છે.જો કે,ઘણા લોકો બારસના દિવસે ઉપવાસના પારણાં કરી નાખે છે.અને અમુક લોકો એકાદશીના દિવસે જ એકટાણું કરે છે.જો કે,ઉપરની બે રીતો વધારે યોગ્ય છે.એકાદશીના દિવસે તો ઉપવાસ કરવો જ જોઇએ.એકાદશીના દિવસે બીજી કોઇ ફરાળ ન લેતાં માત્ર અલ્પ ફળાહાર કરવાનું સુચન છે.

એકાદશીના દિવસે મન,વચન અને કર્મથી કોઇનું ખરાબ કરવું નહિ કે કોઇનું ખરાબ વિચારવું નહિ.ઇન્દ્રિયોને આ દિવસે સંયમમાં રાખવી અને પ્રભુનુ નામ લેતા રહેવુ.માણસને એકાદશીથી અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે.એકાદશીના વ્રતને વિવિધ સંપ્રદાયના અનુયાયીઓ વિવિધ રીતે ઉજવે છે.અમુક સંપ્રદાયમાં ચોક્કસ એકાદશીમાં ઉપવાસ થાય છે.

એકાદશીના ઉપવાસથી દેખીતી રીતે સ્વાસ્થ્યમાં પણ સુધારો આવે છે.એક દિવસ જઠરને આરામ આપવાથી અપચો કે કબજિયાત જેવી બિમારીઓ થતી નથી.અને પેટને સબંધિત મુશ્કેલીઓ દુર થાય છે.

નીચે અધિકમાસની બે એકાદશી સહિત કુલ ૨૪ એકાદશીઓના નામ આપ્યા છે :

પ્રબોધિની એકાદશી,ઉત્ત્પતિ એકાદશી,મોક્ષદા એકાદશી,સફલા એકાદશી,પુત્રદા એકાદશી,ષટતિલા એકાદશી,જયા એકાદશી,વિજયા એકાદશી,આમલકી એકાદશી,પાપમોચિની એકાદશી,કામદા એકાદશી,વરુથિની એકાદશી,મોહિની એકાદશી,અપરા એકાદશી,નિર્જળા એકાદશી,યોગિની એકાદશી,શયન એકાદશી,કાનિકા એકાદશી,પુત્રદા એકાદશી [બે વાર આવે છે.],અજા એકાદશી,જયંતિ એકાદશી,ઇન્દિરા એકાદશી,પાશાંકુશા એકાદશી,રમા એકાદશી,પદ્મિની એકાદશી અને પરમા એકાદશી.

મોક્ષદા એકાદશી માગશર મહિનાના સુદ પખવાડિયામાં આવે છે.તે દિવસે ભગવાન કૃષ્ણએ કુરુક્ષેત્રમાં અર્જુનને શ્રીમદ્ ભગવતગીતા સંભળાવી હતી.આથી તે દિવસને “ગીતાજયંતી” તરીકે પણ ઉજવાય છે.

એકાદશી પાછળની પૌરાણિક કથા –

કહેવાય છે કે,સતયુગમાં મુરૂ નામના એક ખુંખાર દૈત્યની બ્રહ્માંડમાં આણ ફરતી.તે લોકોને ખુબ હેરાન કરતો.વળી તે એટલો બળવાન અને ભયાનક હતો કે દેવો પણ તેને પહોંચવાને અસર્મથ હતા.ઇન્દ્રાસન પર પણ મુરૂનો કબજો હતો.આથી એક દિવસ મુરૂથી ત્રાસેલા બધા દેવોએ જઇને ભગવાન શિવને પ્રાર્થના કરી.શિવે દેવોને ભગવાન વિષ્ણુ પાસે જવા કહ્યું.અનંતશૈયા પર નિદ્રાધીંન જગતનાથ વિષ્ણુએ જ્યારે દેવોનો આર્તનાદ સાંભળ્યો અને તેમની ભુજાઓ ક્રોધથી કંપવા લાગી,લોચન લાલ થયા.વાયુવેગે પ્રભુ મુરૂ સામે યુધ્ધ કરવા નીકળ્યા.લલકાર થયો.બંને વચ્ચે તુમુલ યુધ્ધ જામ્યું.મુરૂએ પોતાને હારી જતો ભાળ્યો એટલે તે ભાગી ગયો.

ભગવાન વિષ્ણુ આ પછી બદ્રીનાથમાં આવેલ સિંહવતી નામની ગુફામાં જઇને પોઢી ગયાં.એ વખતે બદલો લેવાની ભાવના ધરાવતો મુરૂ ફરી ત્યાં આવ્યો.ભગવાન વિષ્ણુ આ બાબતથી અજાણ હતાં.પણ મુરૂ પ્રહાર કરે એ પહેલાં જ પ્રભુના મનની અગિયાર ઇન્દ્રીયો ભેગી થઇને તેમાંથી એક કન્યા જન્મી.તેણે મુરૂ સામે યુધ્ધ કર્યું અને મુરૂને પરાસ્ત કર્યો.ભગવાન નારાયણ જાગ્યા અને આ ઇન્દ્રિય કન્યાની વિરતા જોઇ ઘણા પ્રસન્ન થયાં.તેણે કન્યાને વરદાન માંગવા કહ્યું.કન્યાએ કહ્યું કે,આ દિવસે અર્થાત્ અગિયારસના દિવસે જે કોઇ વ્રત ધારણ કરશે એને ઇચ્છિત ફળ પ્રાપ્ત થાઓ.ભગવાને “તથાસ્તુ” કહ્યું.તે દિવસથી અગિયારસનું વ્રત રાખવાનો મહિમા છે.

અહીં ચાલુ વર્ષે ૨૦૧૮માં આવતી એકાદશીઓની તારીખો આપેલી છે :

(1)૧૨ જાન્યુઆરી – ષટતિલા એકાદશી
(2)૨૭/૨૮ જાન્યુઆરી – જયા/અજા એકાદશી
(3)૧૧ ફેબ્રુઆરી – વિજયા એકાદશી
(4)૨૬ ફેબ્રુઆરી – આમલકી એકાદશી
(5)૧૩ માર્ચ – પાપમોચની એકાદશી
(6)૨૭ માર્ચ – કામદા એકાદશી
(7)૧૨ એપ્રિલ – વરુથિની એકાદશી
(8)૨૬ એપ્રિલ – મોહિની એકાદશી
(9)૧૧ મે – અચલા કે અપરા એકાદશી
(10)૨૫ મે – પુરુષોત્તમી,કમલા એકાદશી
(11)૧૦ જુન – પુરુષોત્તમી,કમલા એકાદશી
(12)૨૩/૨૪ જુન – નિર્જલા એકાદશી
(13)૯ જુલાઇ – યોગિની એકાદશી
(14)૨૩ જુલાઇ – દેવરાયની એકાદશી
(15)૭ ઓગસ્ટ – કામિકા એકાદશી
(16)૨૧/૨૨ ઓગસ્ટ – પુત્રદા,પવિત્રા એકાદશી
(17)૬ સપ્ટેમ્બર – જયા/અજા એકાદશી.

સંકલન – Kaushal Barad

નોંધ: પોસ્ટ ગમે તો બીજા મિત્રો સાથે શેર જરૂર કરો પણ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના એડમીનની પરવાનગી વગર આ પોસ્ટ કોપી-પેસ્ટ કરવી નહિ.

Leave a Reply

error: Content is protected !!