ડીઝલ નહીં હવાથી ચાલે છે આ એન્જિન, અભણ મિત્રોએ 11 વર્ષ મહેનત કરીને બનાવ્યું અનોખું એન્જિન

ગાડીમાં હવા ભરવાનું કામ કરતા બે અભણ મિત્રોએ કંઈક અલગ કરવાનું વિચાર્યું અને હવાથી ચાલતું એન્જિન તૈયાર કરી નાખ્યું. હવાથી ચાલતા આ એન્જિન દ્રારા 80 ફૂટ સુધીનાં ઉંડા કુવામાંથી પાણી ખેંચી શકાય છે. 11 વર્ષની મહેનત બાદ આ એન્જિન બન્યું છે. હવે તેઓ હવાથી ચાલી શકે એવાં બાઈકનાં પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે.

હકીકતમાં વાત એમ છે કે, રાજસ્થાનનાં ભરતપુર જીલ્લાનાં રૂપવાસ તાલુકાનાં ખેડીયા ગામમાં રહેતાં અર્જુન કુશવાહ અને મિસ્ત્રી ત્રીલોકીચંદ ગામમાં જ એક દુકાન પર મોટર-ગાડીનાં ટાયરમાં હવા ભરવાનું કામ કરતા હતાં.

લગભગ 11 વર્ષ પહેલાં એક દિવસ તેઓ ટ્રકનાં ટાયરની હવા ચેક કરી રહ્યાં હતાં એટલામાં ટ્રકનું એન્જિન ખરાબ થઈ ગયું. થોડીવારમાં એન્જિનનો વાલ્વ ખુલી ગયો અને ટેન્કમાં ભરેલ હવા નીકળી ગઈ. વધારે દબાવને કારણે એન્જિનનું વ્હીલ ઉલ્ટુ ફરવા માંડ્યુ. બસ, અહીંયાથી જ બન્ને મિત્રોને હવાથી ચાલી શકે એવું એન્જિન બનાવવાનો આઈડિયા આવ્યો અને કંઇક નવું કરવાની તૈયારીમાં લાગી પડ્યા. વર્ષ 2014માં તેઓ સફળ થયાં. હાલમાં તેઓ આ એન્જિનથી જ પોતાના ખેતરમાં સિંચાઈ કરે છે.

11 વર્ષમાં સાડા ત્રણ લાખ રૂપિયા ખર્ચ્યા

ત્રિલોકીચંદએ જણાવ્યું કે, અમે સતત 11 વર્ષ સુધી હવાથી ચાલે એવું એન્જિન બનાવવાનાં પ્રયાસો કર્યા અને એમાંથી ઘણુ બધુ શીખ્યા છીએ. એન્જિન બનાવવા માટે 3.5 લાખ રૂપિયાની સાધન-સામગ્રીનો ઉપયોગ થયો છે. હવે તેઓ બાઈક અને કાર જેવા વાહનો હવાથી ચાલી શકે એનાં માટે યોજના ઘડી રહ્યાં છે.

8 HP નું એન્જિન આ રીતે બનાવ્યું

અર્જુન કુશવાહએ જણાવ્યું કે, “ચામડાનાં બે ફેફસા બનાવ્યા જેમાંથી એક છ ફૂટનું અને બીજુ અઢી ફૂટનું. આમાંથી એક મોટુ ફેફસુ એન્જિનની ઉપર લગાવ્યું અને બીજુ એન્જિનનાં એક વ્હીલમાં ગાડીનાં ત્રણ પટ્ટા અને મોટા વ્હીલમાં પાંચ પટ્ટા લગાવીને એવી રીતે સેટ કર્યું કે થોડો ધક્કો લાગતા જ એન્જિન ચાલુ થઈ જાય. એ પણ નોંધવુ રહ્યુ કે આ એન્જિનમાં પીસ્ટન વાલ્વ લાગાવેલ નથી.

જ્યારે એન્જિનનાં વ્હીલને થોડુ ફેરવીએ ત્યારે મોટા ફેફસામાં હવા ભરાય છે. એનાથી નાના ફેફસામાં હવા પહોંચે છે અને એન્જિન ધીરે-ધીરે સ્પીડ પકડે છે. એન્જિનને બંધ કરવા માટે વ્હીલને રોકવું પડે છે. હવા લાગવાથી એન્જિન શરૂ ન થાય એ માટે લોખંનો રોડ ફસાવીને રાખવો પડે છે. આ એન્જિન બનાવવા માટે 3.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.

ખુદી કો કર બુલંદ ઈતના કે હર તદબીર સે પહેલે ખુદા બંદેસે ખુદ પૂછે, બતા તેરી રઝા ક્યાં હૈ ?

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર વાંચેલી આ પોસ્ટ ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો, પણ બીજી વેબસાઈટ ઉપર કોપી-પેસ્ટ કરવી નહિ

Leave a Reply

error: Content is protected !!