દરેક માતાએ વાંચવા જેવી, દીકરી પહેલી વખત પીરીયડસ માં આવે ત્યારે માટેની ૭ વાતો

દરેક કુમારીકા જ્યારે યુવાનીના ઉંબરે પગ મુકે છે ત્યારે તેમના જીવનમાં માસિક-ધર્મના રૂપમાં એક બદલાવ આવે છે,જે એક સર્વ સામાન્ય પ્રક્રિયા છે.દરેક સ્ત્રીને ૧૨ વર્ષથી લઇ ૪૫ વર્ષની ઉંમર સુધીના સમય દરમિયાન માસિકસ્ત્રાવ થવો એ કુદરતી પ્રક્રિયા છે.જે બાબતે હવે લોકોમાં ઘણી જાગૃતિ આવી છે.

પણ હજુ આપણું શિક્ષણ કે સમાજ એ બાબતે પુરી જાગૃતિ લાવી શક્યો નથી.પિરીયડ આમ તો કુદરતી ઘટના છે પણ ઘણીવાર એવું થાય છે કે,હજી બાળક કહી શકાતી યુવતીને જ્યારે પહેલીવાર આમાંથી પસાર થવાનું થાય ત્યારે જો પિરીયડ વિશે અપૂર્ણ કે ભ્રામક જાણકારી હોય તો આ અનુભવ ભયાનક સાબિત થઇ શકે છે.અને આ માટે જરૂરી છે કે પ્રથમ માસિકસ્ત્રાવ સમયે કેટલીક વાતો ધ્યાનમાં રાખવામાં આવે અને આ માટે માતાથી વધુ સારી રીતે કામ કોઇ ના કરી શકે.માં જ નાની ઉંમરની પુત્રીને આ વિશે સારી રીતે સમજાવી શકે,આ સમયે માંએ જ ગુરૂ બનવું જોઇએ.

આજે અમે તમને એવી થોડી વાતો કહેવા જઇ રહ્યાં છીએ જે દરેક પુત્રીની માતાએ જરૂરથી ધ્યાનમાં રાખવી જોઇએ કે જેથી કરીને એમની પુત્રીનો પ્રથમ પિરીયડ શરમ અને ડરને બદલે સુખદ અનુભવથી પસાર થાય.

માસિકની બાબતમાં જો પુત્રીને પહેલાથી ખ્યાલ ના હોય તો એને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.જાણકારીના અભાવને કારણે એના મનમાં ઘણા બધાં મુંઝવતા પ્રશ્નો ઉભા થાય છે જેમ કે,એને ડર લાગે છે કે આ કોઇ રોગ તો નથી ને!સાથે-સાથે એ પણ સ્વાભાવિક છે કે,તે આ સમયગાળા દરમિયાન લજ્જાની અને હિનતાની ભાવના મહેસુસ કરે!આવામાં માતાની એ ફરજ બને છે કે તે એમની પુત્રીની આ મુંઝવણોને દુર કરે અને જીવનના સૌથી મહત્વના પડાવ પર એમને સાથ આપે.માતાની જવાબદારી છે એમની પુત્રીને એ જણાવવાની કે,પિરીયડ સ્ત્રીઓની સામાન્ય શારીરિક ગતિવિધિઓમાંની એક છે,બીજી શારીરિક પ્રક્રિયાઓની જેમ.તમારે તમારી દિકરીને આ વાત જણાવવી પડશે કે માસિક ધર્મમાં રક્તસ્ત્રાવ એ એક સામાન્ય પ્રક્રિયા છે અને બધી જ સ્ત્રીઓને આમાંથી પસાર થવાનું હોય છે અર્થાત્ આ કોઇ અસ્વાભાવિક નથી.

પ્રથમ માસિક ધર્મ દરમિયાન દરેક માતાએ ધ્યાનમાં રાખવી જોઇએ પોતાની પુત્રી માટે આ ખાસ બાબતો –

(1)દરેક દિકરીની માતાની સૌથી પહેલી જવાબદારી છે કે,તે યોગ્ય સમયે એમની પુત્રીને માસિકની બાબતમાં યોગ્ય જાણકારી આપે.નવથી બાર વર્ષની ઉંમરની અંદર માસિકસ્ત્રાવ શરૂ થવાની બાબતમાં સરળ શબ્દોમાં સમજાવવામાં આવે તો એ સમજી જશે.પણ જો તમારી પુત્રીનો પ્રથમ પિરીયડ આવી ચુક્યો છે અને હજી સુધી આપે એને કોઇ જાણકારી નથી આપી તો પણ વાંધો નહી.તમે હજી પણ જાણકારી આપી શકો છો જેમ કે,માસિક ક્યાં સમયે આવે છે અને કેટલા દિવસ સુધી ચાલે છે અને એમાં શું-શું સામાન્ય તકલીફ પડે છે વગેરે.જેથી કરીને આપની પુત્રીને કારણ વિના કોઇ ખોટી મુશ્કેલી ના પડે.આ સાથે જ જ્યારે તમે પહેલીવાર આ બાબતે જાણકારી આપો ત્યારે મુખ્ય વાતો પર જ ધ્યાન આપો અને તેમનો સામનો કરવા માટે આપની પુત્રીને સારી રીતે સમજાવો.

(2).પ્રથમ પિરીયડના સમયગાળા દરમિયાન એક કુમારીકાના શરીરમાં બદલાવ થવા ઉપરાંત એમના મનમાં પણ ઘણા વિચારોનું ઘમસાણ ઉભું થાય છે.આવા વખતે એક માતાની ફરજ છે કે,તે પોતાની પુત્રીના મનમાં ચાલતા ખોટા વિચારો દુર કરે.માં જો માસિક સમયના પોતાને થયેલા અનુભવો ફ્રેન્ડલી કહે તો વધુ સારુ રહે.આથી તમારી પુત્રીને ઘણો સહારો મળશે.

(3)જાણકારીની સાથે સાથે પ્રથમ પિરીયડના સમયે પુત્રીને સાફ-સફાઇની બાબતમાં પણ જણાવી દેવાનું ઘણું જરૂરી છે.જેમ કે,સેનેટરી નેપ્કિનનો ઉપયોગ કઇ રીતે કરવો અને એને દર ૪ થી ૫ કલાકમાં બદલતો રહેવો વગેરે.એ સાથે યોનિની બાબતમાં પણ ચોખ્ખાઇનું ધ્યાન રાખવાની સલાહ આપવી.

(4)સાફ-સફાઇ બાદ વાત આવે છે માસિક ધર્મ સમયે લેવામાં આવતા યોગ્ય ખોરાકની.આ બાબતનું ધ્યાન પણ એક માંએ રાખવું જોઇએ.આ સમય દરમિયાન પુત્રીને ભરપૂર માત્રામાં પાણી પીવાનું કહો,આ માટે છાશ અથવા નારિયેળ પણ યોગ્ય છે.માસિકસ્ત્રાવ દરમિયાન શરીરમાંથી ઘણા ખનિજ અને મિનરલ બહાર આવે છે,માટે એમની કમી પુરવા સંતુલિત અને પૌષ્ટિક આહારનું સેવન કરવું પણ જરૂરી છે.સાથે ફાસ્ટ ફુડ કે વધુ પડતો મસાલાવાળો ખોરાક ન લેવો જોઇએ.

(5)માસિક ધર્મ દરમિયાન પેટ અને કમરમાં દુખાવો થવો સામાન્ય બાબત છે.અને આથી આ માટે તમારી પુત્રીને તરત કોઇ દવા આપવાની જરૂર નથી.તમે એને ૧ કપ દહીંમાં થોડું ભુક્કો કરેલ જીરું અને ૧ ચમચી સાકર ભેળવીને આપી શકો.આનાથી દર્દમાં ઘણી રાહત મળશે.

(6)પિરીયડ દરમિયાન ના તો ઠંડું પાણી પીવું જોઇએ કે ના તો એનાથી નહાવું જોઇએ.આ સમયે બની શકે તો તમારી પુત્રીને પીવા માટે હુંફાળું ગરમ પાણી આપો નહાવા માટે પણ ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનું કહો.

(7)પિરીયડ દરમિયાન ભારે કે વધુ ભાગદોડ વાળુ કામ કરવું ના જોઇએ.માટે તમારી પુત્રીને વધારે કામ કે ખેલકુદને બદલે આરામ કરવાનું કહો

રોજ આપણા ગુજરાતીઓ માટે કંઇક ને કંઇક નવી માહિતી લઈને ‘જ્ઞાન સાથે ગમ્મત’ ફેસબુક પેઈજ આવે છે. અમારી આ મહેનત ને બિરદાવવા તમારી એક લાઈક ખુબ જ જરૂરી છે.

All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!