આ રાજ્યોમાં જ્યારે છોકરી પહેલી વખત પીરિયડ્સમાં થાય ત્યારે, કરાય છે કંઇક આવી રીતે ઉજવણી

પીરિયડ્સ દરમિયાન સ્ત્રીના શરીરમાં હોર્મોન્સ ઉતપન્ન થાય છે. આ હોર્મોન્સને સાયન્સની ભાષામાં egg કહેવામાં આવે છે. જ્યારે આ એગ તૂટે છે ત્યારે તેમાં જમા થયેલુ લોહી અને ટિશ્યૂઝ વજાઇનના માધ્યમથી બહાર નિકળે છે. આ નેચરલ પક્રિયાને પીરિયડ્સ કહેવામાં આવે છે.

પીરિયડ્સથી છોકરીની યૌવનની શરૂઆત થાય છે. આમ, તમને જાણીને નવાઇ લાગશે કે, ઘણા દેશોમાં જ્યારે છોકરી પહેલીવાર પીરિયડ્સમાં થાય ત્યારે તેમની પરંપરાઓ મુજબ ત્યાં ઉત્સવ મનાવવામાં આવે છે. આમ, જો સેનેટરી પેડ્સ જેવી કોઇ વસ્તુ ના હોત તો મહિલાઓને આ દિવસોમાં એટલે કે પાંચ-છ દિવસ અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડત. તો જાણી લો તમે પણ પીરિયડ્સ દરમિયાન કયા રાજ્યોમાં ઉજવણી કરવામાં આવે છે.

કર્ણાટક
કર્ણાટકમાં જ્યારે છોકરી પહેલીવાર પિરિયડ્સમાં થાય ત્યારે ઘરના અને પડોશી લોકો તે છોકરીની આરતી ઉતારે છે અને ગીતો પણ ગાય છે. ત્યારપછી છોકરીને તલ અને ગોળમાંથી બનાવેલી ડિશ એટલે કે ‘ચિગલી ઉંડે’ આપવામાં આવે છે જે તેને ખાવી પડે છે. કહેવાય છે કે, આ વસ્તુ ખાવાથી પિરીયડ્સ દરમિયાન કોઇપણ સમસ્યા વગર બ્લડિંગ થાય છે. આ વિધિ દરમિયાન પૂજામાં ચઢાવવમાં આવતા નારિયેળ અને પાનના પત્તા ઘરે આવેલા મહેમાનોને આપવામાં આવે છે.

તમિલનાડુ
અહિંયા જ્યારે છોકરી પહેલી વખત પીરિયડ્સમાં થાય ત્યારે તેને ખૂબ જ ઠાઠમાઠથી ઉજવવામાં આવે છે. આ પરંપરાનું નામ ‘મંજલ નિરટ્ટુ વિજ્હા’ (Manjal Neerattu Vizha) છે. તમિલનાડુમાં આ રસમ લગ્નની જેમ કરવામાં આવે છે. આ રસમ કરતી વખતે છોકરીને સિલ્કીની સાડી પહેરાવવામાં આવે છે.

કેરળ
કેરળમાં પીરિયડ્સના શરૂઆતના ત્રણ દિવસોમાં છોકરીને બધા કરતા અલગ રાખવામાં આવે છે. આમ, છોકરીને એક એવા રૂમમાં બંધ કરવામાં આવે છે જ્યાં માત્ર એક જ લેમ્પ ચાલુ હોય. આમ, આ લેમ્પની સાથે એક પિત્તળના વાસણમાં નારિયેળના ફૂલ મુકવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ ફૂલમાં જેટલી કળી ખિલે એટલા બાળકો થાય.

આસામ
આસામમાં જ્યારે છોકરી પહેલીવાર પીરિયડ્સમાં થાય ત્યારે એક વિધિ કરવામાં આવે છે જેને ‘તુલોની બિયા’ (Tuloni Biya) કહેવામાં આવે છે. આ વિધિ દરમિયાન છોકરીને પરિવારથી અલગ એક રૂમમાં રાખવામાં આવે છે. જો કે આ રૂમમાં પુરુષોને જવાની સખત મનાઇ હોય છે. આ વિધિ દરમિયાન સોપારીને લાલ કપડામાં બાંધીને પડોશીના ઘરે રાખવા માટે આપવામાં આવે છે. આમ, જે મહિલાઓ વિધવા ના હોય તેવી સાત મહિલાઓ પહેલી વખત પીરિયડ્સમાં થયેલી છોકરીને નવડાવે છે અને પછી પડોશીના ઘરમાં રાખેલી સોપારીની પૂજા કરવામાં આવે છે. આ સાથે જ છોકરીને દુલ્હનની જેમ તૈયાર કરીને દાગીના પણ પહેરવવામાં આવે છે.

સોર્સ: ન્યુઝ ૧૮

Leave a Reply

error: Content is protected !!