૨૦૧૮ ના વર્ષમાં હિંદુ ધર્મના લગ્નસંસ્કાર માટે આટલા મુહુર્ત ઉત્તમ છે – વાંચી લેજો

હિન્દુ ધર્મના સોળ સંસ્કારોમાં લગ્નનો સમાવેશ થાય છે.લગ્નને આપણી સંસ્કૃતિમાં માંગલિક પ્રસંગના સ્વરૂપમાં જોવામાં આવે છે.વિવાહ દ્વારા પુરુષ અને સ્ત્રી એક નવજીવનમાં પ્રવેશ મેળવે છે,જેને ગૃહસ્થાશ્રમ કહેવાય છે.ગૃહસ્થાશ્રમનું યોગ્ય પાલન કરતી વ્યક્તિ માટે તે એક ધર્મયજ્ઞ જ બની જાય છે.ગૃહસ્થાશ્રમમાં રહીને વ્યક્તિ માત્ર પોતાના પરીવારના જ નહી,પોતાના ધર્મના અને દેશના રક્ષણ અને જતનની જવાબદારી નિભાવી શકે છે.સારો ગૃહસ્થાશ્રમ માણસને પરમાનંદ અપાવે છે.માટે જ તો આપણા ધર્મગ્રંથોમાં કામના કરાઇ છે કે,”धन्यो गृहस्थाश्रम:”

અને આ ગૃહસ્થાશ્રમનું પ્રથમ ચરણ અર્થાત્ પ્રવેશદ્વાર એટલે “વિવાહ”.દરેક વ્યક્તિની ઇચ્છા હોય જ છે કે,તેમનો વિવાહ ધામધુમથી થાય.એની સાથે વિવાહમાં કોઇપણ પ્રકારનું વિઘ્ન ના આવે.અને આ માટે પહેલાંથી જ વિવાહ માટેનો સમય નક્કી કરવામાં આવે છે અર્થાત્ શુભ મુહૂર્ત કાઢવામાં આવે છે.

ભારતમાં વિવાહ સમય યોગ્ય મુહૂર્તના આધાર પર નક્કી કરવામાં આવે છે.અને લગ્ન સૌથી સારા મુહૂર્તમાં થાય એવો આગ્રહ રાખવામાં આવે છે.આ માટે બ્રાહ્મણો અને જ્યોતિષીઓ દ્વારા પુરી રીતની શોધખોળ પછી જ વિવાહનો સમય નક્કી કરાય છે.હિન્દુ ધર્મમાં વિદ્વાનોમાં પણ વિવાહની તિથિ નક્કી કરવા સમયે નજરમાં લેવામાં આવતા પયીબળો અને આધારો પર અલગ-અલગ મત છે.માટે ઘણા પરીબળો જેવા કે વર-વધુની કુંડળી,ગ્રહ અને નક્ષત્રોની ચાલ અને સમયને ધ્યાનમાં રાખીને જ વિવાહ મુહૂર્તની પસંદગી કરવામાં આવે છે.

વિવાહ માટેની યોગ્ય તિથિ જાણવા માટે વર-વધૂની જન્મરાશિનો પ્રયોગ કરવામાં આવે છે.વર અથવા વધૂનો જન્મ જે ચન્દ્ર નક્ષત્રમાં થયો હોય છે એ નક્ષત્રના ચરણમાં આવનારા અક્ષરોનો પણ શુભ મુહૂર્તો કાઢવા માટે ઉપયોગ થાય છે.વળી,વિવાહની તિથિ હંમેશા વર-વધૂની કુંડળીના ગુણ-મિલન થયા બાદ કાઢી શકાય છે.જો કે,તિથિ તય થયા બાદ ફરીવાર કુંડળી મેળાપ કરવામાં આવતો નથી.

હિન્દુ ધર્મમાં લગ્ન અને તેના મુહૂર્તની તારીખ જન્મ રાશિના નામ પર જ નક્કી થાય છે.પણ બધાંની જન્મરાશિ,કુંડળી,સુર્યોદય અને સુર્યાસ્ત,સમય,સ્થાન અલગ અલગ હોઇ બધા માટે એક તારીખ યોગ્ય ના હોઇ શકે.વળી,વિવાહ મુહૂર્ત માટે વ્યાવહારિકતાનું પણ ધ્યાન રખાય છે.

આ બધા તથ્યોને ધ્યાનમાં રાખીને વિદ્વાનોએ ૨૦૧૮માં આવનાર કેટલાંક ઉત્તમ વિવાહ મુહૂર્તોનું નિર્ધારણ કર્યું છે.માન્યતા અનુસાર શુભ મુહૂર્તમાં વિવાહ થાય તો ગૃહસ્થાશ્રમમાં કોઇ તકલીફ આવતી નથી.અને યુગલ પછી જન્મોજન્મ માટે બની જાય છે એવી માન્યતા છે.અહીં ૨૦૧૮ માટેના કેટલાંક શુભ વિવાહ મુહૂર્તો આપવામાં આવ્યાં છે.

વર્ષ ૨૦૧૮ માટેના શુભ વિવાહ મુહૂર્તો –

[ ઉત્તરાયણ પૂર્ણ થયા બાદ કમુહૂર્તો/કમોતરા ઉતરી જાય છે.સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થાય છે અને વિવાહ માટેના યોગ રચાય છે.અહીં અંગ્રેજી મહિનો અને સામે એ મહિનામાં આવતા શુભ મુહૂર્તોની તારીખો આપેલી છે. ]

ફેબ્રુઆરી : ૨૪
માર્ચ : ૧,૫,૬,૮,૧૦,૧૨
એપ્રિલ : ૮,૧૯,૨૦,૨૪,૨૫,૨૭,૨૮,૨૯,૩૦
મે : ૧,૪,૬,૧૧,૧૨
જૂન : ૧૮,૨૧,૨૩,૨૫,૨૭,૨૮
જુલાઇ : ૫,૧૦,૧૧

[ આ મુહૂર્તો પછી દેવપોઢી/પ્રબોધિની એકાદશી આવે છે.માટે એ પછીના ત્રણ મહિના દેવોના વિશ્રામનો સમય છે.એટલે ઓગસ્ટ,સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં લગ્ન થતાં નથી.એ પછી નવેમ્બર મહિનામાં દિવાળી પછી દેવઉઠી અગિયારસ/દેવદિવાળીથી શુભમુહૂર્ત આવે છે. ]

નવેમ્બર : ૧૧,૧૨,૧૩,૧૯,૨૩,૨૪,૨૫,૨૮,૨૯,૩૦
ડિસેમ્બર : ૧,૩,૪,૯,૧૦,૧૧.

ઉપરના મુહુર્ત અમારી જાણકારી મુજબ ઉત્તમ છે, તેમ છતાં તમારા બ્રાહ્મણ/પંડિતની સલાહ લઇ લેજો.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ થયેલ આ માહિતી બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો. કોપી-પેસ્ટ કરીને બીજી વેબસાઈટ માં મુકવાની મનાઈ છે.

Leave a Reply

error: Content is protected !!