ઘરેથી કેટલા રૂપિયા ખિસ્સામાં લઈને નીકળે છે મુકેશ અંબાણી – વાંચીને ચોંકી જશો

અંબાણી પરિવારની ગણતરી ફક્ત ભારતમાં જ નહીં પણ એશિયાનાં સૌથી ધનિક પરિવારોમાં થાય છે. સોશિયલ મીડિયા પર અવાર-નવાર એમની અને એનાં પરિવારનાં સદસ્યોની રોયલ લાઈફ વિશે ચર્ચાઓ થતી રહે છે. હમણાં થોડા સમય પહેલાં સમાચાર આવ્યાં હતાં કે, મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી જે ચા પીવે છે એ એક કપ ચા ની કિંમત લાખો રૂપિયા છે. હવે, આ વાત ઉપરથી જ તમે અનુમાન લગાવી શકો કે મુકેશ અંબાણી અને એનું પરિવાર કેવી રોયલ લાઈફ જીવે છે !! વળી, એમનાં છોકરાઓનાં ખર્ચા પણ કંઈ ઓછાં નથી. પણ આજે અમે તમને જણાવા જઈ રહ્યાં છીએ કે મુકેશ અંબાણી જ્યારે ઘરેથી બહાર જાય છે ત્યારે પોતાની પાસે કેટલાં રૂપિયા રાખે છે, એ જાણીને તમે ચોંકી જશો એ પાક્કું.

હમણાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન મુકેશ અંબાણીએ જણાવ્યું હતુ કે, જ્યારે તેઓ કોઈ કામ માટે ઘરેથી નીકળે છે ત્યારે એમની પાસે કેટલા રૂપિયા હોય છે. તમને જાણીને ઝટકો લાગશે કે મુકેશ અંબાણી પોતાના ખિસ્સામાં એક રૂપિયો પણ નથી રાખતાં. હવે તમે વિચારતા હશો કે, રૂપિયો નહીં પણ ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ તો રાખતાં જ હશે. પણ તમને જણાવી દઈએ કે, મુકેશ અંબાણી કોઈપણ કામ માટે ઘરેથી બહાર જાય ત્યારે એમનાં ખિસ્સામાં ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ પણ હોતા નથી. એમણે આ વાતનો ખુલાસો કરતા જણાવ્યું હતુ કે, પૈસા મારા માટે મહત્વનાં નથી. પૈસા ફક્ત એક સંસાધન છે. જે કંપની માટે જોખમ લેવાનું કામ કરે છે. નાનપણથી લઇને આજ સુધી મેં મારા ખિસ્સામાં પૈસા નથી રાખ્યા.

મુકેશ અંબાણી ભલે પોતાના ખિસ્સામાં પૈસા રાખવાનું પસંદ ન કરતા હોય પણ એમની પત્ની નીતા અંબાણીની લાઈફ સ્ટાઈલનાં ચર્ચા ચારેબાજુ થતા જ રહે છે. નીતા અંબાણી ખર્ચાની બાબતમાં હંમેશા સોશિયલ મીડિયા પર ચમકતા રહે છે. થોડા સમય પહેલા જ નીતાએ એક જોરદાર સાડી પહેરેલી જેની કિંમત 40 લાખ રૂપિયા હતી.

આ સાડી એટલી મોંઘી હતી કે, સાડી પહેરતા જ નીતાનું નામ ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાઈ ગયુ. નીતા અંબાણીનાં દિવસની શરૂઆત જ 3 લાખ રૂપિયાનાં એક કપ ચા થી થાય છે. તમને જણાવી દઈએ કે, આખું અંબાણી પરિવાર પોતાના દિવસની શરૂઆત જાપાનનાં બ્રાન્ડેડ સોનાનાં કપમાં ચા પીયને કરે છે. જેની કિંમત 3 લાખ રૂપિયા છે. મુકેશ અંબાણી દેશના સૌથી મોંઘા ઘર એવાં એન્ટિલિયામાં રહે છે. ઘરમાં 600 નોકર, 168 કાર અને ટેરેસ ઉપર ત્રણ હેલીપેડ ઉપલબ્ધ છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર મુકાયેલી આ પોસ્ટ ગમે તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

પરવાનગી વગર આ પોસ્ટ બીજા બ્લોગ પર મુકવી નહિ

Leave a Reply

error: Content is protected !!