જાણો – ક્યા ધર્મમાં સૌથી વધુ જન્મદર છે | આંકડાકીય માહિતી

ભારત અત્યારે ભલે વસ્તીમાં બીજો ક્રમાંક ધરાવતો દેશ છે પણ હવે એ દિવસો પણ બહુ દુર નથી કે જ્યારે ભારત સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ચીનને પછાડીને વસ્તીની બાબતમાં નંબર વનનું સ્થાન હાંસલ કરે!યુનો દ્વારા જારી કરાઇ રહેલા ભરોસામંદ આંકડાઓને ધ્યાનમાં લઇએ તો અત્યારે ચીનની વસ્તી ૧,૪૧૨,૫૪૦,૮૨૦ જેટલી છે,મતલબ કે એક અબજ અને એકતાલીસ કરોડ ઉપર.જે દુનિયાની કુલ વસ્તીના ૧૫.૬૭% જેટલી છે.જ્યારે ભારતની વસ્તી હાલ ૧,૩૪૭,૩૩૨,૧૫૫ જેટલી છે,જે દુનિયાની ટોટલ વસ્તીના ૧૭.૭૪% જેટલી છે.

કહેવાય છે કે,ભારત વસ્તીની બાબતમાં ટૂંક સમયમાં ચીનને પછાડી દેશે.જે બાબત ચિંતાનો વિષય બની ચુકી છે.અને આપણા વર્તમાન વડાપ્રધાન જો લાંબો સમય સત્તા પર રહેશે તો એને પણ “મેરે સવાસો કરોડ દેશવાસીઓ”ના સંબોધનમાં ફેરફાર કરવો પડશે…!

હમણાં એક રીપોર્ટમાં કહેવામાં આવેલું કે,૨૦૭૦ સુધીમાં દુનિયામાં સૌથી વધુ વસ્તી મુસ્લીમ લોકોની હશે.ભારતની આબાદીને લઇને થયેલા રીસર્ચ પ્રમાણે ભારત ટૂંક સમયમાં જ સૌથી વધુ વસ્તી ધરાવતું રાષ્ટ્ર બની જશે.

અહીં કોઇ ધર્મને ઉપર-નીચે ચીતરવાની વાત નથી પણ ઘણીવાર એવો સ્વાભાવિક પ્રશ્ન ઉભો થાય છે કે હિંદુ,મુસલમાન,શિખ કે ઇસાઇમાંથી ક્યાં ધર્મમાં જનસંખ્યા ઝડપથી વધી રહી છે અથવા તો ક્યાં ધર્મમાં વધારે બાળકો જન્મી રહ્યાં છે ?

આ સવાલોનો જવાબ દેતો એક રીપોર્ટ હમણાં પ્રકાશિત થયો છે.એ રીપોર્ટનું તારણ કાઢતા ઘણા ખુશી પ્રેરતા પરીણામો પણ સામે આવ્યાં છે.રીપોર્ટમાં જણાવાયું છે કે હિન્દુ,મુસલમાન,શિખ કે ઇસાઇ બધા ધર્મોમાં જન્મદર પાછલાં થોડાક વર્ષોમાં ઘણો ઓછો થયો છે.અને જો આમ જ ઓછો થતો રહેશે તો ભારતની વસ્તીસંખ્યા આવનારા સમયમાં વધશે નહી પણ ઘટશે…!આની પાછળનું કારણ એ છે કે,ભારતમાં સ્ત્રીઓનો કુલ ફળદ્રુપતા દર(TFR)ઘટી રહ્યો છે.

હવે આ સર્વેમાં આવેલા આંકડાઓ ભણી નજર નાખીએ તો આ સર્વે મતલબ કે,નેશનલ ફેમિલી હેલ્થ સર્વે(NFHS) 2015-16 અનુસાર ૨૦૦૪ થી ર૦૦૫ના વર્ષમાં હિંદુ ધર્મમાં જન્મદર ૨.૮થી ઘટીને ૨.૧ જેટલો થઇ ગયો છે.જ્યારે મુસ્લીમોનો જન્મદર ૩.૪થી ઘટીને ૨.૧ જેટલો થઇ ચુક્યો છે.એ પ્રમાણે શીખ ધર્મમાં જન્મદર ૧.૬ છે,જ્યારે બૌધ્ધ ધર્મમાં ૧.૭ અને ઇસાઇ ધર્મનો જન્મદર ૨.૦ છે.ભારતનો કુલ સરેરાશ જન્મદર ૨.૨નો છે.આ આંકડા પરથી ખ્યાળ આવે છે કે,દેશમાં બાળકોની સંખ્યામાં ઝડપથી ઘટાડો થઇ રહ્યો છે.

હવે વર્ગ પ્રમાણે વાત કરીએ તો,આર્થિક રીતે નબળા વર્ગમાં બાળકોનો જન્મદર સૌથી વધુ ૩.૨ જેટલો છે.ST વર્ગમાં જન્મદર ૨.૫,SCમાં ૨.૩ અને બીજી પછાત જાતિઓનો જન્મદર ૨.૨ છે.જ્યારે ઉંચી કહેવાતી જાતિઓનો જન્મદર ૧.૯ છે.NFHS 2015-16 પ્રમાણે વયસ્ક સ્ત્રીઓમાં વધારે બાળકોને જન્મ આપવાની ઇચ્છા ઓછી થઇ છે.

જો ઉપરના આંકડાઓને આધાર માનીને ચાલીએ તો હાલ પણ મુસ્લીમ ધર્મમાં સૌથી વધુ બાળકો જન્મી રહ્યાં છે,પણ એનો જન્મદર પહેલાંની સરખામણીમાં ઘટ્યો છે.જો આ આંકડાઓને યોગ્ય માનીએ તો ભવિષ્યમાં ભારત જનસંખ્યા વિસ્ફોટથી બચી શકે એમ છે.

 

Leave a Reply

error: Content is protected !!