સ્મોકિંગ છોડતા પહેલા વાંચી લો – આવી શકે છે આટલા જરૂરી બદલાવ

ઘણા લોકોને સિગારેટ ફુંકવાની આદત હોય છે.બધા જ જાણે છે કે,સિગારેટનું સેવન એ મોતને આમંત્રણ આપવા બરાબર છે.આ વાત જાણવા છતાં પણ વ્યસની લોકો આ વ્યસન નથી છોડી શકતા.એ માટે પોતે બહાના બનાવે છે કે,મારાથી આ લત છૂટી શકે એમ નથી વગેરે વગેરે.પણ ખરેખર તો તેને છોડવી જ નથી હોતી!સિગારેટનું સેવન એ માત્ર શરીર માટે હાનિકારક જ છે એવું નથી,એ તમારા શરીર માટે જીવલેણ પણ સાબિત થઇ શકે છે.

સિગારેટ પીનાર માણસને બ્રેઇન હેમરેજ,ફેફસાંનુ કેન્સર,ગળાનું કેન્સર,મુત્રપિંડનું કેન્સર અને આંતરડાનું કેન્સર થવાની સંભાવના રહે છે.માટે એક વાતની ગાંઠ વાળી લેવી જોઇએ કે,સિગારેટ પીવાની આદત જેમ બને તેમ ત્વરિત છોડવી.સરવાળે તો ફાયદો જ છે !

અહીં તમને જણાવી રહ્યાં છીએ કે,સિગારેટનું વ્યસન છોડી દેવાથી આપના શરીરમાં ૨૦ મિનિટથી લઇને ૧૦ વર્ષ સુધીમાં કેવા કેવા બદલાવ આવે છે.

સિગારેટ છોડવાથી શરીરમાં આવે છે આ બદલાવ –

ધુમ્રપાન છોડી દીધાના ૨૦ મિનિટમાં જ તમારું લોહીનું પરિભ્રમણ ફરી સામાન્ય થવાનું શરૂ થઇ જાય છે.બ્લડનું પરિભ્રમણ નોર્મલ થવાનો ફાયદો એ છે કે,તમારા શરીરનું ફંંક્શન ઠીક થવામાં આનાથી મદદ મળશે.

સિગારેટ છોડી દીધાંના ૨ કલાક બાદ તમારું વ્યસની થઇ ગયેલું શરીર નિકોટીનની માંગ કરવા લાગશે!પણ હવે તમારે તમારી જાત ઉપર કાબુ રાખવાનો છે.નિકોટીન ના લેવાથી મતલબ કે ધુમ્રપાન ના કરવાથી થોડા સમય માટે તમને આળસ આવશે,ભૂખ વધારે લાગશે,સ્ટ્રેસની અર્થાત્ તણાવની સમસ્યા થઇ શકે છે.

સિગારેટ છોડી દીધાંના ૧૨ કલાક બાદ તમારા શરીરમાં વધી પડેલું કાર્બન મોનોક્સાઇડ[CO]નું પ્રમાણ ધીરે-ધીરે સામાન્ય થવા લાગે છે,ઘટવા લાગશે.આથી લોહીમાં ઓક્સિજન[O2]નું લેવલ સપ્રમાણ થશે અને બોડી સારી રીતે કામ કરવાની શરૂઆત થશે.

શરીરમાં નિકોટીનની માત્રા ઘટશે એટલે હાર્ટ-એટેકની સંભાવનાઓ પણ ઘટશે.

શ્વાસનળી સિગારેટનું વ્યસન છોડ્યાંના ૪૮ કલાક બાદ ફરી મુળભુત સ્થિતીમાં આવી જાય છે.જેથી કરીને માણસનું એનર્જી લેવલ વધવા લાગશે.

સિગારેટ છોડી દીધાંના ત્રણ દિવસ પછી નિકોટીન તમારી શરીરમાંથી સંપૂર્ણપણે બહાર નીકળી જશે.આ સમયે તમને માથાનો દુ:ખાવો,ગભરામણ,પરસેવો અને સ્ટ્રેસ જેવી સમસ્યાઓ થઇ શકે છે.જો કે આનાથી ગભરાવાની જરૂર નથી.

સ્મોકિંગ છોડી દીધાંના ૨ અઠવાડિયામાં તમારું રૂધિરાભિસણ તંત્ર પૂર્ણ રીતે સામાન્ય થઇ જશે.તમારા શરીરમાંથી અંદાજે ૯૦% નિકોટીન બહાર નીકળી ચુક્યું હશે.અને હા,તમારા ફેફસાં પહેલાં કરતાં વધુ સારી રીતે કામ કરવા માંડ્યાં હશે!

ધુમ્રપાન છોડી દીધાંના ૩ મહિના બાદ તમારા શરીરમાંથી નિકોટીન સંપૂર્ણપણે રદબાતલ થઇ જશે.આ સમયે પણ તમને માથાનો દુ:ખાવો,ગભરામણ,પરસેવો છૂટવો કે તણાવ જેવી સમસ્યા થઇ શકે.પણ અગાઉ કહ્યું તેમ તેનાથી ગભરાવવાની જરૂર નથી.

સિગારેટ છોડ્યાના એક વર્ષ બાદ તમને હદયરોગ થવાનો ખતરો લગભગ નહિવત્ થઇ જશે.લગભગ ૫૦% સુધીનો ખતરો ગાયબ થઇ જશે.

અને ૫ વર્ષ પછી તમે ધુમ્રપાન ન કરતી વ્યક્તિઓની યાદીમાં આવષા માંડશો.એટલું જ નહિ,તમારા ફેફસાં અને હ્રદય પણ ધુમ્રપાન ન કરતી કોઇ સામાન્ય વ્યક્તિ જેવાં થઇ જશે.હ્રદયરોગ અને ફેફસાંના કેન્સરનો ભલ અત્યંત ઓછો થઇ જશે.

૧૦ વર્ષ પછી તમને કોઇપણ પ્રકારનું કેન્સર થવાની આશંકા સાવ જ ઘટી જશે.એટલું જ નહિ,તમારું આયુષ્ય પણ ૧૦ વર્ષ સુધી લંબાઇ શકે છે.

માટે હવે એ કહેવામાં વાંધો નથી કે,ધુમ્રપાનનો ત્યાગ એ નવજીવનની શરૂઆત જેવો છે !

તમે પણ જો ધુમ્રપાન ની વિરુદ્ધમાં હો તો આ લેખ બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

નોંધ: લેખ કોપી કરીને બીજી વેબસાઈટ ઉપર મુકવો નહિ

Leave a Reply

error: Content is protected !!