ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ડાન્સ સ્ટેપ્સથી લગાવી આગ, ત્રણ લાખ લોકો જોઈ ચુક્યા છે

સોશિયલ મીડિયાનાં જમાનામાં આજકાલ દરેક વસ્તું વાયરલ થઈ રહી છે. કેટલીક વસ્તુંને વાયરલ થતા વાર લાગે અને અમુક ખાસ વસ્તું જંગલમાં લાગેલ આગની જેમ વાયરલ થઈ જતી હોય છે.

હાલના સમયમાં સોશિયલ મીડિયા પર નત-નવા વિડીયો જોવા મળે છે, પણ અમુક વિડીયો એવાં હોય કે જેને જોયા બાદ મન પ્રસન્ન થઈ જાય. ડાન્સનાં વિડીયો પણ એવાં જ હોય છે. કેટલીયે વાર સોશિયલ મીડિયા પર ડાન્સનાં અદ્ભૂત વિડીયો જોવા મળે છે, જેને જોઈને દરેક માણસ આનંદિત થઈ જાય.

તમને ભારતની ટેનીસ સ્ટાર સાનિયા મિર્ઝા તો યાદ જ હશે. એક સમય એવો હતો જ્યારે દેશમાં સાનિયા મિર્ઝાનાં નામનો ડંકો વાગતો. એની સામે ટેનીસમાં કોઈ ટકી શકતું નહીં. દરેક પ્લેયરને હરાવીને તેણીએ ભારતનું નામ આખી દુનિયામાં રોશન કર્યું હતું. ત્યારબાદ અચાનક તેને પાકિસ્તાની ક્રિકેટર સાથે પ્રેમ થયો અને તેણી લગ્ન કરીને પાકિસ્તાન ચાલી ગઈ. જોકે, પાકિસ્તાન ચાલ્યા ગયાં બાદ પણ તેણી હંમેશા ભારત તરફથી જ ટેનીસ રમતી રહી. પણ લગ્ન બાદ સાનિયા મિર્ઝાનાં ચાહકોની સંખ્યા ઘટી ગઈ.

લગ્ન પહેલાં દરેક યુવા સાનિયા મિર્ઝાનાં સપના જોતો. પણ લગ્ન બાદ એક જ પળમાં બધુ જ બદલાઇ ગયું. સાનિયા મિર્ઝાની સુંદરતા અને એની નથણી વિશે ભોજપુરીમાં એક ગીત પણ બનાવવામાં આવ્યુ હતું. એનાં ઉપરથી તમે અંદાઝ લગાવી શકો કે, સાનિયા મિર્ઝા કેટલી લોકપ્રિય રહી ચૂકી છે.

ફરી એકવાર સાનિયા મિર્ઝાએ લોકોનાં દિલમાં રાજ કરવાનું નક્કી કરી લીધુ છે. જી હાં, પણ આ વખતે પોતાની રમતથી નહીં પરંતુ ડાન્સથી લોકોને પ્રભાવિત કરશે. તમે સાનિયા મિર્ઝાને ટેનીસ કોર્ટ પર રમતા તો ઘણીવાર જોઈ હશે, પણ ડાન્સ કરતી સાનિયાને લગભગ ક્યારેય નહીં જોઈ હોય. તમને જણાવી દઈએ કે, સાનિયા મિર્ઝા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ટ્વિટર હોય કે ઈંસ્ટાગ્રામ દરેક જગ્યાએ સાનિયાનાં ચાહકો છે. પોતાની મેચ પુરી થયાં બાદ ફ્રી સમયમાં સાનિયા મિર્ઝા પોતાની જીંદગી સાથે જોડાયેલ કેટલીયે વાતો સોશિયલ મીડિયાનાં માધ્યમ દ્રારા શેર કરતી રહે છે.

આજકાલ સાનિયા મિર્ઝાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં સાનિયા મિર્ઝા ડાન્સ કરી રહી છે. આ વિડીયો નવા વર્ષનાં દિવસે પોસ્ટ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, આ વિડીયોને અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધારે લોકો જોઇ ચુક્યા છે.

આ રહ્યો એ વિડીયો:

સંકલન : ઈલ્યાસભાઈ

Leave a Reply

error: Content is protected !!