ભૂલથી પણ શનિવારે આ વસ્તુઓ ખરીદવી નહીં, નહીંતર થઈ શકે છે મોટુ નુકશાન

જે લોકોને જ્યોતિષમાં વિશ્વાસ છે તેઓ શનિનું નામ સાંભળીને જ ડરી જતા હોય છે. પણ તમને જણાવી દઈએ કે, હકીકતમાં શનિ દેવ એટલાં નિર્દય પણ નથી.

વાસ્તવમાં શનિ ન્યાય-પ્રિય ગ્રહ છે અને જો કોઈ વ્યક્તિ ન્યાયની વિરૂદ્ધમાં અથવા કોઈ ખરાબ કાર્ય કરે તો શનિ નારાજ થઈને ચોક્કસથી દંડ કરે છે.

એવામાં જો આપણે શનિનાં પ્રકોપથી બચવું હોય તો આપણે ખોટા કાર્યોથી દુર રહેવું જોઈએ. આ સિવાય જ્યોતિષમાં કેટલાયે ઉપાયો જણાવવામાં આવ્યાં છે કે જેથી કરીને શનિનાં ક્રૂર પ્રભાવથી રાહત મેળવી શકાય.

જેમ કે, કોઈ ચોક્કસ દિવસે લોકોએ શનિ દેવની આરાધના અને હનુમાનજીની પૂજા કરવી જોઈએ. સાથે જ જ્યોતિષનાં જણાવ્યા મુજબ શનિવારનાં દિવસે અમુક વસ્તુંની ખરીદી પણ ટાળવી જોઈએ. આજે અમે તમને એનાં વિશે જણાવવા જઈ રહ્યાં છીએ. તો ચાલો જાણીએ કે, એવી કઇ-કઇ વસ્તુઓ છે કે જેની ખરીદી કરવાથી નુકશાન થઈ શકે.

શાસ્ત્રો અને જ્યોતિષમાં શનિવારનાં દિવસે લોખંડની વસ્તુંઓનું દાન કરવાનો ઉલ્લેખ છે. એવામાં શનિવારે લોખંડથી બનેલ સામાન ખરીદવો નહીં. શનિવારે આવી વસ્તુંનું દાન કરવું વધું હિતાવહ છે.

જ્યોતિષનાં જણાવ્યા મુજબ શનિવારે તેલની ખરીદી પણ ન કરવી જોઈએ. એવી માન્યતા છે કે, આ દિવસે સરસવનું તેલ ખરીદવાથી માણસ બીમાર પડે છે. જોકે, એટલે જ શનિવારનાં દિવસે શનિદેવ ઉપર સરસવનું તેલ ચઢાવવાની પરંપરા છે.

જ્યોતિષનાં કહ્યા પ્રમાણે શનિવારનાં દિવસે નમક (મીઠું) પણ ન ખરીદવું જોઈએ. આ માટે એવું માનવામાં આવે છે કે, શનિવારે નમકની ખરીદી કરવાથી માણસ ઉપર દેવું વધી શકે છે.

જ્યોતિષ જ્ઞાનનું માનીએ તો શનિવારે કાતર પણ ન ખરીદવી જોઈએ. આવું કરવાથી પારિવારિક સંબંધોમાં કડવાશ અને મત-ભેદો ઉભા થઈ શકે.

શનિવારનાં દિવસે કાળા તલ ખરીદવા નહીં. કારણ કે, એ દિવસે કાળા તલ શનિદેવને ચઢાવવામાં આવે છે જેથી તેઓ પ્રસન્ન થાય અને સંકટથી બચી શકાય. એવામાં શનિવારે કાળા તલ ખરીદવાને બદલે એનું દાન કરવું અથવા શનિદેવને અર્પણ કરવા જોઈએ.

કાળો રંગ અને કાળા ચપ્પલ બન્નેને શનિ પ્રભાવિત માનવામાં આવે છે. એવામાં જ્યોતિષ મુજબ શનિવારે આ બન્ને વસ્તુંની ખરીદી ટાળવી જોઈએ. એનાં વિશે એવી માન્યતા છે કે, શનિવારે ખરીદેલા કાળા બુટ-ચપ્પલ પહેરવાથી માણસને દરેક કાર્યમાં નિષ્ફળતાનો સામનો કરવો પડે છે.

આ બધી વસ્તુંઓની સાથો-સાથ જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિવારે સ્યાહી (ઇન્ક) ની ખરીદી પણ કરવી જોઈએ નહીં. કહેવાય છે કે, આ વસ્તું ખરીદવાથી માણસને અપજશ મળે છે.

સંકલન – ઈલ્યાસભાઈ

નોંધ: આ પોસ્ટ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના એડમીનની પરવાનગી વગર કોપી-પેસ્ટ કરવી નહિ

Leave a Reply

error: Content is protected !!